Abtak Media Google News

સમાજના સંમેલનમાં ગામે ગામથી લોહાણા અગ્રણીઓ  સહિતના હાજર રહ્યા

વાંકાનેરના જીતુ સોમાણીના સમર્થનમાં યોજાયેલા સંમેલનમાં ભાજપ ઉપર અગ્રણીઓ આક્ષેપ કર્યો, આગામી ચૂંટણીમાં જીતુ સોમણીને ભજપમાંથી ટિકટ નહિ મળે તેવા એંધાણથી ભાજપને સમાજની એકતા દેખાડવા આ શક્તિ પ્રદર્શન યોજાયું

મોરબી રાજપર ગામે રઘુવંશી સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું. વાંકાનેરના જીતુ સોમાણીના સમર્થનમાં યોજાયેલા સંમેલનમાં ભાજપ ઉપર રઘુવંશી સમાજના અગ્રણીઓ આક્ષેપ કર્યો હતો. આગામી ચૂંટણીમાં જીતુ સોમણીને ભજપમાંથી ટિકટ નહિ મળે તેવા એંધાણથી ભાજપને સમાજની એકતા દેખાડવા આ શક્તિ પ્રદર્શન યોજાયું હતું.

મોરબી રાજપર ગામ ખાતે  રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા એકતા મહાસંમેલન યોજાયુ હતું. ગુજરાતભરમાંથી રઘુવંશીઓ મોરબી ખાતે એકઠા થયા હતા. કમીજળા મુકામે પૂ.ભાણસાહેબની જગ્યાના પૂ.જાનકીદાસબાપુ હાજર રહ્યા હતા. મોરબી ખાતેના આ સંમેલનમાં મોરબી ,રાજકોટ લોહાણા સમાજ , વાંકાનેર લોહાણા સમાજ ,ટંકારા લોહાણા સમાજ, હળવદ લોહાણા સમાજ, પડધરી લોહાણા સમાજ, આમરણ લોહાણા સમાજ સહિતના જુદા જુદા ગામના આગેવાનો હાજર રહીને ખાસ કરીને ભાજપ ઉપર સીધી અને આડકતરી રીતે આકરા પ્રહારો કર્યા હતા. વિધાનસભા ચૂંટણી પહેલા આ સંમેલન રાજકીય દ્રષ્ટિએ અતિ મહત્વનું ગણાય છે. રઘુવંશી સમાજ દ્વારા જીતું સોમણીને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે. ભાજપના આંતરિક વિખવાદ બાદ આ સંમેલનો રાજ્યના તમામ જીલ્લાઓ માં યોજાય તેવી શક્યતા છે. આ સંમેલનની શરૂઆત વાંકાનેર જીતુ સોમણીના હસ્તે કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.