Abtak Media Google News

વાઢકાપથી ભયભીત દર્દીઓ માટે લેસર દ્વારા પથરીની સારવાર આશિર્વાદ રૂપ

તબીબી ક્ષેત્રે સૌરાષ્ટ્ર પણ જટિલ રોગોની સારવાર તેમજ નવી અતિ આધુનિક ટેકનોલોજી વસાવવામાં આગળ વધ્યું છે અને ઘણા જટિલ રોગો માટે દર્દીઓને સૌરાષ્ટ્રમાંથી બહાર જવું પડતું નથી. તેનો મોટો શ્રેય સૌરાષ્ટ્રના મેડિકલ જગતમાં અદ્યતન ટેકનોલોજીના આગમનને જાય છે. તે જ વિચારધારાને આગળ વધારતા સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટમાં પથરીની સારવાર માટે અદ્યતન લેસર મશીનનું આગમન થયું છે.હાલમાં પથરીના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે અને તેની સારવાર માટે પથરીના ઓપરેશનમાં ઓપન (વાઢ-કાપ વાળી) સર્જરી, લિથોટ્રિપ્સી અને મિનિમલ ઈન્વેસિવ (દૂરબીન વડે) સર્જરી પ્રચીલિત હતી. પણ પથરીની સારવારમાં સરળ તેમજ વધુ સલામતી આપતી નવી અદ્યતન ટેકનોલોજી એટલે કે લેસર મશીન દ્વારા સારવાર હાલમાં ખૂબ જ અસરકારક સાબિત થઈ રહી છે કે જેમાં હોસ્પિપટલમાં ટૂંકુ રોકાણ, ઓછો રક્તસ્ત્રાવ, નહિવત દુ:ખાવો, વાઢ-કાપ રહિત વગેરે જેવા ફાયદાઓની સાથોસાથ રોજ-બરોજની દૈનિક કાર્યમાં પણ વહેલી તકે લાગી શકાય એવા લાભ દર્દીઓને મળી શકે છે અને એવા દર્દીઓ કે જે ઓપન સર્જરી (વાઢ-કાપ વાળી)થી ભયભીત છે તેઓને માટે લેસર દ્વારા પથરીની સારવાર આશીર્વાદ‚પ સાબિત થઈ છે.સ્ટર્લિંગ હોસ્પિટલના નિષ્ણાત યુરોલોજીસ્ટ ડો.અમિતકુમાર ઝા અને ડો.સંજીવ પટેલ જણાવ્યું હતું કે, સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ ખાતે પથરીના રોગોની સાથો સાથ હૃદયરોગ, બ્લડ પ્રેશર, પક્ષઘાત, ડાયાબિટીસ, કિડનીના રોગો તેમજ લોહી પાતળા કરવાની દવા લેતા હોય, જેવા રોગોથી પણ પીડાતા દર્દીઓ (હાઈ રિસ્ક દર્દીઓ) માટે આ લેસર મશીન દ્વારા થતી જટિલ અને અત્યાધુનિક સર્જરીઓ સફળતાપૂર્વક થઈ રહી છે. આ અદ્યતન લેસર મશીન પથરીના રોગ માટે સચોટ અને શ્રેષ્ઠ સારવાર આપવા માટે સક્ષમ છે.આ નવીનતમ લેસર મશીન દ્વારા પથરીની સારવાર અંગે માહિતગાર કરતા સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટના ઝોનલ ડિરેકટર, ઘનશ્યામ ગુસાણી તથા ચીફ મેડિકલ એડિમિનિસ્ટ્રેટર, ડો.કમલ પરીખે જણાવ્યું હતું કે, સ્ટર્લિંગ હોસ્પિટલ પ્રત્યે લોકોનો અતૂટ વિશ્ર્વાસ જ અમને નવી ટેકનોલોજી અને વૈશ્ર્વિકસ્તરની સારવાર આપવામાં પ્રેરિત કરે છે કે જેથી અમે દર્દીઓને બધીજ સુવિધા એક જ છત્ર હેઠળ પુરી પાડી શકીએ. તેની સાથો-સાથ તેઓએ જણાવ્યું કે સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ ખાતે પથરીના રોગ માટે “સ્ટોન ક્લિનિક દર શનિવારે ચલાવવામાં આવે છે. જેમાં દર્દીઓ નિષ્ણાંત યુરોલોજીસ્ટ ડોકટર્સ દ્વારા ક્ધસલ્ટેશન, સોનોગ્રાફી સ્ક્રીનીંગ તેમજ ડાયટ ક્ધસલ્ટેશનનો લાભ મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.