Abtak Media Google News

જામનગર શહેર-જિલ્લામાં 22 સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાની ફિફટી: રાજયમાં નવા 475 કેસ

ગુજરાતમાં કોરોનાના સંક્રમણે ફરી હાહાકાર મચાવી દીધો છે. મંગળવારે રાજયમા એક જ દિવસમાં કોરોનાના કેસમાં 35 ટકાનો તોતીંગ ઉછાળો નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં પણ કોરોના ભૂરાયો થયો હોય તેવું લાગી રહ્યું છે. જામનગર શહેર અને જિલ્લામાં 22 સહિત સૌરાષ્ટ્રમાં 51 નવા કેસ નોંધાયા છે. એકિટવ કેસનો આંક 2793એ પહોચી ગયો છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો હતો. દરમિયાન મંગળવારે અચાનક કોરોનાએ જાણે મહા છલાંગ મારી હોય તેમ એક દિવસમા 35 ટકાનો ઉછાળો નોંધાયો હતો. કોરોનાની સંભવીત ચોથી લહેરે નવેસરથી ચિંતા વધારી દીધી છે. એક જ દિવસમાં 35 ટકાના ઉછાળાથી સરકારની ચિંતા પણ વધી ગઈ છે. આગામી દિવસોમાં કેટલાક આકરા પ્રતિબંધો પણ મૂકવામાં આવે તેવી સંભાવના રહેલી છે.મંગળવારે અમદાવાદમાં 216 કેસ, સુરતમાં 79 કેસ, વડોદરામાં 47 કેસ,

જામનગરમાં 22 કેસ, ગાંધીનગરમાં 16 કેસ, મહેસાણામાં 14 કેસ, નવસારીમાં 11 કેસ, અમરેલીમાં 10 કેસ, રાજકોટ શહેર અને જિલ્લામાં 8 કેસ, ભરૂચ અને વલસાડમાં 7-7 કેસ, બનાસકાંઠા, દેવભૂમી દ્વારકા અને ખેડામાં ચાર-ચાર કેસ ભાવનગર, આણંદ, પાટણમાં 3-3 કેસ, ગીર સોમનાથ, પોરબંદર, મહિસાગર, સાબરકાંઠામાં 2-2 કેસ જયારે પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે. રાજયમાં હાલ 2793 એકિટવ કેસ નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.