Abtak Media Google News

કંપની દ્વારા સેબીમાં DRHPફાઇલ કર્યું

સિગ્નેચર ગ્લોબલ (ઇન્ડિયા) લિમિટેડ (સિગ્નેચર ગ્લોબલ)એ રૂ. 1000 કરોડના આઇપીઓ માટે 12 જુલાઈ, 2022ના રોજ મૂડીબજાર નિયમનકાર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આ ઓફરમાં રૂ. 750 કરોડનો ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) અને રૂ. 250 કરોડની વેચાણ માટેની ઓફર (ઓએફએસ) સામેલ છે.

સિગ્નેચર ગ્લોબલ દિલ્હી-એનસીઆરમાં સૌથી મોટી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે, જે વર્ષ 2019થી વર્ષ 2021 વચ્ચે સપ્લાય કરેલા યુનિટ (રૂ. 80 લાખથી ઓછી કિંમતની કેટેગરીમાં)ની દ્રષ્ટિએ વાજબી અને મિડ સેગમેન્ટ હાઉસિંગ પર કેન્દ્રિત હતી.

કંપનીએ વર્ષ 2014માં એની પેટાકંપની સિગ્નેચર બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હરિયાણાના ગુરુગ્રામમાં 6.13 એકર જમીન એક્વાયર કરીને એના સોલેરા પ્રોજેક્ટ સાથે કામગીરી શરૂ કરી હતી. કંપની આ વર્ષો દરમિયાન એની કામગીરી વધારી છે અને દાયકાથી ઓછા સમયમાં 31 માર્ચ, 2022 સુધી સિગ્નેચર ગ્લોબલે દિલ્હી-એનસીઆર રિજનની અંદર 23,453 રેસિડેન્શિયલ અને કમર્શિયલ યુનિટનું વેચાણ કર્યું હતું, જેમાંથી 21,478 રેસિડેન્શિયલ યુનિટ હતા, જેની સરેરાશ વેચાણ કિંમત યુનિટદીઠ રૂ. 28.1 લાખ હતી. કંપનીનું વેચાણ નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 440.57 કરોડથી 142.47 ટકાના સીએજીઆરના દરે વધીને નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 2,590.22 કરોડ થયું છે.

કંપનીએ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ચોખ્ખા ફંડનો ઉપયોગ આ માટે કરવાની દરખાસ્ત રજૂ કરી છે: ચોક્કસ ઋણની ચુકવણી કરવા, પેટાકંપનીઓ સિગ્નેચર ગ્લોબલ હોમ્સ, સિગ્નેચર ઇન્ફ્રાબિલ્ડ, સિગ્નેચર ગ્લોબલ ડેવલપર્સ અને સ્ટર્નલ બિલ્ડકોન માટે ફંડ ઉમેરવા, પેટાકંપનીઓના ઋણની ચુકવણઈ કરવા, જમીનના સંપાદન દ્વારા ઇનઓર્ગેનિક વૃદ્ધિ માટે અને સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે વેચાણ માટેની ઓફરમાં પ્રમોટર વિક્રેતા શેરધારક – સર્વપ્રિય સીક્યોરિટીઝ લિમિટેડ દ્વારા રૂ. 1.25 કરોડના કુલ ઇક્વિટી શેર (ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 1) અને રોકાણકાર વિક્રેતા શેરધારક – ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા રૂ. 125 કરોડના ઇક્વિટી શેર સામેલ છે.

સિગ્નેચર ગ્લોબલ એફોર્ડેબલ હાઉસિંગ પોલિસી (એએચપી) અને દીનદયાળ જન આવાસ યોજના (ડીડીજેએવાય)ને ટેકો આપતી ભારત સરકાર અને હરિયાણા રાજ્ય સરકારની નીતિઓ પર વ્યૂહાત્મક રીતે કેન્દ્રિત છે. સિગ્નેચર ગ્લોબલના પૂર્ણ થયેલા, હાલ ચાલુ અને આગામી મોટા ભાગના પ્રોજેક્ટનો 84.78 ટકા વેચી શકાય એવો એરિયા હરિયાણામાં ગુરુગ્રામ અને સોહનામાં સ્થિત છે. ગુરુગ્રામમાં વેચાણની દ્રષ્ટિએ સિગ્નેચર ગ્લોબલનો એફોર્ડેબલ અને મિડ સેગમેન્ટમાં બજાર હિસ્સો 40 ટકા છે તથા વર્ષ 2019થી વર્ષ 2021ના ગાળામાં તમામ બજેટ કેટેગરીઓમાં 29 ટકા હિસ્સો છે.

ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) છે – આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.