Abtak Media Google News

રાજ્યમાં ભારે વરસાદને કારણે પ્રવાસ રદ કર્યો હોવાનો  અંદાજ

પીએમ મોદીનો એક દિવસનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. આગમી 15 જુલાઈએ પીએ મોદી ગુજરાતની મુલાકતે આવવાના હતા. રાજ્યના સાબરકાંઠા અને ગાંધીનગરના ગીફ્ટ સીટીના કાર્યક્રમમાં પીએમ મોદી હાજર રહેવાના હતા. રાજ્યમાં ભારે વરસાદને કારણે પ્રવાસ રદ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.

મળતા અહેવાલ પ્રમાણે આ કાર્યક્રમની ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે. સાબરડેરીમાં એક હજાર કરોડથી પણ વધારે પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના હતા.ભાજપ પક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુરમૂ બુધવારે કેવડિયા ખાતે પ્રવાસે આવનારા હતા અને ભાજપના ધારાસભ્ય સહિત સાંસદ સાથે બેઠક કરીને રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે જાણકારી આપવાના હતા પરંતુ હાલ ગુજરાતમાં ભારે વરસાદના કારણે તેમને તેમનો ગુજરાત પ્રવાસ રદ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, 15 જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના હતા. વડાપ્રધાનના હસ્તે સાબર ડેરી ખાતે નિર્માણ પામેલા બે પ્લાન્ટનું લોકાર્પણ અને એક પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવાનું હતું. હિંમતનગરમાં આવેલી સાબર ડેરીમાં અંદાજિત 200 કરોડ રૂપિયાથી વધારેના ખર્ચથી બનેલા પાવડર પ્લાન્ટનું તેઓ લોકાર્પણ કરવાના હતા. ઉલ્લેખનીય છે  કે સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીમાં દૂધની અલગ-અલગ બનાવટો માટે 13 જેટલા પ્લાન્ટ કાર્યરત છે. ત્યારે એવામાં બીજી તરફ સાબર  ડેરી  દ્વારા નવીન બે પ્લાન્ટોનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ અને એક પ્લાન્ટનું ખાતમુહૂર્ત થવાનું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.