Abtak Media Google News

ચેરમેન મૌલેશ ઉકાણીના હસ્તે કલબ યુવીની કાયમીઓફીસનું ઉદધાટન

અબતક, રાજકોટ

2ાજકોટ શહે2માં કલબ યુવી નવરાત્રી મહોત્સવનું અલગ અંદાઝથી ભવ્યાતિભવ્ય, અદભુત આયોજન કરવામાં આવે છે, 11 વર્ષની  સફળતા બાદ કલબ યુવી નવરાત્રી મહોત્સવ 2022 ની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. 13 માં વર્ષે ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં નવરાત્રી મહોત્સવ માણે તે માટેનું જરમાન આયોજન થયું છે. રાજકોટ શહેરમાં સેકન્ડ 150 ફુટ રિંગ રોડ પર રાધીકા ફાર્મ હાઉસ ખાતે સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ વિશાળ મેદાનમાં સમગ્ર નવરાત્રી મહોત્સવ યોજાશે તેવી જાહેરાત તાજેતરમાં યોજાયેલી કલબ યુવીની મીટીંગમાં કરવામાં આવી હતી. અર્વાચીન રાસોત્સવ ક્ષેત્રે સૌરાષ્ટ્રભરમાં  આગવું નામ ધરાવતા કલબ યુવી નવરાત્રી મહોત્સવ કોરોનાકાળ ના બે વર્ષ્ જનહિતને ધ્યાનમાં 2ાખી મોકુફ રાખ્યા બાદ આ વર્ષ્ નવારંગ રૂપ સાથે કલબ યુવી નવરાત્રી મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. તાજેતરમાં જ રાજકોટના 150 ફુટ રિંગ રોડ પર નક્ષ્ત્ર હાઈટસની બાજુમાં કલબ યુવીના કાયમી કાર્યાલયનું કલબયુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીના હસ્તે ઉદધાટન ક2ી નવરાત્રી મહોત્સવ 2022 ના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા.

 

રાજકોટની ઉત્સવપ્રિય જનતામાં નવરાત્રીનું પારીવારીક આયોજન કરતી સંસ્થા કલબ યુવી મોખરાનું સ્થાન ધરાવે છે, રાજકોટના સેકન્ડ 150 ફુટ રિંગ રોડ પર રાધીકા ફાર્મ હાઉસ ખાતે કલબ યુવી દ્વા2ા તા. 298લ્2922 થી 94192922 દરમ્યાન રાજકોટના આંગણે પારીવારીક માહોલમાં યોજાનારા નવ2ાત્રી મહોત્સવની સમ્રગ પાટીદાર સમાજ  એક પર્વ ત2ીકે ઉજવણી થશે. જગત જનની ની ઉપાસના માટે પ્રાચીન સંસ્કૃતીને ધબક્તી રાખવા માટે કલબ યુવી સતત 13માંં વર્ષે અનેરૂ આયોજન થઈ રહયુ છે.

વાઈસ ચેરમેન સ્મિતભાઈ કનેરીયા એ જણાવ્યુ હતુ કે નવરાત્રી મહોત્સવ 2022 ને વધુ સારી રીતે હાઈટેક ટેકનોલોજી નો ઉપયોગ ક2ી વધુ સારામાં સારી રીતે ઉજવવા માટે ટ્રસ્ટી સેવક કાંતીભાઈ ધેટીયાના માગદર્શન હેઠળ કોર કમિટી કાર્યરત બનશે. પ્રમુખ ટ્રસ્ટી સેવક કાંતીભાઈ ધેટીયાએ જણાવ્યુ હતુ કે 2 વર્ષના અંતરાલ બાદ વર્ષ્ 2022 ની નવરાત્રી મહોત્સવ ને નવા રંગ રૂપ સાથે ભવ્યાતિભવ્ય રીતે ઉજવવા કલબ યુવી ના ટ્રસ્ટીઓ, કોર કમિટી, અને કમિટી મેમ્બર્સ સાથે મળીને તૈયારીઓનો શુભા2ંભ ર્ક્યો છે.

આ મીટીંગમાં કલબ યુવી ના બોર્ડ ઓફ ડાય2ેકટર્સ 0વનભાઈ વડાલીયા, એમ઼એમ઼ પટેલ, જવાહરભાઈ મોરી, કોર કમિટી ના સભ્યો સુ2ેશભાઈ ઓગણ:, પ્રફુલભાઈ કાથરોટીયા, સંદિપભાઈ માકડીયા, બિપીનભાઈ બેરા, તથા કલબ યુવીની કમિટીના સભ્યો ઉપસ્થિત 2હયા હતા. મીટીંગમાં કલબ યુવીના ટ્રસ્ટી સ્વ. ભૂપતભાઈ પાચાણી તથા મેનેજિંગ ડાય2ેકટ સ્વ. મહેન્દ્રભાઈ ફળદુને બે મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ ક2ી હતી. કાર્યક્રમનુંનું સંચાલન પ્રફુલભાઈ કાથરોટીયાએ તથા આભારવિધી જવાહરભાઈ મોટીએ કરી હતી. કલબ યુવીના કાયમી કાર્યાલય નક્ષ્ત્ર હાઈટસ પાસે, રૈયા ટેલીફોન એક્ષ્ચેન્જ સામે, પાણીના ટાંકા પાસે, 150  ફુટ રિંગ રોડ પરથી કલબ યુવીની તમામ પ્રવૃતીઓ કાર્યરત રહેશે.

કલબ યુવી પોતાની આગવી ઓળખને જાળવી રાખવા કટીબઘ્ધ છે: મૌલેશભાઇ ઉકાણી

કલબ યુવી નવરાત્રી મહોત્સવ અંગે તથા કાર્યાલયના શુભારંભ પ્રસંગે યોજાયેલી એક મીટીંગમાં કલબ યુવી ની ટીમને સંબોધતા કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી એ જણાવ્યુ હતુ કે સંપૂર્ણ પારીવારીક માહોલમાં ઉજવણીએ કલબ યુવી ની ઓળખ બની 2હી છે. છેલા 11 વર્ષ્ થી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરંતા રહયા છીએ ત્યારે આ વર્ષ્ પણ સંપૂર્ણ સલામતી સાથે કોઈપણ સમાજની બહેનલ્દિ કરી કલબ યુવીમાં ગરંબા રમવા આવે ત્યારર માતા પિતાને તેની ચિંતા રહેતી નથી કલબ યુવી પોતાની આ ઓળખને જાળવી રાખવા કટીબધ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.