Abtak Media Google News
તહમોતનામું ન ફરમાય તેવા ઉદેશથી રજૂ થયેલા ડિસ્ચાર્જની તમામ અરજીઓ રદ્ કરી: તમામ જેલરને આરોપી સામે તહોમતનામું વિગતવાર વાંચી સંભળાવ્યું
આારોપીઓ દ્વારા કેસને વિલંબ કર્યાનો ખાસ અદાલતની ટકોર

અબતક, રાજકોટ

જામનગરના ભૂમાફીયા જયેશ પટેલ અને તેના 12 સાગરીતો સામે ચાલતા ગુજસીટોકના કેસમાં સવા વર્ષ પહેલા પોલીસે તપાસના અંતે રજૂ થયેલા ચાર્જશીટ બાદ આરોપીઓ સામે ખાસ અદાલત તહોમતનામું ફરમાવી શકેલ ન હતી. સરકારના ધ્યાનમાં આવતા જેલમાં રહેલા આરોપીઓ પોતે જ આ કેસને આગળ ચાલાવ દેતા નથી અને તેમ છતાં હાઇકોર્ટમાં તેઓ સામેનો કેસ ચાલતો ન હોવાની ખોટી રજૂઆતો કરી જામીન મેળવવા પ્રયાસો કરે છે. આ પરિસ્થિતિ સરકારના ધ્યાન ઉપર મુકાતા મુખ્ય સચિવે જે મુજબ કોઇપણ આરોપીને રાજકોટની ખાસ અદાલતમાં રૂબરૂ હાજર રાખવા પડશે નહીં અને તેઓ સામેનો કેસ દર મુદ્તે ચલાવવા માટે તેઓની જેલમાં વિડીયો કોન્ફરન્સ મારફતે હાજરી નોંધાવાની રહેશે. આ રીતે મોડી સાંજે તમામ આરોપીઓને વિડીયો કોન્સરન્સમાં હાજર કરવામાં આવેલા ત્યારે ખાસ અદાલતના જજે તહોમતનામું વાંચી સંભળાવી તમામ આરોપીઓને પૂછેલું કે આ મુજબના આક્ષેપો તેઓને કબુલ છે કે કેમ આ મુજબની પરિસ્થિતિ થતાં નિવૃત પોલીસમેન વશરામભાઇ ગોવિંદભાઇ મિયાત્રાએ તહોમતનામું હાલના તબક્કે ફરમાવી ન શકાય તે માતલબની મૌખિક રજૂઆત વિડિયો કોન્ફરન્સ દરમ્યાન અદાલત સમક્ષ કરી ભારપૂર્વક આ કાર્યવાહી પડતી મુકવા જણાવેલું હતું.

આ મુજબની રજૂઆત થતાં વિડીયો કોન્ફરન્સમાં હાજર રહેલા અન્ય આરોપીમાંથી યશપાલસિંહ જાડેજાએ ભારપૂર્વક રજૂઆત કરી તહોમતનામું ન ફરમાવવા માટે આગ્રહ રાખેલો હતો. આમ થતાં બીજા આરોપીઓ પણ આવી રજૂઆતથી પ્રેરાયને તહોમતનામું ન ફરમાવવા માટે આગ્રહ કરી રહેલા હતા. ત્યારે ખાસ અદાલતે તમામ આરોપીઓને ઉદ્ેશીને જણાવેલું હતું કે તેઓએ હાઇકોર્ટમાં જામીન અરજીની સુનાવણી વખતે રજૂઆત કરેલી છે કે ખાસ અદાલતમાં દોઢ વર્ષના સમયગાળા પછી પણ તહોમતનામું ફરમાવાયેલું નથી તેથી તેઓને જામીન મળવા જોઇએ. આ મુજબની રજૂઆત થતાં હાઇકોર્ટે રાજકોટની ખાસ અદાલત પાસેથી આ કેસના પ્રોસીડીંગ્ઝ મંગાવી આરોપીઓની રજૂઆતની ખરાઇ કરેલી હતી. આ પ્રોસીડીંગ્ઝના આધારે હાઇકોર્ટના ધ્યાન પર લાવવામાં આવેલું કે આરોપીઓ ખુદ આ કેસને ઢીલમાં રાખવા માટે તહોમતનામું ફરમાવવા દેતા નથી અને તેના માટે જુદાજુદા આરોપીઓ જુદાજુદા સમયે જુદી જુદી પ્રકારની અરજીઓ કરી અદાલતનો સમય બગાડે છે. આ રજૂઆત રાજકોટની ખાસ અદાલતના ધ્યાન ઉપર મુકાતા જજે તમામ આરોપીઓને સ્પષ્ટપણે જણાવેલું કે તહોમતનામું ફરમાવવામાં આવશે કારણ કે તેઓએ હાઇકોર્ટ સમક્ષ અદાલત વિરૂધ્ધ ખોટી રજૂઆત કરેલી છે.

