Abtak Media Google News

ચેક ઇસ્યુ કરનાર પાસેથી બેન્ક વિગતો કનફોર્મ કરશે ત્યારબાદ જ ચેક ક્લિયર કરશે

બેંક ઓફ બરોડાએ તેના ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ માહિતી બહાર પાડી છે.  બેંક ઓફ બરોડાએ ચેકના નિયમોમાં ફેરફાર કર્યો છે.  બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ હવે 5 લાખ રૂપિયાથી વધુના ચેકની મુખ્ય વિગતોની ચકાસણી કરતા પહેલા બેંકને ઈલેક્ટ્રોનિક રીતે જાણ કરવી પડશે.  આ પછી 5 લાખ રૂપિયાથી વધુનો કોઈપણ ચેક ક્લિયર થઈ શકશે.  બેંક 1 ઓગસ્ટથી પોઝિટિવ પે ક્ધફર્મેશન નિયમ લાગુ કરવા જઈ રહી છે.

બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ કોઈપણ વ્યક્તિના નામે ચેક જારી કરતા પહેલા બેંકને ચેક વિશેની મહત્વપૂર્ણ માહિતી આપવી પડશે.  આ સાથે, બેંકો કોઈપણ વેરિફિકેશન કોલ વિના મોટી રકમના ચેક સરળતાથી ચૂકવી શકશે.બેંકના પરિપત્ર મુજબ, પોઝિટિવ પે ક્ધફર્મેશન નિયમ 1 ઓગસ્ટ, 2022થી લાગુ થશે.  આ અંતર્ગત પાંચ લાખ રૂપિયાથી વધુના ચેક માટે નવા નિયમને ફરજિયાત બનાવવાનું કહેવામાં આવ્યું છે.

જો ગ્રાહક ચેકની વિગતોની પુષ્ટિ નહીં કરે, તો બેંક દ્વારા ચેકની ચૂકવણી કરવામાં આવશે નહીં.  બેંકના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ અનુસાર, તમારી બેંકિંગની સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.  પોઝિટિવ પે ક્ધફર્મેશન સિસ્ટમની મદદથી અમે તમારા ચેકને છેતરપિંડીથી બચાવવા માટે અહીં છીએ.  કૃપા કરીને રૂ. 5 લાખ કે તેથી વધુના ચેક જારી કરતા પહેલા અમને ખાતરી કરો.ચેકનો દુરુપયોગ ન થાય તે માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.  પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ, ચેક ઇશ્યુ કરનારે બેંકને એસએમએસ, ઇન્ટરનેટ બેંકિંગ, એટીએમ અથવા મોબાઇલ બેંકિંગ દ્વારા જાણ કરવાની રહેશે.

બેંકને આ માહિતી આપવાની રહેશે.

  1. તારીખ
  2. પ્રાપ્તકર્તાનું નામ
  3. રાશિ
  4. ખાતા નંબર
  5. મોબાઈલ નંબર
  6. વ્યવહાર કોડ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.