Abtak Media Google News

ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 51 રન અને 4 વિકેટ ઝડપી પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો: ઇંગ્લેન્ડના સાત બેટ્સમેનો ડબલ ફિગર સુધી પણ પહોંચી ન શક્યા

રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા સતત સારૂં પ્રદર્શન કરી રહી છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટી-20માં ભારતે ઇંગ્લેન્ડને 50 રનથી હરાવ્યું છે. ભારતે ગઇકાલે પ્રથમ બેટીંગ કરતા ખૂબ જ સારી શરૂઆત કરી હતી. ભારતીય બેટ્સમેનોએ આક્રમકરૂપ બનાવી નિર્ધારિત 20 ઓવરમાં 198 રન બનાવ્યા હતા. ભારતીય બેટ્સમેનોનું પરફોર્મન્સ ખૂબ જ સારૂં રહ્યું હતું. 20 ઓવરમાં એકપણ વખત 10ની એવરેજ ઉપર રન બનાવ્યા હતા અને મિડલ ઓર્ડર ખૂબ જ સફળ રહ્યું હતું. દિપક હુડ્ડા અને સૂર્યકુમાર યાદવે ઇંગ્લેન્ડના બોલરોને હંફાવ્યા હતા અને ત્યારબાદ હાર્દિક પંડ્યાએ ધુંવાધાર બેટીંગ કરતા 33 બોલમાં 51 રન ફટકાર્યા હતા. બોલીંગમાં પણ સારૂ પરર્ફોમન્સ કરતા ઇંગ્લેન્ડ સામે પહેલા ટી-20માં ભારતને હાર્દિક વધાઇ મળી હતી. કેમ કે ક્રિકેટમાં કોઇપણ એક ખેલાડીથી નહીં ટીમ વર્કથી સફળતા મળે છે તે ગઇકાલે ભારતીય ટીમે સાબિત કરી દીધું હતું.

ભારત તરફથી હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારવા ઉપરાંત ચાર વિકેટ પણ ઝડપી હતી અને તેને પ્લેયર ઓફ ધી મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. ઇંગ્લેન્ડમાં સાત બેટ્સમેનો ડબલ ફીગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. મોઇન અલીએ સૌથી વધુ 36 રન બનાવ્યા હતા.

કેપ્ટન તરીકે રોહિત શર્માએ સતત 13મી ટી-20 મેચ જીતી હતી. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા રોમાનિયાના રમેશ સતીશાન અને અફઘાનીસ્તાનના કેપ્ટન તરીકે સતત 12-12 જીત મેળવી હતી. મેચમાં રોહિત શર્માએ 14 બોલમાં 24 રન બનાવ્યા હતા. રોહિત શર્મા નવેમ્બર-2019 પછી કેપ્ટન તરીકે એકપણ મેચ હાર્યો નથી. આ દરમિયાન તેણે બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા અને ઇંગ્લેન્ડ સહિત પાંચ ટીમોને હરાવી છે. આ દરમિયાન તેણે ભારતમાં 11 અને વિદેશમાં બે મેચ જીતી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.