તા.29/08/2022ના રોજ સાંજના આશરે 5.30 થી 6.00 કલાકની વચ્ચે જજે તમામ આરોપીઓને તહોમતનામું વાંચી સંભળાવી જણાવેલ હતું કે આરોપી અનિલ ડાંગરીયાએ ભુમાફીયા જયેશ પટેલના મહેતાજી તરીકે કામગીરી કરી જયેશ પટેલના બેનામી નાણાંનો વહીવટ સંભાળી જયેશ પટેલને ગેરકાયદે લાભ કરાવી આપેલો છે.

વસંત માનસતાએ ભુમાફીયા જયેશ પટેલના વકીલ તરીકે ઘણા વર્ષો સુધી કામગીરી જે પ્રકારના સોદા થયેલા ન હોય તેવા જમીનના સોદાઓ જયેશ પટેલ સાથે જમીન માલિકોએ કરેલા હોવાની ખોટી જાહેર નોટીસો છપાવી જમીન માલિકની જમીનો વિવાદમાં નાખી મામૂલી કિંમતે જમીન વેંચવા મજબૂર કરી જયેશ પટેલને લાભ કરાવી આપેલો છે.

મુકેશ અભંગીએ ભુમાફીયા જયેશ પટેલના સાગરીત તરીકે જમીન માલિકને ફોન કરી ડરાવી ધમકાવે તેઓ પાસે જઇ આ જમીનોના સોદા પાર પાડી જયેશ પટેલને ગેરકાનૂની લાભ કરાવી આપેલ છે.

નીલેશ ટોલીયાએ જૈન અગ્રણીઓની જમીનો અને તેની મિલ્કતોની વિગતો જયેશ પટેલને પહોચાડી ખંડણીની રકમ નકકી કરાવવામાં  મહત્વની ભૂમિકા ભજવી હતી.

યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજાએ જમીન ખાલી કરી ન આપે તેઓને રૂબરૂ ડરાવી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નજીવા ભાવે જમીન વેંચવા મજબુત કર્યા છે.પ્રવિણ ચોવટીયાએ જામનગરના દૈનિક અખબાર નવાનગર ટાઇમ્સના તંત્રીની જગ્યાએ પોતે જાસુસી કામગીરી કરી અખબાર પત્રમાં સાચા ખોટા સમાચારો છાપી ડરાવવા ધમકાવવા અને નુકશાની કરાવવામાં ભયનો માહોલ ઉર્ભો કયો છે.

જીગર ઉર્ફે જીમી આડતીયાએ સાધના ફોરેક્ષ નામની પેઢી ચલાવી હવાલા વ્યવહારો પાર પાડી જયેશ પટેલને વિદેશોમાં નાણા પહોચતા કરવામાં સવલત પુરી પાડી છે.

અતુલ ભંડેરી નગર સેવક તરીકે ચુંટાયેલા હોવા છતાં પ્રજાના લાભના કાર્યો કરવાના બદલે કિંમતી જમીન બાજુમાં સ્મશાન બનાવવાની દરખાસ્તો મુકી કિંમતી જમીનોના બજાર ભાવ તળીયે લાવવાના પ્રયાસો કર્યાનું તપાસમાં ખુલ્લું હતું. અનિલ મનજી પરમારે કાળા નાણાની હેરાફેરીમાં સક્રિય ભાગ ભજવી હવાલા સુલટાવ્યા છે.  વશરામભાઇ મિયાત્રા પોલીસ સ્ટાફમાં એ.એસ.આઇ. તરીકે ફરજ પર હતા તે દરમ્યાન અને પોલીસ ખાતામાંથી રાજીનામું આપ્યા બાદ ભુમાફીયા જયેશ પટેલ કે તેના માણસો સામે જે કોઇપણ વ્યકિત પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા આવે તેઓને ડરાવી ધમકાવ્યાનું ખુલ્યું હતું.

પ્રફુલ પોપટે જયેશ પટેલના ભોગ બનનાર તરીકે દર્શાવી નાણાકીંય વ્યવહારો કરી પોતાને અને ભુમાફીયા જયેશ પટેલને લાભ કરાવી આપેલો છે.આ મુજબનું તહોમતનામું ફરમાવાય જતાં સરકારના ફોજદારી કાર્યવાહી સંમિતાની કલમ 268 ના હુકમ મુજબ આરોપીઓ સામેનો કેસ તેઓની ગેરહાજરીમાં ચાલવા પર આવી ગયેલ છે અને આ કેસની સમગ્ર સુનવણી વિડીયો કોન્ફરન્સથી તમામ આરોપીની હાજરીમાં ચલાવવા માટે મુકરર થયેલો છે.આ કેસમાં સરકાર તરફે સ્પે. પી.પી. સંજયભાઇ કે. વોરા રોકાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.