Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

વાહન અને રહેવા સંબંધિત સમસ્યા થઈ શકે છે. શુભ સંદેશના આગમનથી ઉત્સાહ વધશે અને મિત્રોનો સહયોગ પણ મળશે. વ્યક્તિઓનો પણ સહયોગ મળશે. હાથમાં પૂરતી સંપત્તિ હોવા છતાં પારિવારિક અશાંતિ રહેશે. તેથી પહેલાં મહત્વપૂર્ણ નિર્ણયો ના લો. આજે તમે ભાગ્યશાળી થશો. સહજતાથી બધાં કામ સમયસર થતાં જોવા મળશે.

વૃષભ રાશિફળ (Taurus):

કાર્યક્ષેત્રમાં તમારી ધાક રહેશે અને એક પછી એક કેસ ઉકેલાશે. પેટ અને આંખોના દુ:ખાવાના કારણે આરોગ્ય પર અસર થશે જેના કારણે કાર્યક્ષેત્રમાં અસ્થિરતા રહેશે. સમયને અનુસરીને તમે પ્રગતિ કરશો, નહીં તો સમય તમને પાછળ છોડી દેશે. આજે તમને અજાણ્યા લોકોનો સહયોગ મળી શકે છે. શિવ નામનો જાપ કરવાથી થશે સમસ્યા દુર

મિથુન રાશિફળ (Gemini):

આજે તમે આર્થિક મામલે ચિંતા કરી શકો છો. પારિવારિક બાબતો અંગે પણ તમે મૂંઝવણમાં રહેશો. અતિશય ઉત્સાહ અને અજાણતાં પગલાં કામ બગાડી શકે છે. સારો સંદેશ પણ આવશે અને જૂના મિત્રોને મળશો. બિનજરૂરી શંકાઓથી બચો. ખોટી રીતે પૈસા કમાશો નહીં, ફાયદાને બદલે નુકસાન થશે. દંપતિની ખુશીમાં વધારો થશે. જટિલ કાર્યો ઉકેલાશે અને નફાકારક સાહસ ચલાવાશે. માનસિક ગૂંચવણોને કારણે માથાનો દુ:ખાવો થવાની સમસ્યા રહેશે અથવા સંતાન પક્ષની ચિંતા રહેશે.

કર્ક રાશિફળ (Cancer):

તહેવારોમાં ભાગ લેવાની તક મળશે પણ સામાજિક અંતરને ધ્યાનમાં રાખજો. તંદુરસ્ત ખોરાક લો, નિરાશાને તમારા મગજમાં ફેલાવા ના દેશો. સારા સમાચાર આવતા રહેશે, તેથી જે કાર્ય થવાની અપેક્ષા છે તે કરો. બાળક વિશે થોડી ચિંતા કરશો, પરંતુ સમજદારીપૂર્વક કામ કરો. પડોશીઓને કારણે થોડી મુશ્કેલીઓ આવી શકે છે. લાભકારક સમય છે, તમે કુશળતા અને વર્તનથી બધું મેળવી શકો છો.

સિંહ રાશિફળ (Leo):

કોઇ જૂની યોજનાને શરૂ કરવાનો યોગ્ય સમય છે. આજે કોઇ ખૂબ જ મોટી દુવિધા દૂર થશે. ઘરના વડીલ તથા અનુભવી લોકોના માર્ગદર્શનથી અનેક મુશ્કેલીઓનું સમાધાન મળી શકશે. અન્યના મામલે સલાહ આપવાથી તમે મુશ્કેલીમાં પડી શકો છો. સ્વભાવમાં ઇગો અને ગુસ્સાની સ્થિતિ આવવા દેશો નહીં. તેના કારણે અનેક બનતાં કામ ખરાબ થઇ શકે છે. કોઇપણ સંબંધને મધુર જાળવી રાખવા જરૂરી છે.

કન્યા રાશિફળ (Virgo):

કોઈના પર શંકાથી સમય અને પૈસાનું નુકસાન થશે. આયોજિત કાર્યક્રમો પણ સફળ થશે અને આર્થિક લાભ પણ મળશે. પૂર્વજો તરફથી લાભની આશા રહેશે. કોઈ જૂના મિત્રનું આગમન કૌટુંબિક વ્યસ્તતામાં વધારો કરશે. આજે તમારે પારિવારિક જીવનમાં સમન્વય વધારવો પડશે, મુશ્કેલીઓ આવી શકે છે. જોકે, આજે તમારું સન્માન પણ વધશે અને તમને અનપેક્ષિત લાભ પણ મળશે. વ્યવહારમાં સાવધાની રાખવી.

