Abtak Media Google News

અત્યાર સુધીના 12 કેમ્પ માં કુલ 3858 લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું

સમગ્ર ગુજરાત ની નંબર 1 આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની 4 તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.4-8-2022  ગુરુવાર ના રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા 170 દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત 66 લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન  આવતીકાલે કરવા મા આવશે.

શ્રી  રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી  હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.પ્રવર્તમાન માસ નો કેમ્પ હીંમતલાલ ધનજીભાઈ રાઘુરા પરિવાર ના સહયોગથી યોજવા મા આવેલ હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત 11 માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ 3688 લોકોએ  લાભ લીધેલ છે તેમજ કુલ 1654 લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ 170 લોકોએ લાભ લીધો હતો તેમજ 66 લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવા માં આવશે.કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી, ફીરોઝ ભાઈ  તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-9825082468,  હરીશભાઈ રાજા-9879218415,   નિર્મિતભાઈ કક્કડ-9998880588, અનિલભાઈ સોમૈયા-8511060066 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.