Abtak Media Google News

સર્પ દંશથી  કણસતા માસુમને  પોલીસમેન પોતાની કારમાં હોસ્પિટલ પહોચાડયો

“ન જાણ્યું જાનકીનાથે કે કાલે સવારે શું થવાનું !” તેવી જ ઘટના કુકાવાવ તાલુકાના દેવગામમાં બની હતી.મધ્યપ્રદેશ ના ખેત મજુરી કરતા શ્રમિક પરિવારના ચાર વર્ષના માસુમ બાળક ને સર્પે દંશદેતા ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત ગંભીર જણાતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી પરંતુ ખરા ટાણે જ નગરપાલિકાની કે સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ હાજર ન હોય શિવમ ટ્રસ્ટ દ્વારા પોલીસ મેન ની ગાડીની મદદથી માસુમ બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી ઉમદા સેવાનું કામ કર્યું હતું.પ્રાપ્ત વિગત મુજબ કુકાવાવ તાલુકાના દેવગામે મજૂરી કામ કરતા મૂળ એમપીના સુનિલભાઈ દેસાઈ ના ચાર વર્ષના માસુમ પુત્ર રાજવીરને સર્પે દંશ દેતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા માસુમ બાળક રાજવીર જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો હોય તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાની તાતી જરૂરિયાત હતી પરંતુ ખરા ટાણે જ સરકારી હોસ્પિટલની કે નગરપાલિકાની એમ્બ્યુલન્સ હાજર ન હતી જે વાતની જાણ શિવમ  સેવા ટ્રસ્ટ ના દિનેશભાઈ માધડ ને થતા તેઓ અન્ય વાહન ની વ્યવસ્થા કરવા લાગ્યા હતા.આ વેળા   સીટી પોલીસના કોન્સ્ટેબલ વિશાલભાઈ ગઢાદરા હોસ્પિટલ મા હાજર હોય પોતાની નવી   શ20 ગાડી ની ચાવી દિનેશભાઈ ને આપતા માસુમ બાળકને શ્રીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો.

શ્રમિક પરિવાર પાસે સારવારના પૈસા પણ ન હતા જે અંગે શ્રીજી હોસ્પિટલના તબિયત ડોક્ટર પિયુષ સુખવાલા ને જાણ કરવામાં આવતા ડોક્ટર પીયુષ સુખવાલા એ પણ દરિયા દિલી દાખવી કોઈ પણ ફી લીધા વગર તત્કાલ સારવાર શરુ કરતા માશુમ નો જીવ બચી જવા પામ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.