Abtak Media Google News

ડેટા સેન્ટર, એરપોર્ટ ઇકોસિસ્ટમ, રોડ, વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ એન્ડ

એરોસ્પેસ, ડિજિટલ ટેકનોલોજી સહિતના ક્ષેત્રમાં અદાણી વધુ યોગદાન આપશે

દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ વિકાસ લક્ષી પગલાઓ લેવામાં આવતા હોય છે પરંતુ તેની સાથોસાથ જે મલ્ટીનેશનલ કંપનીઓ છે તેનું પણ યોગદાન સૌથી વધુ હોય છે આ અંગે જો અદાણીની વાત કરવામાં આવે તો દેશના વિવિધ ક્ષેત્રમાં અદાણીનું વર્ચસ્વ અનેરૂ છે અને તેને ધ્યાને લઈ અદાણી ગ્રુપની આવક પણ સતત વધી રહી છે. જૂન ક્વાર્ટર ની વાત જો કરવામાં આવે તો અદાણી એન્ટરપ્રાઇઝ નો નફો 76 ટકા વધે 469 કરોડ રૂપિયા એ પહોંચ્યો છે. જે ગત જૂન માસની આવક કરતા વધુ છે. ગત વર્ષના સમયગાળામાં અદાણી એન્ટરપ્રાઇઝે 265 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે અદાણી ગ્રુપ સ્ટ્રેટેજી મોડેલ ઉપર ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં દેશના વિકાસ માટે તેઓ ડેટા સેન્ટર, એરપોર્ટ ઈકો સિસ્ટમ, રોડ અને વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તથા એરોસ્પેસ અને ડિજિટલ ટેકનોલોજી ક્ષેત્રે તેઓ વ્યવસાયને આગળ વધારશે. બીજી તરફ અદાણી ગ્રુપ દ્વારા જે એરપોર્ટ સંભાળવામાં આવ્યા છે તે 7 એરપોર્ટમાં યાત્રિકોની મુમેન્ટ ₹35% વધી 16.6 મિલિયન સુધી પહોંચી છે એટલું જ નહીં સપ્લાય ઇકો સિસ્ટમમાં પણ વિતરણ વ્યવસ્થા વધુ જોવા મળી છે.  હાલ અદાણી એન્ટરપ્રાઇઝ વધુને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકસિત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે ત્યારે તેઓ હવે અજીયુર વેંગલમ, કોડાડ ખમ, બડા કુમારી કરકી અને પાનગઢ પાલસીટ રોડ પ્રોજેક્ટ ને આગળ ધપાવી રહ્યું છે.

હાલની સ્થિતિને ધ્યાને લઈ અદાણી ગ્રુપ દિન પ્રતિદિન ખૂબ જ સારી રીતે વિકાસ પામી રહ્યું છે અને તેનો વિકાસ રથ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.