Abtak Media Google News

વિરમગામ નજીક પોપટ ચોકડીથી કોકતા રેલ્વે ફાટક જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલી કાર પલ્ટી ખઈ ગયેલી હાલતમાં મળી હતી. પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂની 305 બોટલો મળી આવી હતી. પોલીસે કાર અને દારૂના જથ્થા સહિત રૂ. 3.58 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કાર મુકી નાસી ગયેલા ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં દારૂબંધી કહેવા પુરતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વિરમગામ તાલુકાના ભાવડા ગામે લાખો રૂપિયાનો વિદેશી દારૂ જથ્થો મલ્યાની શાહી સુકાઈ નથી ત્યાં વિરમગામ પોપટ ચોકડીથી કોકતા ફાટક જવાના રસ્તા ઉપર ફાર્મ હાઉસની સામે વિદેશી દારૂ ભરેલી ક્રેટા ગાડી પલ્ટી ખાઈ ગયેલી હાલતમાં જોવા મળી હતી. તે બાબતની જાણ થતાં વિરમગામ ટાઉન પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની નાની મોટી બોટલ નંગ 305 જેની કિંમત રૂા. 58700, ક્રેટા ગાડી જેની કિંમત રૂ. 3,00,000 ગણી કુલ રૂ. 3,58,700 નો મુદ્દામાલ કબ્જે કરી વાહન ચાલક હાજર મળી ન આવતા તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.