Abtak Media Google News

ભારતે છ દિવસમાં કુલ 18 મેડલ મેળવ્યા જેમાં 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 7 બ્રોન્ઝનો સમાવેશ: દરરોજ મેડલની વર્ષા: મેડલ ટેલીમાં ભારત સાતમા ક્રમે

કોમનવેલ્થ ગેમ્સમાં બુધવારે ભારતને બે બ્રોન્ઝ અને એક સિલ્વર મેળવી લીધો છે અને દરરોજ મેડલ મેળવવાની પરંપરા યથાવત રાખી છે. વેઇટલિફ્ટર લવપ્રીત સિંહે 109 ઊંૠ વેટ કેટેગરીમાં આ બ્રોન્ઝ જીત્યો. તો ભારતીય જૂડો પ્લેયર તૂલિકા માને 78 ઊંૠ વેટ કેટેગરીમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. તે વિશ્વની નંબર-1 ખેલાડી સ્કોટલેન્ડની સારા એડલિંગ્ટન સામેનો મુકાબલો હારી ગઈ. આ પહેલાં તેને સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની સિડની એન્ડ્રયૂઝને 10-1થી હરાવી હતી અને ક્વાર્ટર ફાઈનલમાં મોરેશિયસની ટ્રેશી ડરહોનને હરાવી હતી.

સ્કવોશમાં સૌરવ ઘોષાલે ઈતિહાસ રચ્યો. તેને મહિલા અને પુરુષમાં મળીને સિંગલ્સ ઈવેન્ટમાં કોઈ પણ કોમવેલ્થ ગેમ્સમાં ભારત માટે પહેલો પદક જીત્યો છે. સૌરવે જેમ્સ વિલ્સટ્રોપને 3-0થી હરાવ્યો. પહેલી ગેમ સૌરવે 11-6થી પોતાના નામે કર્યો અને બીજી ગેમ પણ 11-1થી જીતી. ત્રીજી ગેમમાં સૌરવે વિલ્સટ્રોપને 11-4થી હરાવ્યો.ભારતીય પુરુષ હોકી ટીમે કેનેડાને 8-0થી કારમી હાર આપી છે. પહેલો ગોલ હરમનપ્રીત સિંહે કર્યો. તો બીજો ગોલ અમિત રોહિદાસે કર્યો. મેચના બીજા ક્વાર્ટરમાં લલિત ઉપાધ્યાય અને ગુરજંત સિંહે કેનેડાને બે ઝાટકા આપ્યા અને ભારત તરફથી ત્રીજો અને ચોથો ગોલ કરી દીધો. ત્રીજા હાફમાં આકાશદીપ સિંહે વધુ એક ગોલ કરતા 5-0થી આગળ હતું. ચોથા હાફમાં ભારતે ત્રણ અને ગોલ કર્યા. હરમનપ્રીત સિંહ, મંદીપ સિંહ અને આકાશદીપ સિંહે ગોલ કર્યા.

બુધવારે ભારતે બોક્સિંગમાં વધુ ત્રણ મેડલ સુનિશ્ચિત કર્યા છે. આજે પણ સાતમા દિવસે મેડલની વર્ષા થશે તે નક્કી છે. ભારતે છ દિવસમાં કુલ 18 મેડલ મેળવ્યા જેમાં 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 7 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.  દરરોજ મેડલની વર્ષાથી મેડલ ટેલીમાં ભારત સાતમા ક્રમે પહોંચી ગયું છે.

ગુરદીપ સિંહે 390 કિલો વજન ઉંચકી બ્રોન્ઝ મેળવ્યો

Weightlifting: Gurdeep Singh Won Bronze Medal, Another Success For India In Weightlifting | India Rag

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય વેઇટલિફ્ટર્સનું સારું પ્રદર્શન યથાવત છે. ગુરદીપ સિંહે 109 પ્લસ કિલોગ્રામ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 26 વર્ષીય ગુરદીપે સ્નૈચમાં 167 અને ક્લીન એન્ડ જર્કમાં 223 કિગ્રા સહિત કુલ 390 કિલો વજન ઉપાડ્યું હતું. ગુરદીપની શરૂઆત સારી રહી ન હતી. તેણે બીજા પ્રયાસમાં 167 કિલો વજન ઉપાડ્યું પરંતુ ત્રીજા પ્રયાસમાં 173 કિલો વજન ઉપાડી શક્યો નહોતો. ક્લીન એન્ડ જર્કમાં તેણે 207 કિલોગ્રામથી શરૂઆત કરી હતી પરંતુ 215 કિગ્રાના બીજા પ્રયાસમાં તે નિષ્ફળ ગયો હતો. તેણે ત્રીજા પ્રયાસમાં 223 કિલો વજન ઉપાડ્યું હતું.

