Abtak Media Google News
મિત્રોમાં શોટ સર્કિટ થતા આગ લાગી: 40થી વધુના ચમત્કારિક બચાવ, ત્રણને ગભરામણ થતા હોસ્પિટલમાં ખસેડાયા

અબતક,રાજકોટ

જામનગરના સિક્કા પાટીયા પાસે આવેલી એલન્ટો નામની હોટલમાં ગઈકાલ સાંજે આગ લાગ્યા ની ઘટના બની હતી. આ આગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ભારે અફડાતફડી નો માહોલ સર્જાયો હતો, અને જામનગર- સિક્કા- મોટી ખાવડી સહિતના વિસ્તારમાંથી ફાયર ફાઈટર ને દોડતા કરાવ્યા હતા.અને ત્રણ કલાકની ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવાયો હતો.ઉપરાંત હોટલમાં રોકાયેલા લોકો સમયસર બહાર નીકળી ગયા હોવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જેમાં 40 લોકોનો ચમત્કારિક બચાવ કરવામાં આવ્યો હતો.

વિગતો મુજબ જામનગર નજીક સિક્કા પાટીયા પાસે આવેલી એલન્ટો હોટલમાં મોડી સાંજે 7.45 વાગ્યાના અરસામાં હોટલના પાર્કિંગ એરિયામાં ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કીટ થયા આગ લાગી હતી, અને થોડી વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આગ કરણને હોટલના પાંચેય માળ સળગવા લાગ્યા હતા, અને દૂર સુધી આગના લબકારા દેખાતા હતા. તેથી ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાની જાણ થતાં સૌપ્રથમ સિક્કા ડીસીસી કંપનીનું ફાયર ફાઈટર તેમજ આસપાસની કંપનીઓમાંથી ફાયર ફાઈટર દોડ્યા હતા. જ્યારે જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડીઓ પણ દોડતી થઈ હતી, અને સતત ત્રણ કલાકની જહેમત પછી આખરે આગને કાબુમાં લઈ લીધી હતી.પરંતુ આગ ના કારણે હોટલનો મોટો હીસ્સો બળીને ખાખ થયો હતો.

ઉપરાંત રહેલી ત્રણ કાર અને બે થી ત્રણ સ્કૂટર સહિતના વાહનો બળીને ખાખ થયા હતા.આગની ઘટનામાં લોકો હજુ અંદર ફસાયા હોવાનું સામે આવતા તંત્રમાં દોડધામ મચી હતી.અને તેમને રેસક્યું કરવા ટીમના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. અને જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા સહિત તમામ સરકારી એજન્સીઓ દોડતી થઈ હતી, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. 108 ની ટીમો પણ તૈયાર રાખવામાં આવી હતી, પરંતુ આગમાં જાનહાનિ નો હજી સુધી કોઈ આંકડો મળ્યો નથી, માત્ર ત્રણ વ્યક્તિઓને ધુમાડાથી ગુંગળાઈ જવાના કારણે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.