Abtak Media Google News

સહકાર ભારતી દ્વારા સહકાર સંમેલન સંપન્ન ગામે ગામથી અદનાથી લઇ માંધાતાઓની હકડેઠઠ મેદની ઉમટી

સહકાર ભારતી રાજકોટ મહાનગર દવારા, રાજકોટ નાગરીક સહકારી બેક લિ., અરવિંદભાઈ મણીઆર નાગરીક સેવાલયના લક્ષમણરાવ ઈનામદાર પ્રશિક્ષાણ કેન્દ્ર, 1પ0 ફુટ રીંગ રોડ, ખાતે સહકાર સંમેલન યોજાયુ હતું અને તેમાં ગામે-ગામથી વિવિધ સહકારી માંધાતાઓથી લઈ નાનામાં નાના કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સહકાર સંમેલનમાં સહકારી આગેવાન, ગુજરાત સ્ટેટ એગ્રીકલ્ચર રૂરલ એન્ડ ડેવલપમેન્ટ બેંક (ખેતી બેંકના) ચેરમેન ડોલરભાઈ કોટેચાની રાષ્ટ્રીય સંસ્થા – એનસીઆરડીબીએફના ચેરમેન તરીકે ચુંટાતા જાહેર સન્માન કરાયું હતું.  આ પ્રસંગે સહકાર ભારતી (રાજકોટ મહાનગર), સેોરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેન્ક ફેડરેશન, રાજકોટ નાગરીક સહકારી બેંક લિ., વિજય કોમર્શિયલ કો-ઓપરેટવ બેંક લિ., અપના બજાર, ખેતી બેંક ઉપરાંત વિવિધ સહકારી સંસ્થાઓ, બેંકો દવારા ડોલરભાઈ કોટેચાનું શિલ્ડ મોમેન્ટો, પુસ્તક, ફુલ બુકે, શાલ ઓઢાડી ગરિમાપૂર્ણ સન્માન કરાયેલું હતું.

પ્રાસંગિક ઉદબોધનમાં ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે, ’જયારે સન્માન માટે ફોન આવ્યો એટલે તુરત જ મે હા પાડી. કારણ કે મારે સન્માન કરતા સહકારી માંધાતાઓ અને નાનામાં નાના સહકારી કાર્યકરોના આશીર્વાદ મેળવવા હતા.  બીજું, જો હું સહકાર ભારતીનો કાર્યકર ન હોત તો રાષ્ટ્રીય સ્તરે આટલી મોટી જવાબદારી ન મળત.  મારુ અસ્તિત્વ જ તેને આભારી છે.  મારા સહકારી ઘડતરમાં જયોતીન્દ્રભાઈ મહેતાનો અમૂલ્ય ફાળો છે.  બીજું નામ વિક્રમભાઈ તન્નાનું આવે.  આ સહુએ મને ચીવટ અને કાળજીથી કામ કરવાનું શીખવાડયું છે.

Untitled 1 550

સહકાર મંત્રાલયના નિર્માણથી કામકાજમાં સરળતા આવી છે : વિશાલભાઈ કપુરીયા

મને કહેતા ગર્વ થાય છે કે સહકાર ભારતીના વર્ષોના પ્રયત્નો અને સબળ રજુઆતને કારણે જ સહકાર મંત્રાલય અસ્તિત્વમાં આવ્યું છે.  ફરીથી સહુનો આભાર. જય સહકાર’સહકાર અગ્રણી જયોતીન્દ્રભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ’આજે સહકારી મેળો ભરાયો હોય તેવું લાગે છે.  ગામે-ગામથી સહકારી માંધાતાઓથી લઈ નાનામાં નાના કાર્યકરો એકઠા થયા  છે.  આપણે સહુ કાર્યકરો તન-મન અને ધનથી કામ કરીએ છીએ.  આ તકે અશ્વિનભાઈ મહેતા યાદ આવે છે કે મે પણ વકિલ સાહેબ સાથે કાર્ય કર્યું છે.  આપણે રાજકોટના વિકાસની વાત કરીએ તો શહેરના વિકાસમાં સહકારી ક્ષેત્રનું યોગદાન બહુમૂલ્ય છે.

સહકારથી સમૃદ્ધિ સાથે મળીને સાકાર કરીશુ : જયોતિન્દ્રભાઈ મહેતા

Untitled 1 553

સહકારી બેંકોની વાત કરીએ તો, 90 ટકા ધિરાણ રૂા. પ લાખથી ઓછી રકમનું કરવામાં આવે છે.  ભારતમાં 1,પ34 સહકારી બેંકો છે.  તેમાં પ7 મલ્ટી-સ્ટેટ અને શેડયુલ્ડ બેંકો છે.  ટાયર – 1 અર્થાત રૂા. 100 કરોડથી ઓછી મૂડી ધરાવતી 846 બેંકો છે.  80 ટકા બેંકો તો યુનિટ કે સીંગલ બેંક જ છે.  કે રવીન્દ્રનાથ ટાગોરને નોબલ પુરસ્કાર મળેલ અને તેની રકમ રૂા. 1 લાખ હતી. તે સમયે ટાગોરે તે રકમ તેના વતનની સહકારી સંસ્થાને અર્પણ કરી હતી.  આ છે સહકારી સાચી તાકાત.

