Abtak Media Google News

ભારત ઓસ્ટ્રેલિયા સામે 3 ટી20 મેચ રમશે, જ્યારે દક્ષિણ આફ્રિકા સામે 3 ટી-20 અને 3 વનડે મેચ રમશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલુ સિરીઝનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ટીમ ઈન્ડિયા પોતાની હોમ સીઝનની શરૂઆત કાંગારૂ ટીમ સામે ટી20 સિરીઝથી કરશે. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા સામે ટી-20 અને વનડે સિરીઝ રમાશે. આ સમયગાળા દરમિયાન કુલ નવ મેચો રમાશે. ટી20 વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇએ ટી20 સિરીઝ માટે બે મોટી ટીમોને બોલાવી છે.

ટી 20 વિશ્વ કપ ઓસ્ટ્રેલિયા ખાતે રમાવાનો હોવાથી હાલ ભારતીય ટીમ ખૂબ ચુસ્ત રીતે તૈયારી કરવા માટે સજ થાય છે જેના માટે ભારતીય ટીમ હવે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે કુલ 6 ટી 20 મેચ રમશે જ્યારે આફ્રિકા સામે ત્રણ વન-ડે મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ભારતીય ટીમ અનેકવિધ ખેલાડીઓ નું ટેસ્ટિંગ પણ કરશે જે ખરા અર્થમાં વિશ્વ કપમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે અને ભારતીય ટીમને સર્વોચ્ચ શિખર સર કરાવવામાં મદદરૂપ સાબિત થાય.

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 અને વનડે મેચોની યાદી

મેચ                  તારીખ              સ્થળ

પેલો ટી20          28 સપ્ટેમ્બર     તિરુવનંતપુરામ

બીજો ટી20        2 ઓક્ટોબર     ગોહાટી

ત્રીજો  ટી20        4 ઓકટોબર     ઇનદોર

પ્રથમ વનડે          6 ઓક્ટોબર      લખનવ

બીજો વનડે         9 ઓક્ટોબર      રાંચી

ત્રીજો વનડે.        11 ઓક્ટોબર     દિલ્હી

ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી 20 મેચોની યાદી

મેચ                   તારીખ                સ્થળ

પેલો ટી20          20 સપ્ટેમ્બર         મોહાલી

બીજો ટી20       23 સપ્ટેમ્બર          નાગપુર

ત્રીજો  ટી20       25 સપ્ટેમ્બર          હૈદરાબાદ

ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી 20 મેચોની યાદી

મેચ                    તારીખ                    સ્થળ

પેલો ટી20          20 સપ્ટેમ્બર              મોહાલી

બીજો ટી20       23 સપ્ટેમ્બર                નાગપુર

ત્રીજો  ટી20       25 સપ્ટેમ્બર                હૈદરાબાદ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.