Abtak Media Google News

પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી કોટડા સાંગાણીના એક અને મોટા ઉમવાડાના બે કામાંધોની ધરપકડ: ત્રણેય શખ્સોએ છરી બતાવી દુષ્કર્મ આચરી રૂા.600ની લૂંટ ચલાવ્યાની કરી કબુલાત

ગોંડલથી મોટા ઉમવાડા તરફ જતા માર્ગ પર હનુમાનજી મંદિર પાસે પ્રેમીને મળવા તરૂણ વયની પ્રેમિકા પર ત્રણ નરાધમોએ છરી બતાવી પ્રેમીની નજર સામે સામુહિબક બળાત્કાર ગુજારી રૂા.600ની લૂંટ ચલાવવાના ગુનામાં સંડોવાયેલા કોટાડા સાંગાણીના એક અને મોટા ઉમવાડાના બે શખ્સોને ગોંડલ પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી ગણતરીકની કલાકોમાં ઝડપી આકરી પૂછપરછ કરી કાયદાના પાઠ ભણાવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલની 15 વર્ષ અને 8 માસની તરૂણીને ગોંડલના જ યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી બંને પ્રેમી પંખીડા ગઇકાલે બપોરે ગોંડલથી મોટા ઉમવાડા તરફ જતા માર્ગ પર હનુમાનજી મંદિર નજીક અવાવરૂ જગ્યાએ મળવા ભેગા થયા હતા. તરૂણી પોતાના પ્રેમી સાથે આકાંતમાં પ્રેમાલાપ કરી રહ્યા હતા ત્યારે બાઇક પર ત્રણ સવારીમાં નીકળેલા શખ્સોની દાનત બગડી હતી. ત્રણ શખ્સો પૈકી એક શખ્સે છરી બતાવી યુવકની હત્યા કરવાની ધમકી દઇ તરૂણીને ઢસડીને 300 મીટર દુર લઇ ગયા બાદ બે શખ્સોએ નિર્દયતાથી દુષ્કર્મ આચર્યુ હતુ અને એક શખ્સે બિભત્સ અડપલા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ગોંડલ શહેર પોલીસ મથકના પી.આઇ. મહેશ સંગાડા, એએસઆઇ શક્તિસિંહ જાડેજા, અમરદીપસિંહ જાડેજા અને જયદીપસિંહ ચૌહાણ સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેજની મદદથી કોટડા સાંગાણીના અજયનાથ દિનેશનાથ માંગરોળીયા, મોટા ઉમવાડાના મુકેશનાથ ગુલાબનાથ લકુમ અને સંજયનાથ ગુલાબનાથ માંગરોલીયા નામના શખ્સોને ઝડપી લીધા હતા.

હેવાનીય ભર્યુ કૃત્ય આચરવાના ગુનામાં ઝડપાયેલા મુકેશનાથ લકુમ, સંજયનાથ માંગરોળીયા અને અજયનાથ માંગરોળીયાની પોલીસે આકરી પૂછપરછ કરતા ગઇકાલે બપોરે મોટા ઉમવાળા રોડ પર હનુમાનજી મંદિર પાસે પ્રેમી યુગલ બેઠા હોવાથી બાઇક ઉભુ રાખી પ્રેમી યુવકના હાથ પર છરીનો છરકો કરી ડરાવી તરૂણીને શરીર સંબંધ બાંધવા ફર પાડી હતી. તરૂણીએ પોતાના પ્રેમીનો જીવ બચાવવા ત્રણેય હવસખોરોના તાબે થઇ જતા તરૂણીની ચુંદડી પાથરી તેના પર સુવડાવી મુકેશનાથ લકુમ અને અજયનાથ માંગરોળીયાએ દુષ્કર્મ આચર્યાની અને સંજયનાથ માંગરોળીયાએ બિભત્સ અડલા કર્યા બાદ યુવકના ખિસ્સામાંથી રૂા.600 બળજબરીથી પડાવી ભાગી ગયા હતા.તરૂણીએ મોટા ઉમવાળાથી ગોંડલ પોતાના ઘરે આવી પરિવાર સમક્ષ કરૂણ આપવિતી વર્ણવતા તરૂણીનો પરિવાર પોલીસ મથકે દોડી ગયો હતો. પોલીસ સમક્ષ ફરિયાદ જાહેર કર્યા બાદ પોતાની આબરૂ બચાવવા ફરિયાદ ન કરવા જણાવ્યું હતુ ત્યારે પોલીસ સ્ટાફે સધિયારો આપી તરૂણી અને તેના પ્રેમીના નામ જાહેર ન થાય તે માટે પુરી તકેદારી રાખવાની ખાતરી આપ્યા બાદ તરૂણીની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.