વજન ઊંચકવામાં લવપ્રીતે શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું

Commonwealth Games 2022 : વેઈટલિફ્ટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, લવપ્રીત સિંહે જીત્યો બ્રોન્ઝ | Commonwealth Games 2022 : India Gets Another Medal In Weightlifting, Lovepreet Singh Wins ...

લવપ્રીત સિંહે કોમનવેલ્થના 109 કિલોગ્રામ વર્ગમાં ભાગ લીધો હતો અને કાંસ્ય પદક જીત્યો હતો. લવપ્રીતે કુલ 355 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. લવપ્રીતે સતત 6 પ્રયત્નોમાં સફળતા મેળવ્યા બાદ પણ ગોલ્ડ મેડલથી ચૂકી ગયો હતો. મેચમાં સફળ પ્રયાસો બાદ લવપ્રીતે મુસેવાલાને શ્રદ્ધાંજલિ આપતાં મુસેવાલાના અંદાજમાં જ સાથળ પર હાથ મારીને ઉજવણી કરી હતી. લવપ્રીત મુસેવાલાનો બહુ મોટો ફેન છે.

લવપ્રીત સિંહે વેટલિફ્ટીંગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને અપાલેલી આ સિદ્ધી બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લવપ્રીત સિંહને અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, “પ્રતિભાશાળી લવપ્રીત સિંહને પુરુષોની 109 કિગ્રા વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. યુવાન અને ગતિશીલ લવપ્રીતે તેના શાંત સ્વભાવ અને રમત પ્રત્યેના સમર્પણથી દરેકને પ્રભાવિત કર્યા છે. ભવિષ્યના તમામ પ્રયત્નો માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”

તુલિકા માનની જુડોની ફાઇનલ હાર: સિલ્વર મેડલ નામે કર્યો

Judo: Tulika Maan એ સિલ્વર મેડલ જીત્યો, જુડોના ઇતિહાસમાં ભારતનું સૌથી દમદાર પ્રદર્શન | Cwg 2022 Judo Tulika Maan Won The Silver Medal India'S Most Powerful Performance In The History Of Judo |

ભારતની તુલિકા માને જુડોમાં +78 કિલોગ્રામ વજન કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. તે ફાઇનલમાં સ્કોટલેન્ડની સારાહ એડલિંગ્ટન સામે હારી ગઇ છે. આ રીતે તુલિકાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જુડોમાં ત્રણ પ્રકારના સ્કોરિંગ છે. તેને ઇપ્પોન, વઝા-આરી અને યુકો કહેવામાં આવે છે. ઇપ્પોન ત્યારે થાય છે જ્યારે ખેલાડી હરિફ ખેલાડીને થ્રો કરે છે અને તેને ઉઠવા થવા દેતો નથી. ઇપ્પોન થવા પર એક ફૂલ પોઇન્ટ આપવામાં આવે છે. સારાએ આવી જ રીતે સેમિફાઇનલ જીતી હતી.આ પહેલા તુલિકાએ પણ વઝા-આરીથી પોઈન્ટ મેળવ્યા હતા. આમાં અડધો પોઈન્ટ આપવામાં આવ્યો છે. એક ખેલાડીને બે વાર વઝા-આરી માટે સંપૂર્ણ પોઈન્ટ મળે છે અને તે ખેલાડી વિજેતા બને છે. જો કે, તુલિકા બીજી વખત વઝા-આરી અથવા ઇપ્પોનને અજમાવી શકે તે પહેલા સારાએ ઇપ્પોન દ્વારા મેચ જીતી લીધી હતી.

