Abtak Media Google News

આજના યુગમાં મુશ્કેલ યાત્રા કરવી સૌને ગમતી હોય અને યુવા વર્ગને જોખમ ખેડવા ગમતા હોય છે: દુનિયામાં ઘણા ખતરનાક હાઇવે, રસ્તા આવેલા છે જ્યાં દર વર્ષે 200થી 300 લોકોના મૃત્યું થાય છે

મધ્ય એશિયાનો પામીર હાઇવે દુનિયાનો સૌથી મુશ્કેલ માર્ગ ગણાય છે: 1200 કિ.મી. લાંબો હાઇવે વિશ્ર્વનો સૌથી દુર્ગંમ રસ્તો છે: અમુક હાઇવે સુમસાન, જંગલી અને વેરાન ડુંગરોમાંથી વાંકા-ચૂંકા અને ચઢાણવાળા રસ્તાની બન્ને બાજુ ઊંડી ખીણો હોય છે

આપણી પૃથ્વી ઉપર ઘણી ચિત્ર-વિચિત્ર વાતો સાથે વિવિધ સમુદાયો અને જીવ-જંતુને નાના-મોટા પ્રાણીઓથી સભર છે. કુદરતનું અફાટ સૌદર્ય ધરાવતા વિવિધ વિસ્તારો નદી, તળાવો, પહાડો અને જંગલો બધાના મન મોહી લે છે. આજે લોકોને રજા કે વેકેશનમાં ગૃપ કે પરિવાર સાથે ફરવા જવાનો જબ્બર ક્રેઝ છે. પોતાની કાર કે બાઇક લઇને નીકળી પડતા માનવી આજે તો ગુગલ મેપને કારણે ગમે તેવી જગ્યાએ સરળતાથી પહોંચી જાય છે. લાંબી મુસાફરી જેટલા રસ્તા સારાને સરળ તેટલી મુશ્કેલીઓ ઓછી આવે છે, પરંતુ દુનિયાના અમુક જોખમી હાઇવે એવા પણ છે જ્યાં ડગલેને પગલે જિંદગીનું જોખમ રહેલું હોય છે. આજના યુગમાં મુશ્કેલ યાત્રા કરવી સૌને ગમતી હોય છે, અને ખાસ યુવાવર્ગને જોખમ ખેડવામાં મજા આવતી હોય છે. વિશ્વના ઘણા વિકટ મૃત્યું માર્ગો ઉપર દર વર્ષે 200 થી 300 લોકો અકસ્માતમાં મૃત્યું થાય છે.

Whatsapp Image 2022 07 13 At 12.57.07 Pm

મધ્ય એશિયાનો પામીર હાઇવે દુનિયાનો સૌથી મુશ્કેલ માર્ગ ગણાય છે, 1200 કિ.મી. લાંબો હાઇવે પહાડીની વચ્ચેથી નિકળતો સૌથી દુર્ગમ રસ્તો છે. આ હાઇવે સુમસામ, જંગલો અને ડુંગરોમાંથી વાંકા-ચૂંકા અને ચઢાણવાળા રસ્તાઓથી બનેલો છે. ઘણીવાર આ રસ્તાઓમાં રણનો ભાગ સાથે ભયંકર ખાડીને ભેટતો આગળ વધે છે. અમુક સમયે તો ચાર હજાર મીટરની ઊંચાઇ પરથી રસ્તો જાય છે. આ રસ્તાઓ ઉપર સ્નો લેપર્ડ, માર્કો-પોલો નસલના જાનવરોની વસ્તી માણસો કરતાં વધુ જોવા મળે છે. આ રસ્તો એટલે ઊંચો છે કે તેનાથી હિમાલય જ ઊંચો જોવા મળે છે. આ રોડને દુનિયાની છત પણ કહેવાય છે.

ડ્રાયવર માટે આવા ખતરનાક હાઇવે પડકારરૂપ હોવા છતાં વિશ્વના ટોપ-10 જોખમી માર્ગો પર યાત્રા કરવાનું જોખમ ખેડે છે. જોખમી ડ્રાઇવિંગના શોખીન, બાઇર્ક્સ, કાર રેસર્સ અને જોખમ ખેડનારા આવા મૃત્યુ માર્ગો ઉપર જોખમ ખેડીને પ્રવાસ કરે છે. આવા રસ્તે ધૂળ, માટીના ઢગલા, વિશાળ પથ્થરો, ઘાટીઓમાંથી પસાર થતાં હોવા છતાં ડ્રાઇવિંગનો રોમાંચ અનુભવવા ડ્રાયવર ખતરનાક સફરના આનંદ સાથે જીવનમાં નવા રંગ ભરે છે. એક શહેરથી બીજા શહેરોમાં જવા માટે રસ્તાઓનો ઉપયોગ કરાય છે. દુનિયામાં રસ્તાઓનું વિશાળ નેટવર્ક છે.

