Abtak Media Google News

પાણીના નિકાલ અને રોડ રસ્તાની કામગીરીમાં શાસકો ઉણા ઉતર્યા

રાજકોટ શહેર મા બેઈંચ વરસાદ વરસે કે પછી 12 ઈંચ મનપા ના નિભંર તંત્ર ના પાપે જનતાને હાલાકી ભોગવી જ પડે છે પ્રજાના પરસેવાની કમાણીના લાખો રૂપિયા ના ટેક્ષ ની રકમમાથી મસ મોટા આયોજનો થાય છે પણ દરવર્ષ ચોમાસા મા ભરતા પાણી ના નિકાલ ની વ્યવસ્થા મા લાખો નો પગાર લેતા ઈઝનેરોની ફૌજ વામણી પુરવાર થાય છે ત્યારે પોપટપરા-રેલનગર નુ નાલુ હોય કે શહેર નો પોશ વિકસિત વિસ્તાર 150 ફુટ રીંગરોડ પર આવેલી સોસાયટીઓ હોય છેક મવડી ચોકડી થી માધાપર ચોકડી શુધી મ ન પા ની ઈઝનેરી ક્ષતિ ના કારણે માનવ સર્જિત પુર જેવી સ્થિતિ સર્જાય છે પરંતુ ચોમાસુ આવતા સક્રિય થતુ મનપા નુ તંત્ર ચોમાસુ પુરુ થતા પોઢી જાય  છે સમસ્યા ના કાયમી ઉકેલ અને નક્કર આયોજન ના અભાવે પ્રતિ વર્ષ એજ સમસ્યાઓ ઉભી રહે છે.

અમો એ અનેક વખત મનપા ના ઈજનેરો ને સ્થાનિક જગ્યાએ બોલાવી સમસ્યા થી અવગત કરાવી કાયમી ઉકેલ માટે ના સુચારુ સુચનો અને વિકલ્પો જણાવેલ પરંતુ નિભંર તંત્ર લેશ માત્ર દરકાર લેતુ નથી નવા ભળેલા વિસ્તારો ના નેચરલ વોટર વે ડીસ્ટપ થવા ના કારણે અને 150 ફુટ રીંગરોડ ના લેવલ ના કારણે ઠેરઠેર પાણી ભરાય છે જેનો નેચરલ સ્લોપ આપવા મા આવે તોજ આ સમસ્યા નુ નિરાકરણ થાય તેમ છે તેમજ નવા ભળેલા વિસ્તારો ના જુના ગામતળ ના રેવન્યુ રેકર્ડ ના આધારે કુદરતી પાણી ના વહેણો ને પુન: સ્થાપિત કરવામા આવે અને જ્યાં વધારે પાણી ભરાતુ હોય તેવી જગ્યાઓ થી એક જુદીજ (સ્ટોમ વોટર) વરસાદી પાણી ના નિકાલ માટે ની યોજનાઓ બનાવી જોઈએ પરંતુ કરોડોની ઓન થી અપાતા કામો મા ભાજપ નુ પાર્ટી ફંડ આગેવાનોની કામમા ભાગીદારી અને અધિકારીઓ ના મલાઈદાર સુપરવિઝન ના કારણે પ્રજાની પાયાની સમસ્યાઓ નુ કાયમી નિરાકરણ અને ઉકેલ આવતો નથી જેથી પ્રતિ વર્ષ પ્રિમોનસુન કામગીરી નામે કરોડ રૂપિયા ખર્ચ વા છતા  સમસ્યાઓ ઉકેલાતી નથી ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ અને અભ્યાસુ નેતા પુર્વ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ  કમિશ્નર  ને શહેર ના 150 ફુટ રીંગરોડ પર આવેલ રાવલ નગર સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર અમૃતા સોસાયટીઓ ની પાણી ભરાવવાની સમસ્યા અંગે ટેલિફોનિક રજુઆત કરી માહિતગાર કર્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.