Abtak Media Google News

ગ્રામ્ય પંથકમાં લોકોના આરોગ્ય સાથે ચેા કરતો પ્રૌઢ ઝડપાયો: 9300 ની દવા કબ્જે

વિંછીયા તાલુકાના ગુંદાળા ગામે આરોગ્ય સાથે ચેડા કરતા ધો. 1ર પાસ પ્રૌઢને એસ.ઓ.જી. ના સ્ટાફે ઝડપી પાડી રૂ. 9747 ની કિંમતની એન્ટીબાયોટીક ની દવાઓ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

વધુ વિગત મુજબ રાજકોટ જીલ્લામાં બોગસ તબીબોના રાફડો ફાટયો અને તેને કડક હાથે ડામી દેવા જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે આપેલી સુચનાને પગલે એસઓજી ના પી.આઇ. એસ.એમ. જાડેજા સહીતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધયું હતું.પેટ્રોલીંગ દરમિયાન જસદણના સ્વામીનારાયણ નગર-3 માં રહેતા રમેશ ભગવાનભાઇ બાવળીયા  નામના પ્રૌઢ વિછીયા તાલુકાના ગુંદાળા (ગઢ) ગામે ડીગ્રી વગર કલીનીક ચલાવતા હોવાની કોન્સ્ટેબલ હિતેશભાઇ અગ્રાવત, જયવીરસિંહ રાણા  અને રણજીતભાઇ ધાધલને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.

રમેશ બાવળીયાની ધરપકડ કરી 9747 ની કિંમતની દવાઓ કબ્જે કરી પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા શખ્સ ઘણા સમયથી ઘરે જઇને દર્દીઓની સારવાર કરતો હતો પરંતુ ત્રણ ચાર માસથી કલીનીક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.