નલીનભાઈ વસાએ જણાવ્યું હતું કે, ’નાના અને મધ્યવર્ગના જીવનમાં હકારાત્મક પરિવર્તન સહકારી ક્ષેત્ર આપે છે.  સહકારી બેકોની વાત કરીએ તો,  તેમા સ્થાનિક કર્મચારીઓ હોય, માતૃભાષામાં જ વહેવાર હોય, સંચાલક મંડળના સદસ્યો પણ સ્થાનિક જ હોય.  આથી સહકારી બેકો સાથે કામ કરવામાં લોકોને સાનુકૂળતા અને પોતિકાપણુ આવે છે.  સહકારી સંસ્થાઓ વચ્ચે પણ એકબીજાને મદદ કરવાની ભાવના છે.   વિનોદભાઈ બરોચીયાએ જણાવ્યું હતુ કે, ’કટોકટી સમયે સંખ્યાબંધ નેતાઓ અને કાર્યકરો મીસા હેઠળ જેલમાં હતા.  તેવા સમયે તા. 11 જાન્યુઆરી 1979 માં વકિલ સાહેબ દવારા સહકાર ભારતીની સ્થાપના થઈ.  સહકારી પ્રવૃતિ સદીઓથી દેશ-વિદેશમાં થતી જોવા મળે છે.  ભારતની વાત કરીએ તો, ગુજરાત-મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મહતમ ફેલાવો થયો છે.  ગામડે-ગામડે સોસાયટી છે.

સહકાર પ્રવૃત્તિનો મુખ્ય ઉદેશ જ છેવાડાના લોકો સુધી પહોંચવાનો છે : વિનોદભાઈ બરોચીયા

જીલ્લા રજીસ્ટ્રાર વિશાલભાઈ કપુરીયાએ જણાવ્યું હતું કે, ’આપણે જોયું કે સર્વપ્રથમ મૂડીવાદ, ત્યારબાદ સમાજવાદ અને ત્યારપછી સહકારવાદ.  સહકારી નીતિઓનું અમલીકરણ મહત્વપૂર્ણ બન્યું છે.

આ સંમેલનમાં ડોલરભાઈ કોટેચાનું ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું  જયોતિન્દ્રભાઈ મહેતા , નલીનભાઈ વસા, વિનોદભાઈ બરોચીયા, શૈલેષભાઈ ઠાકર, ડિરેક્ટરઓ,  જીવણભાઈ પટેલ, દીપકભાઈ મકવાણા,  કિર્તીદાન જાદવ,  માધવભાઈ દવે, દિનેશભાઈ પાઠક વિશાલભાઈ કપુરીયા, વિક્રમભાઈ તન્ના , ગોપાલભાઈ માકડીયા, વાઇસ ચેરમેન દિપકભાઈ પટેલ, ડો. મીનાબેન પટેલ  પુરુષોત્તમભાઈ પીપરીયા હારિતભાઈ મહેતા – જસાણી , રાણભાઈ, યજ્ઞેશભાઈ જોષી, વિનુભાઈ તન્ના, દિનેશભાઈ દેવાણી , મહેશભાઈ કોટક-નયનાબેન મકવાણા-મહેન્દ્રભાઈ શેઠ-જયંતભાઈ ધોળકીયા.

બધાને સાથે રહી બધાયે જીતવું તેનું નામ જ સહકાર : નલીનભાઈ વસા

Untitled 1 554

ડો.પ્રકાશભાઈ મોઢા, ડો. એનડી શીલુ,  ટપુભાઈ લીંબાસીયા,  હરગોપાલ સિંહ જાડેજા,નાથાભાઈ ટોળિયા, પ્રવિણભાઈ નિમાવત હરેશભાઈ પુજારા, હર્ષલભાઈ શાહ,  તીર્જરાજસિંહ ગોહેલ, ભાવેશભાઈ કનેરીયા , અતુલભાઈ નથવાણી, સંદિપભાઈ બાબરીયા,  વિભાભાઈ મિયાત્રા-મનવીરભાઈ મિયાત્રા, હિરાભાઈ જોગરાણા, ધર્મેશભાઈ ટાંક, તેજસભાઈ વ્યાસ, રાજેશભાઈ ત્રિવેદી ે તેમજ સહકારી અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

સંમેલનનો શુભારંભ મહાનુભાવો દવારા ભારત માતા, વકિલ સાહેબ અને અરવિંદભાઈ મણીઆરની તસ્વીરને દીપ પ્રાગટયથી થયો હતો.  સરળ સફળ સંચાલન ડો. એન.ડી.શીલુએ, સહકાર ગીત ડો. હિતેષભાઈ શુકલે અને આભાર દર્શન શ્રી પ્રવીણભાઈ નિમાવતએ કલ્યાણ મંત્ર નયનાબેનબેન મકવાણા ગાયુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.