Abtak Media Google News

રૂ. 4 હજારની લેતી દેતીના મામલે બે શખ્સોએ છરીના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું : બંનેની ધરપકડ

રાજકોટમાં અમીન માર્ગ નજીક અક્ષર માર્ગ રોડ ઉપર બુધવારે સાંજના સમયે પૈસાની લેતી દેતી ના મુદ્દે બે શખ્સોએ સરાજાહેર એક પટેલ યુવાનને છરીના ઘા ઝીંકી દેતા તેને ગંભીર રીતે ઈજા પહોંચતા તત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ગઈકાલ મોડી રાતે મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે. જ્યારે પોલીસે ગઈકાલ રાત્રે જ બંને શખ્સોની ધરપકડ કરી હતી બાદ બંને વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથધરી છે.

બનાવ અંગેની મળતી માહિતી મુજબ મવડી રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક પાસે રીયલ પ્રાઇમ એપાર્ટમેન્ટમાં રહેતા મૌલિકભાઈ ચંદુભાઈ કાકડીયા નામના 32 વર્ષીય પટેલ યુવાન બુધવારે સાંજના સમયે અમિન માર્ગ પર હતો ત્યારે તેને પૈસા લેતી દેતી ના પ્રશ્નો હાર્દિકસિંહ જાડેજા અને દીપ લાઠીયા નામના શખ્સો સાથે ઝગડો થયો હતો જેમાં બંને શખ્સોએ ઉશ્કેરાઈ મૌલિકને સરા જાહેર શરીરના છરીના ચારથી પાંચ ઘા ઝીંકી દેતા તેને ગંભીર રીતે ઈજા પહોંચતા તત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ગઈકાલ મોડી રાત્રીના સારવાર દરમિયાન મોત નીપજતા આ બનાવો અત્યારમાં પલટાયો છે જ્યારે પોલીસે ગઈકાલ રાત્રે જ બંને આરોપીઓની ધરપકડ કરી હતી. માલવિયા નગર પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર મૃતક મૌલિકને હાર્દિકસિંહ જાડેજા પાસેથી રૂ.4,000 લેવાના હોવાથી તે અમીન માર્ગ ઉપર ગયો હતો. જ્યાં બંને શખ્સોએ મૌલિક સાથે ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા મૌલિકનું ગઈકાલ મોડીરાત્રીના મોત નીપજ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.