Abtak Media Google News

સ્વ. આપાભાઈ ગઢવી અનેક રચનાઓ ગાઈ હેમંતચૌહાણ,  કીર્તિદાન ગઢવી, પુનમ ગોંડલીયા, ધીરૂભાઈ સરવૈયાએ રમઝટ બોલાવી

સૌરાષ્ટ્રના જાણીતા કવિ , લેખક , ગાયક , વકતા , સ્વરકાર સંગીતકાર સ્વ . આપાભાઈ ગઢવી કવિ  ‘આપ’ની ૨8 મી પુણ્યતિથિ નિમિત્તે કવિ આપ પરિવાર દ્વારા અત્ર  હેમુ ગઢવી નાટ્યગૃહ, રાજકોટ ખાતે તાજેતરમાં  સંભારણાં  કાર્યક્રમ યોજાય ગયો.

કાર્યક્રમમાં ઉપસ્થિત કલાકાર સમુહ સહ સરગમ ક્લબના ચેરમેન ગુણવંતભાઈ ડેલાવાળા સહિતકવિ  પુત્ર નરહર ગઢવી દ્વારા દિપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમના પ્રારંભ જેણે આપબાઈની અનેક રચનાઓ  ગાઈ દેશ  વિદેશમાં ખ્યાતિ અર્જિત કરી છે એવા હેમંત ચૌહાણે ગણપતિ વંદના , કોઈ માટેલ , મનાવો . હાલ તેને હાલ સૌરાષ્ટ્ર બતાવું , હે માનવ વિશ્વાસ કરી લે આદિ આપાભાઈની રચના રજુ કરી શ્રોતાગણને ભાવવિભોર કરેલ . કવિ આપની રચના અને કવિપુત્ર નરહર ગઢવીના સ્વરાંકનનું , પોતાની સંગીત કારકિર્દીમાં સવિશેષ અદકેરું સ્થાન છે એવું કહી કીર્તિદાન ગઢવીએ જાણે ઉનાં મંદિરીયામાં આભ, ઉગમણે બારણે , તમોને મુબારક, તમારી અમીરી , ઉગમણે બારણે અને મોગલ છેડતાં કાળો નાગ જ કરી ઘેલું લગાડેલ.

પૂનમ ગોંડલિયા અને બીરજુ બારોટના યુગ્મ સ્વરોમાં આપાભાઇ રચિત કાગળિયા લખી લખી થકી , મારરલો બોલે રે મણિયારો , કહે રાધે રાઈ છંદ અને લગ્નગીત સોનાનો સૂરજ ઉગિયો જેવા કવિપુત્ર નરહર ગઢવીના સ્વરાંકને નોખી ભાત્ય પાડી. ધીરુભાઈ સરવૈયાએ સામાન્ય જનસમુહથી લઈ સ્વર કિન્નરી લતા મંગેશકર જેવા જેના પ્રશસંક રહ્યાં એવા આપાભાઈના ગીત ભજન વગર લોકસંગીતની કાર્યક્રમ અધુરો ગણાય એવું કહી આપાભાઈની સૌરાષ્ટ્રવંદના સહિતની કૃતિઓ રજુ કરી. અનુભા ગઢવીએ આપાભાઇના રોચક ગદ્ય અને ચારણી સાહિત્યના સપાખરા, ભૂજંગી , ચર્ચરી આદિ છંદની રમઝટ બોલાવી વર્ષાઋતુનું આબાદ વાતાવરણ ખડું કર્યું.

લોકસાહિત્ય પરિવારના બાબુભાઈ મેઘજીભાઈ શાહ , સૌરાષ્ટ્ર સંગીત નૃત્ય નાટક અકાદમીના આચાર્યા  સંગીત વિદુષી પિયુબેન સરખેલ સહ કિવ આપના ચાહકો અભિભાવકોની વિશાળ ઉપસ્થિતિ સહ કવિપુત્ર નરહર આપાભાઈ ગઢવીના સંચાલન, સંકલન અને ઈકબાલ હાજી ઉસ્તાદ શબ્બિર ઉસ્તાદ, બળવંત ગોસાઈ , અભય વ્યાસ, શ્યામ – કાનજી વિજય – પ્રકાશની સુરીલી સાઝ સંગત લોકોએ મન ભરીને પ્રસ્તુત  સંભારણા  કાર્યક્રમ માણેલ ,

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.