Abtak Media Google News

અંગ્રેજીમાં ફાંફા છે તો પણ વાંધો નહિ….

રાજ્યમાં સૌપ્રથમવાર ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીની 120 સીટો પર માતૃભાષા ગુજરાતીમાં કોર્ષ શરૂ થશે

ગુજરાતમાં અભ્યાસ ક્ષેત્રે હવે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે હવે વિદ્યાર્થીઓ માટે એક નવી સુવિધા ઊભી કરવામાં આવી છે. હાલમાં ગુજરાતના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ માત્ર અંગ્રેજી ભાષામાં જ ભણી શકે છે, પરંતુ હવે ગુજરાતમાં પહેલીવાર એન્જિનિયરિંગ ગુજરાતી ભાષામાં ભણી શકાય એવી સુવિધા કરવામાં આવી છે. હવે રાજ્યમાં પ્રથમ વખત ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનો કોર્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે જો અંગ્રેજીમાં ફાંફા હોય તો પણ વાંધો નહિ, વિધાર્થીઓ હવે ગુજરાતીમાં જ કરી શકશે એન્જીનિયરિંગ જીટીયુને સંગ.

રાજ્યમાં 132 એન્જિનિયરિંગ કોલેજ, 100 જેટલી પોલિટેક્નિક, 65 ફાર્મસી, 75 મેનેજમેન્ટની કોલેજ છે. તમામ જગ્યાએ એન્જિનિયરિંગનો કોર્સ અંગ્રેજી માધ્યમમાં થાય છે. ગત વર્ષે અઈંઈઝ દ્વારા દેશભરમાં એન્જિનિયરિંગનો કોર્સ જે-તે રાજ્યની ભાષામાં શરૂ કરવા જણાવ્યું હતું, જેને લઈને ૠઝઞ એ તમામ કોલેજને પત્ર લખ્યો હતો, પરંતુ કોઈ ગુજરાતીમાં કોર્સ શરૂ કર્યો નહોતો. તમામ કોલેજની આ બેઠક ના ભરાય એવો ડર હતો, જેને કારણે ૠઝઞએ પોતાની જ મહેસાણા ખાતે આવેલી સંસ્થામાં 120 બેઠક પર એન્જિનિયરિંગ કોર્સ શરૂ કરવાનું નક્કી કર્યું છે. સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગની 30-30 એમ 120 બેઠક પર ગુજરાતીમાં એન્જિનિયરિંગ ભણાવવામાં આવશે.

આ વર્ષથી જ ૠઝઞમાં ગુજરાતીમાં એન્જિનિયરિંગ માટે એડમિશન પણ આપવામાં આવશે. એડમિશન પ્રક્રિયા અઈઙઈ દ્વારા કરવામાં આવશે. અત્યારે 120 સીટ પર મંજૂરી મળી છે, જેથી 120 સીટ પર એડમિશન આપવામાં આવશે. ૠઝઞના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે અમે અગાઉ અનેક કોલેજની પત્ર લખીને ગુજરાતીમાં એન્જિનિયરિંગ શરૂ કરવા અપીલ કરી હતી, પરંતુ કોઈએ શરૂ ના કર્યું, જેથી અમે જ અમારી મહેસાણાની કોલેજમાં 120 સીટ પર શરૂ કર્યું છે. ગામડાંના અનેક વિદ્યાર્થીઓ અંગ્રેજીને કારણે એન્જિનિયરિંગ કરતા નથી તો એ પણ ગુજરાતીમાં એન્જિનિયરિંગ ભણી શક્શે. ગુજરાતીમાં એન્જિનિયરિંગ કરતા ટોપર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ આપવામાં આવશે. અનેક વિદ્યાર્થીઓ માત્ર અંગ્રેજીને કારણે એન્જિનિયરિંગ કરતા નથી. આ કરવાથી ગુજરાતી માધ્યમમાં એન્જિનિયરિંગ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને એક તક મળશે. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં રોજગારીની પણ તક મળશે.

ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ભણવાની તક મળશે

આ અંગે જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે અનેક નાના દેશ પોતાની ભાષામાં એન્જિનિયરિંગ ભણાવે જ છે. અમે નિષ્ણાતોનો અભિપ્રાય લીધો જ છે. આ ઉપરાંત ગામડાના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ભણવાનો લાભ મળે એ ધ્યાનમાં રાખીને એન્જિનિયરિંગ કોર્સ શરૂ કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.