Abtak Media Google News

વરસાદને કારણે બાંધકામ બંધ હોવાથી જાનહાની ટળી

ખોડીયાર નગર મેઇન રોડ પર બની રહેલા સાત મકાનો ના સ્લેબ  એક સાથે ધડાકાભેર ધરાશય થતા લોકો દોડી ઊઠ્યા હતા.નશીબજોગે વરસાદ ને કારણે  ચણતર કામ બંધ હોય જાનહાની ટળી હતી.પ્રાપ્ત વિગત મુજબ ખોડીયાર નગર  મેઇન રોડ પર  આવેલી એંજલ રેસીડેન્સી માં રાધે ડેવલોપસઁ દ્વારા એકજ લાઇન માં સાત ડુપલેક્ષ મકાનો બની રહ્યા હોય બપોર નાં ચાર ના સુમારે અચાનક  સાતેય મકાન નાં સ્લેબ ધડાકાભેર ધરાશય થતા આસપાસ ના રહીશો દોડી ઊઠ્યા હતા. વરસાદ ને કારણે બાંધકામ બંધ હોય કોઈ જાનહાની થવા પામી નથી.ચારસો બાસઠ વાર જમીન માં   ત્રણ બેડ,હોલ કીચન સાથે બે માળ ના સાત ડુપ્લીકક્ષ બનાવી રહેલા બિલ્ડર ધવલભાઇ વઘાશીયા એ જણાવ્યુ કે સાતેય મકાન માં પાણી ની પાઇપલાઇન ફીટ કરવા દિવાલ માં ઘીસી પાડી હોય દિવાલો ડેમેજ થઈ હોય સ્લેબ તુટી પડ્યા છે.વધુ માં સતત વરસાદ વરસતો હોય સ્લેબ બેસી ગયો હતો. અલબત્ત વરસાદ ને કારણે બાંધકામ બંધ હોય મજુરો હાજર ના હોય જાનહાની થઈ નથી.

Img 20220714 Wa0237

સુત્રો નાં જણાવ્યા અનુસાર બે દિવસ પહેલા સીડી રુમ નાં સ્લેબ ની ભરાઇ કરવા ની હતી.પણ વરસાદ ને કારણે ભરાઇ મુલ્તવી રાખી હતી.ત્યાં આજે પહેલા માળ ના સ્લેબ ધરાશય થયા હતા.એકઠા થયેલા લોકો મા ચર્ચાતી વિગતો મુજબ લોટ પાણી ને લાકડા જેવા નબળા બાંધકામ ને કારણે ચાલુ બાંધકામ વેળા જ સ્લેબ ધરાશય થયા છે.બિલ્ડર દ્વારા એક મકાન ની કિંમત અંદાજે ચાલીસ લાખ મુકાયા નુ જાણવા મળ્યુ હતુ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.