Abtak Media Google News

દંડની રકમમાંથી મૃતકના પરિવારને 1 લાખનું વળતર: સાડા પાંચ વર્ષ પૂર્વેના બનાવમાં રાજકોટ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

અબતક, રાજકોટ

Advertisement

શહેરનાં 80 ફુટ રોડ પર આવેલા નટેશ્વર મહાદેવ મંદિર પાસે સાડા પાંચ વર્ષ પુર્વે સરાજાહેર યુવતીની હત્યાનાં ગુનાનો કેસ અદાલતમાં ચાલી જતા ન્યાયધીશે આરોપી પુર્વ પ્રેમીને આજીવન કેદ અને દંડ ટકારતો હુકમ કર્યો છે, દઁડની રકમમાંથી મૃતક પરિવારને એક લાખનું વળતર આપવા હુકમ કર્યો છે.

વધુ વીગત મુજબ મુળ અમરેલી જીલ્લાનાં ખાંભા તાલુકાનાં સમઢીયાળા ગામની વતની અને રાજકોટ શહેરનાં વાણીયાવાડી વીસ્તારમાં બહેન સાથે રહેતી ભાવીકા છગનભાઇ દાહ્ડા નામની 20 વર્ષીય યુવતીને ખાંભા તાલુકાનાં હાથસણી ગામનો ભાવેશ હીરા વેગડા નામનાં યુવાને છરીનાં ઘા ઝીકી કરપીણ હત્યા નીપજાવ્યાની મૃતકનાં બહેન પારલબેન છગનભાઇ દાડા એ ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

ખાંભા પંથકનાં યુવક – યુવતીની  આંખ મળી ગયા બાદ ભાવિકાએ સબંધ તોડી નાખતા ભાવીકે છરીનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારીતિ

પોલીસે ફરીયાદ પરથી ભાવેશ હીરા વેગડા સામે ક્લમ 302 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી પ્રાથમીક તપાસમાં આરોપી ભાવેશ વેગડા અને મૃતક ભાવીકા વચ્ચે મીત્રતા હતી. બાદ ભાવીકાએ સબંધ તોડી નાખતા ભાવેશને સાર નહી લાગતા જેનાં કારણે છરીનાં ઘા ઝીકી ટીમ ઢાળી દીધાની કબુલાત આપી હતી. તપાસ પુર્ણ થતા ભાવેશને જેલ હવાલે કર્યો હતો. અને તપાસનીસ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજુ કરી હતી.

સેશન્સ કોર્ટમાં કેસ કમીટ થતા જેની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજુઆત બાદ સરકાર પક્ષે એપીપી તરણ માથુર ઉપસ્થીત રહ્યા હતા. જેમાં 83 દસ્તાવેજી પુરાવા ફરીયાદી, તબીબ, તપાસનીસ અને નજરે જોનાર સહિત 30  સાહેદોની જુબાનીથી કેસની કડી મળતા આરોપીને સજા તરફ દોરી ગઇ તેમજ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલો અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાકેલા ચુકાદા ધ્યાને લઈ જજ બી.ડી. પટેલે ભાવેશ વેગડાને આજીવન કેદ અને દંડ ક્ટકારતો હુકમ કર્યો છે. દઁડની રકમમાંથી મૃતક પરિવારને એક લાખનું વળતર આપવા હુકમ કર્યો છે. સરકાર પક્ષે એપીપી તરૂણભાઇ માથુર હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.