તુલા રાશિફળ (Libra):

મહેનત પછી ઇચ્છિત લાભ થશે, કામ સ્થગિત કરવાનું ટાળો. તમારે પણ ઘણી મુસાફરી કરવી પડી શકે છે, પરંતુ જો શક્ય હોય તો તેને ટાળો. તમારે કેટલાક અધૂરા કાર્યો સાથે કામ કરવું પડશે. સુખ અને દુ:ખને સમાન ગણવું, બધું નસીબ પર છોડી દો. તમારી ક્રિયાઓનો વિરોધ કરવામાં આવશે. પારિવારિક સમસ્યાઓ અંગે કોઈ ખોટો નિર્ણય લેવાનું મુશ્કેલ રહેશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

આજના દિવસે જેટલો સમય તમે એકલતામાં વિતાવશો જેથી એકાગ્રતા વધશે અને પ્રશ્નના જવાબ તમને મળી શકશે. વારંવાર કોશિશ કરવાથી માનસિક શાંતિ મળી શકે છે. ભવિષ્ય વિશે વિચાર કરીને તમે ઉર્જા બગાડી રહ્યા છો. આજનો દિવસ ભાગ્યોદય કારક રહેશે. તમારી વાતો તથા કાર્યશૈલી દ્વારા લોકો પ્રભાવિત થશે. દોડભાગ તો વધારે રહેશે, પરંતુ કાર્યોની સફળતા તમારા થાકને દૂર કરી દેશે. પ્રોપર્ટીને લગતાં કાર્યો પૂર્ણ થશે.

ધન રાશિફળ (Sagittarius):

બહાદુરી અને પ્રયત્નોની યોજના બનશે અને મિત્રોનો સહયોગ રહેશે. કોઈપણ કાયમી મિલકતના કૌટુંબિક વિવાદનું સમાધાન કરવું જરૂરી રહેશે. પારિવારિક વ્યવસ્થા કરવામાં વ્યસ્ત રહેશો. વિચાર કાર્ય સફળ થશે અને મિત્રોનો વિરોધ ઓછો થશે. જો તમારે તમારી અપેક્ષા મુજબ પરિણામ જોતું હોય તો વધારે મહેનત કરવી પડશે. તમે જે લક્ષ્ય રાખ્યું છે તે ઘણું મોટું છે અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારી ક્ષમતા ધીરે-ધીરે વધશે. ભવિષ્યની ચિંતા કર્યા વગર જ કોઈ કામ કરો.

મકર રાશિફળ (Capricorn):

મુશ્કેલીઓ સમાપ્ત થશે અને વિરોધી લોકો પણ પરાજિત થશે. બહારના ખોરાક અને પીણાથી દૂર રહેવાની સલાહ આપું છુ. નાણાકીય કારણોસર જીવન સાથીથી અંતર રહેશે, પરંતુ પ્રેમ યથાવત્ રહેશે. તમારા વિચારોમાંથી બહાર કાઢીને નવા વિચાર કરવાની કોશિશ કરો. તમારા જ વિચારોને વાસ્તવિક સમજીને પોતાની જાતને તકલીફ આપી શકો છો. મનમાં જે ડર છે તેનો સામનો કરીને જ આગળ વધી શકશો.

કુંભ રાશિફળ (Aquarius):

સખત મહેનત જરૂરી છે, તેનાથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે. તમારા માટે સક્રિય થયેલા વિરોધીઓ પણ પરાજિત થશે. તમને નિર્માણ કાર્યની જરૂરિયાત લાગશે. કોઈ સારા સમાચાર તમારા ઉત્સાહમાં વધારો કરશે. આ વાતનું ધ્યાન રાખો કે કોઇ પણ જગ્યાએ સહી ન કરો. કેમ કે, તેની ખરાબ અસર તમારા ઉપર જ થશે. પ્રોપર્ટીને લગતાં કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે. જેના કારણે ચિંતા રહેશે. આ સમયે ધૈર્ય જાળવી રાખવું યોગ્ય છે.

મીન રાશિફળ (Pisces):

સારા દિવસોનો સંયોગ મનને આનંદિત કરશે. ખર્ચા પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ છે. વિવિધ ક્ષેત્રે વેપાર અને વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની વિશ્વસનિયતામાં વધારો થશે. તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ પારિવારિક અને સામાજિક ગતિવિધિઓમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં મદદગાર રહેશે. પારિવારિક સભ્યો તથા સંબંધીઓ સાથે સંબંધ વધારે સારા જળવાયેલાં રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.