વિશ્વના સૌથી ખતરનાક ટોપ-5 રસ્તાઓની વાત જોઇએ તો પાકિસ્તાનના કાર કોરમ પાસ જે દુનિયાનો સૌથી ઉંચાઇ પર સ્થિત એક આંતરરાષ્ટ્રીય માર્ગ છે. આ માર્ગનું નામ સરકારે ફ્રેન્ડશીપ હાઇવે રાખ્યું છે. આ રસ્તો ખતરનાક સાથે તેના જોખમી વણાંકો અને ભૂસ્ખલન અને પૂરના જોખમવાળો પણ છે. આ રસ્તો 4090 મીટરની ઊંચાઇએ આવેલો છે અને ચીન અને પાકિસ્તાનને જોડે છે. આ રોડ બનતો હતો ત્યારે 900થી વધુ લોકોના મૃત્યું થયા હતા.

બોલિવિયા દેશનો નોર્થ યુંગાસ હાઇવે 64 કિમી લાંબો છે અને ખૂબ જ લપસણો પણ છે. રસ્તો ઢાળ વાળા હોવાથી ડ્રાઇવિંગ કરતી વખતે ગાડીના ટાયર સ્લીપ મારી જતાં ગંભીર અકસ્માતો સાથે ટ્રાફિકજામ પણ કરી દે છે. રોડ પર બે ગાડીઓ એક સાથે જઇ શકતી નથી તેટલો સાંકળો છે. આ માર્ગને રોડ ઓફ ધ ડેથ પણ કહે છે. ગ્વાલિયર શહેરને દેશની સાથે જોડતો ગુઆલી આંગ રોડ ટનલ 1970માં ગામના રહેવાસીઓએ ટનલ બનાવી હતી. પર્વત કાપીને રસ્તો બનાવાયો છે જે ચીનના સૌથી ખતરનાક માર્ગો પર છે.

Whatsapp Image 2022 07 13 At 12.57.15 Pm

ચિલી દેશનો લોસ કારાકોલ્સ હાઇવે આંટ્રેસા પહાડ પરથી આર્જેન્ટિના સુધી જાય છે. ઢાળવાળો અને સુરક્ષા વગરનો આ રોડ આખુ વર્ષ લગભગ બરફથી ઢંકાયેલો હોય છે. દર વર્ષે હજારો લોકો મૃત્યું પામે છે. આ માર્ગોની આસપાસ રહેતા લોકો મજબૂરીને કારણે આ રોડનો ઉપયોગ કરે છે. ન્યુઝીલેન્ડના સ્કીપર્સ કેન્યોન રોડ આવો જ ખતરનાક હાઇવે છે, જે તેના ભયાનક વણાંકો માટે જાણીતો છે. ખૂબ જ સાંકડા આ રોડ ઉપર જીવન વીમા વિના વાહન ચલાવવું નહીં તેવું કહેવાય છે. આંધળો વણાંક, ઊંડાઇ, ચઢાણ સાથે ક્યાંય તૂટેલો રસ્તો તેની ભયાનકતા વધારે છે. માત્ર 16 કિ.મી. લાંબો આ રસ્તો છે જ્યાં એક જ વાહન જઇ શકે તેવો હોવાથી ડ્રાઇવીંગની કસોટી કરે છે.

ખતરનાક રસ્તાઓની યાદીમાં એરિકાથી આઇકિક જનાર રોડ છે જ્યાં ઝડપથી ગાડી ચલાવવાના કારણે ભયંકર અકસ્માતો થાય છે. રશિયન ફેડરેલ હાઇવે વર્ષના 10 મહિના ભારે હિમ વર્ષાને કારણે ખૂબ જ ખતરનાક હોય છે. સાઇબેરીયાથી પાકુક્સ સુધી ફક્ત આ એક જ રોડ હોવાથી ત્યાં ટ્રાફિક પણ બહું રહે છે. સુંદરતામાં સંતાયેલું મોત જેવો બરફમાં ડુબેલો સિચુઆન તિબેટ હાઇવે જેટલો સુંદર છે તેટલો જ ખતરનાક છે. આ રોડ ઉપર લેંડ સ્લાઇડ અને બરફની ભેખડો ઘસી પડવાથી ભયંકર અકસ્માતો થાય છે. અલાસ્કાનો જેમ્સ ડેલ્ટન બરફથી ઢંકાયેલો હોવાથી સામાન્ય કારથી મુસાફરી કરવાની મનાઇ છે, તેને માટે ખાસ પ્રકારની ટ્રકોનો જ ઉપયોગ કરવામાં આવે છે. દુનિયાના સૌથી લાંબા રોડમાં સામેલ રશિયાનો ખતરનાક રોડ છે. આ ઉપરાંત મેક્સિકો, ઇટલી, નોર્વે, ગ્રીસ, પૈન અમેરિકી રાજમાર્ગોને મુશ્કેલી ભર્યો હાઇવે ગણવામાં આવે છે. પૈન અમેરિકન રોડ દુનિયાનો સૌથી લાંબો ખતરનાક રોડ છે જેની લંબાઇ 30 હજાર માઇલ છે.