બાર્બાડોઝને 100 રને હરાવી મહિલા ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાએ સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું

Renuka Singh Thakur Sportstiger

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા ટીમે બુધવારે રમાયેલી મેચમાં બાર્બાડોસને 100 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા માટે જેમીનાહે અણનમ અડધી સદી ફટકારી હતી. બોલિંગમાં રેણુકા ઠાકુરે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

તેણે 4 ઓવરમાં 10 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મેઘના સિંહ, સ્નેહ રાણા અને રાધા યાદવે પણ એક-એક વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઉંયળશળફવ છજ્ઞમશિલીયતએ શાનદાર પ્રદર્શન કરતા અણનમ અડધી સદી ફટકારી હતી. તેણે 46 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. ઓપનર શેફાલી વર્માએ 26 બોલમાં 43 રન બનાવ્યા હતા. દરમિયાન તેણે સાત ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. સ્મૃતિ મંધાના 5 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

હરમનપ્રીત કૌર ખાતું પણ ખોલાવી શકી નહોતી. દીપ્તિ શર્માએ 28 બોલમાં અણનમ 34 રન બનાવ્યા હતા. તાનિયા ભાટિયા 6 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

ભારતની મેન્સ-વિમેન્સ હોકી ટીમે કેનેડાને મ્હાત આપી

ભારતીય પુરુષ હોકી ટીમે કેનેડાને 8-0થી કારમી હાર આપી છે. પહેલો ગોલ હરમનપ્રીત સિંહે કર્યો. તો બીજો ગોલ અમિત રોહિદાસે કર્યો. મેચના બીજા ક્વાર્ટરમાં લલિત ઉપાધ્યાય અને ગુરજંત સિંહે કેનેડાને બે ઝાટકા આપ્યા અને ભારત તરફથી ત્રીજો અને ચોથો ગોલ કરી દીધો. ત્રીજા હાફમાં આકાશદીપ સિંહે વધુ એક ગોલ કરતા 5-0થી આગળ હતું. ચોથા હાફમાં ભારતે ત્રણ અને ગોલ કર્યા.

હરમનપ્રીત સિંહ, મંદીપ સિંહ અને આકાશદીપ સિંહે ગોલ કર્યા. ભારતીય મહિલા હોકી ટીમે રોમાંચક મેચમાં કેનેડાને 3-2થી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા માટે પહેલો ગોલ સલિમા ટેટેએ અને બીજો ગોલ નવનીત કૌરે તો ત્રીજો ગોલ લાલરેસમિયામીએ માર્યો. તો કેનેડા તરફથી પહેલો ગોલ બ્રિએન સ્ટેયર્સ અને બીજો ગોલ હન્ના હ્યૂને કર્યો.ભારત ગ્રુપમાં ચારમાંથી ત્રણ મેચ જીતવામાં સફળ રહ્યું છે. ભારતીય ટીમે ઘાનાને 5-0થી અને વેલ્સને 3-1થી હરાવ્યા હતા. તો ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

કોમનવેલ્થમાં આજે ભારતના મહત્વના મુકાબલા

  1. એથ્લેટીક્સ : મધરાત બાદ 12:12 વાગ્યે હિમાદાસ વિમેન્સ 200 મીટર હીટ, શ્રી શંકર અને મોહમુદ મેન્સ લોન્ગ જમ્પ ફાઇનલ
  2. બેડમિન્ટન : સિંગલ્સમાં આજે લક્ષ્યસેન વી.શમીદ, પી.વી.સિંન્ધુ વી.ફાતીમા રજાક
  3. લોનબોય : બોર્ગોહેન, વી.રોસ ડેવિસ (જર્સી), સાંજે 4 થી
  4. હોકી : ભારત વી.વેલ્સ, મેન્સ હોકીની લીગ મેચ સાંજે 6.30થી
  5. બોક્સિગં : અમિત પંઘાલ વિ. લેનન મ્યુલિગન (સ્કોટલેન્ડ), 51 કિગ્રાની ક્વાર્ટર ફાઇનલ, રોહિત ટોકાસ વિ.ઝેવિયર (નિયુ), 67 કિગ્રાની ક્વાર્ટર ફાઇનલ, સાગર અહલાવ વિ. એગ્નેસ (સેચેલેશ), રાત્રે 8:00થી. જેસ્મીન વિ. ગાર્ટન (ન્યુઝીલેન્ડ)ની ક્વાર્ટર ફાઇનલ સાંજે 6.15 થી
  6. પેરા વેઇટલિફ્ટિંગ : પ્રેમજીત કુમાર, રાત્રે 9:00થી સકિના ખાતુન, સાંજે 7.38થી મનપ્રીત કૌર, સાંજે 7.38 થી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.