Abtak Media Google News

વિધાર્થીઓએ પ્રથમ સત્રમાં જ ડીઈઓને અરજી કરવાની રહેશે: છેલ્લા ઘણા સમયથી વાલીઓ-વિધાર્થીઓની માંગ હતી તે અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિણર્ય લેવાયો

ધોરણ-9થી 12માં ગુજરાતી, અંગ્રેજી સહિતના માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર સુધીમાં માધ્યમ બદલી શકશે તેવો ઠરાવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કર્યો છે.

 

Gseb Recruitment | Gseb Job Openings | Gseb Recruitment 2022 - Apply Latest Job Openings On 09-08-2022

રાજ્યની માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંગ્રેજી, ગુજરાતી સહિતના અલગ અલગ માધ્યમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ માધ્યમ બદલી શકતા નથી, જેને પરિણામે તેમને તકલીફ પડે છે ત્યારે અલગ અલગ માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્મય બદલવાની તક આપવામાં આવે તેવી માગણી વાલીઓ અને વિદ્યાર્થીઓએ કરી હતી.

વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની શિક્ષણ સમિતિની બેઠકમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્યમ બદલવા છૂટ આપવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં ચર્ચાને અંતે કારોબારી સમિતિએ માધ્યમ બદલવા અંગે આદેશ કર્યો હતો.

શિક્ષણ સમિતિની બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો

વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની શિક્ષણ સમિતિની બેઠકમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્યમ બદલવા છૂટ આપવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ચર્ચાને અંતે કારોબારી સમિતિએ ધોરણ 9થી 12માં ગુજરાતી અને અંગ્રેજી સહિતના માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર સુધીમાં માધ્યમ બદલી શકશે તેવો આદેશ કર્યો હતો.

વિદ્યાર્થીઓને ભાષાનો ભય નહી રહે: ડી.વી. મહેતા

Screenshot 1 20

આ મુદે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

ખાસ કરીને હવે ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ સરળતાથી માધ્યમ બદલી શકશે એટલે કે ધો.9માં જે વિદ્યાર્થી ગુજરાતીમાં અભ્યાસ કરતો હોય પરંતુ તેનું અંગ્રેજીમાં પ્રભુત્વ ખૂબ જ સારૂં હોય તો તે ધોરણ-10માં અંગ્રેજી માધ્યમમાં પણ ભણી શકશે એટલે કે હવે વિદ્યાર્થીઓને ભાષાનો ભય નહી રહે અને સરળતાથી તે માધ્યમ બદલી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.