Abtak Media Google News

મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાઈ દેશનું ગૌરવ વધારીએ:મેયર ડો.પ્રદીપ ડવ

રાજકોટમાં કાલે બહુમાળી ભવન પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા થી રાષ્ટ્રિય શાળા સુધી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં “તિરંગા યાત્રા” યોજાશે.જેમાં નગરજનોએ જોડાવા મેયર ડો. પ્રદીપ ડવ સહિતના પદાધિકારીઓ દ્રારા  આહવાન કરવામાં આવ્યું છે.

મેયર ડો. પ્રદીપ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું છે કે,દેશના અનેક ક્રાંતિવિરોના બલિદાનથી ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી છે અને તેના ફળ આપણે સૌ માણી રહ્યા છીએ, અંગ્રેજો સામેનો આપણો અભૂતપૂર્વ સ્વાતંત્ર્ય સંગ્રામ હંમેશા દેશવાસીઓ યાદ રાખે આઝાદીનું મૂલ્ય સમજે એ ખૂબ જરૂરી છે.

Img 20220730 Wa0189Img 20220811 Wa0218Img 20220811 Wa0219Img 20220811 Wa0221Img 20220811 Wa0220

આ મહામૂલ્ય આઝાદીના 75 વર્ષ નિમિતે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ મહાપર્વની ઉજવણીના ભાગરૂપે દેશના  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન “હર ઘર તિરંગા”નું આહવાન કરેલ છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સવારના 08:30 કલાકે બહુમાળી ભવન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ સાથે બહુમાળી ભવન ચોક થી રાષ્ટ્રીય શાળા સુધી “તિરંગા યાત્રા”નો પ્રારંભ થશે. આ તિરંગા યાત્રામાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, સાંસદ, ધારાસભ્ય, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટર, જુદી જુદી કચેરીઓના અધિકારીઓ – કર્મચારીઓ તથા તમામ પાર્ટી હોદ્દેદારો, કાર્યકરો, જુદા જુદા સમાજના અગ્રણીઓ, સામાજિક – શૈક્ષણિક – ધાર્મિક સંસ્થાના સભ્યો, શાળા-કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ શહેરીજનો જોડશે.રાજકોટ શહેરના તમામ નગરજનો સ્વયંભુ તિરંગા યાત્રામાં જોડાય, સમગ્ર શહેરને રાષ્ટ્રભક્તિના રંગમાં રંગી દઈએ અને વિશ્વમાં દેશની આન-બાન-શાન વધારવા મેયર સહિતના પદાધિકારીઓ દ્રારા આહવાન કરવામાં આવ્યું છે.

  • હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર જોડાવવા ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવનું આહ્વાન
  • તિરંગા યાત્રામાં સામેલ થઇ આઝાદીના મહાપર્વને ઉજવીએ

દેશભરમાં પ્રજાનો વિશ્વાસ ગુમાવી બેઠેલી કોંગ્રેસ કયાં મોઢે વિશ્વાસઘાત દિવસ મનાવવા જઈ રહી છે?: રાજુભાઈ ધ્રુવ - Abtak Media

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આરંભેલા “હર ઘર તિરંગા અભિયાન” આજે જન-જન જ્ઞાતિ, જાતિ, ધર્મનો ભેદભાવથી પર જઈને આ પર્વમાં હર્ષોલ્લાસ પૂર્વક જોડાઈ રહ્યો છે તેમ જણાવતા ભાજપના સૌરાષ્ટ્રનાં પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે આગામી તા.12નાં રોજ રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાનારી ત્રિરંગા યાત્રામાં ઉમંગ અને ઉત્સાહ ભેર જોડાવા રાજકોટવાસીઓને અપીલ કરી છે.

રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, અત્યારે ભારત સરકારે આ 75મા સ્વતંત્રતા દિવસ પર ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખૂબ જ પ્રશંસાત્મક પહેલ શરૂ કરી છે.

તેમણે એમ પણ કહ્યું છે કે, આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશની મહાન સંસ્કૃતિ, સભ્યતા અને ઈતિહાસને પ્રતિબિંબિત કરે છે. પવનમાં લહેરાતો આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશની સ્વતંત્રતા દર્શાવે છે. આ ધ્વજ આપણા દેશના નાગરિકોની આઝાદીની સાથે અંગ્રેજોના જુલમમાંથી મુક્ત થવા પર આપણા અને આપણા દેશવાસીઓનું ગૌરવ છે. આપણા રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગો-તત્વો મહત્વના છે, જે આપણા દેશની અખંડિતતા, એકતા અને બહાદુરી દર્શાવે છે.

ભારતને આઝાદી મળ્યા પછીના છેલ્લા 75 વર્ષોમાં દેશે દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. આપણા દેશે વિજ્ઞાન અને ટેક્નોલોજી, તબીબી વિજ્ઞાન અને અન્ય ઘણા ક્ષેત્રોમાં પ્રચંડ પ્રગતિ કરી છે. આ5ણે હવે વિકાસના ક્ષેત્રે ખૂબ જ ઉચ્ચ સ્થાને છીએ અને તેની ઉજવણી કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. આમ, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી એ એવી વસ્તુ છે કે જેમાં દરેક ભારતીય નાગરિકે ભાગ લેવો જોઈએ અને ખૂબ જ ગર્વ અનુભવવો જોઈએ.

રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની અદ્ભુત ઐતિહાસિક તિરંગાયાત્રા ખરા અર્થમાં શહીદો, ક્રાંતિકારીઓ, આઝાદીના લડવૈયાઓ, સત્યાગ્રહીઓ, આંદોલનકારીઓને ભાવાંજલિરૂપ બની રહેશે. આ મહાન સપૂતોના ત્યાગ, તપસ્યા અને બલિદાનનો આઝાદીના અમૃત મહોત્સવની  ઉજવણી દ્વારા ઋણ સ્વીકાર કરવામાં આવશે. રાજકોટ આઝાદી પૂર્વે અને આઝાદી પછી પણ અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે ત્યારે આગામી  તા.12મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારી ત્રિરંગા યાત્રા પણ ઐતિહાસિક બની રહેશે. તેમણે આ ત્રિરંગા યાત્રામાં જોડાવા રાજકોટવાસીઓ-સૌરાષ્ટ્રવાસીઓને અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.