2022ના આજના યુગમાં વિશ્વમાં ખતરનાક ડ્રાયવર માટે પડકારરૂપ જોખમી રસ્તાઓમાં ટોપ-10 રસ્તાઓમાં તિબેટનો સિચુબાન, એટલાન્ટિક રોડ, ભારતનો ઝોજીલાપાસ, રશિયાના સાઇબેરીયન રોડ, કઝાકિસ્તાનનો ઓસ્ટ્રિયન રોડ, રૂટ નં.622 (સ્વાલવોગર રોડ), તાઇવાનનો કોલોરાઇડ તારોકો ગોર્જ રોડ, કોટાહુઆસીકેન્યોય રોડ, કારાકોરમ હાઇવે અને કેનેડાનો પેસેજડુગોઇસ રોડનો સમાવેશ થાય છે.

Whatsapp Image 2022 07 13 At 12.57.26 Pm

ન્યુઝિલેન્ડના સ્કીપર્સ કેન્યોય રોડ, ફાંસનો બૂચર ઓફ ધ એકસ્ટ્રીમ, કોટાહુઆસી કેન્યોન રોડ, તાઇવાનનો તારાકોગોર્જ રોડ, પાકિસ્તાનનો ફેરી મેડોઝ રોડ જેને નંગા પર્વત પાસ પણ કહે છે, ચીનનો બેન્ડરોડ ટુ હેવન, રશીયાનો કોલિમા અને લેના હાઇવે, કિલ્લારથી પાંગી રોડ વાયા કિશીવાડ, ભારતનો પણ ખતરનાક હાઇવેના ટોપ-15માં સમાવેશ થાય છે. આપણાં દેશનો ઝોજિલા પાસ હાઇવે પણ ખતરનાક રોડની યાદીમાં છે જે કાશ્મીરમાં આવેલો છે. પર્વત માર્ગ એકલો સાંકડો છે કે એક જ કાર પસાર થઇ શકે છે, તેને વિશ્ર્વના ખતરનાક માર્ગ તરીકે પણ ઓળખાય છે. આ હાઇવે પવન, તોફાન, બરફ, હવામાન સાથે રસ્તાને કાદવવાળો અને દુર્ગંમ બનાવતો હોવાથી ઘણીવાર વર્ષના 6 મહિના બંધ રહે છે. શ્રીનગર અને લેહ વચ્ચેના ભારતીય રાષ્ટ્રીય ધોરી માર્ગ પર જવું હોય તો ફોર વ્હીલ ડ્રાઇવ જ અનુકુળ રહે છે. કારકોરમ હાઇવેનું કામ 1966માં શરૂ થયુંને 1979માં પુરૂં થયું પણ તેને 1986માં ખુલ્લો મુકાયો હતો. આ હાઇવેની વિશ્ર્વની આઠમી અજાયબી પણ કહેવાય છે.

‘રોડ ઓફ ધ ડેથ’ તરીકે જાણીતો યુંગાસ હાઇવે !!

આપણે આપણાં રોજીંદા જીવનમાં મોટાભાગના રસ્તાઓ ઉપર દરરોજ વાહન ચલાવીએ છીએ તે સરળ અને સિધા હોય છે પણ વિશ્વના કેટલાક રસ્તાઓ એટલા જોખમીને ખતરનાક હોય છે કે તમારે વાહન ચલાવવા સ્ટીલની છાતી જોઇએ. વિશ્ર્વના ટોપ થ્રી ખતરનાક હાઇવેમાં પ્રથમ સ્થાને એટલે કે વિશ્વનો સૌથી ખતરનાક હાઇવેમાં બોલિવિયા દેશનો યુંગાસ હાઇવે આવે છે જેને ‘રોડ ઓફ ડેથ’ પણ કહેવાય છે. આપણને વિશ્વાસ ન આવે તેટલા ઉંચા મૃત્યુદર માટે તે જાણીતો બન્યો છે. દરેક જગ્યાએ જોખમી વણાંકો અને વિવિધ ડેન્જરના સાઇન બોર્ડ લગાડેલ હોવા છતાં દર વર્ષે 300થી વધુ લોકો મૃત્યું પામે છે એટલે કે દરરોજ એક વ્યક્તિ !! આ હાઇવે 11,500 ફૂટ તો ઉતરાણ ધરાવે છે. જેના રસ્તાનો ભાગ માત્ર 9 ફૂટ પહોળો છે. વરસાદી વાતાવરણમાં રસ્તાની ધાર ધોવાઇ જવાથી વાહનો ખીણમાં પડી જાય છે. આ ખીણ 3 હજાર ફૂટ ઉંડી હોય છે જેથી બચાવ કાર્યમાં કે વાહનને બહાર કાઢવામાં પારાવાર મુશ્કેલી પડે છે. વિશ્વભરમાં આ રોડને “મૃત્યુનો માર્ગ” પણ કહેવાય છે.

Whatsapp Image 2022 07 13 At 12.57.11 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.