Abtak Media Google News

અફઘાનીઓએ લાચારી, અત્યાચાર, પ્રતિબંધો, ભૂખમરાનો સામનો કરવાને પોતાનું નસીબ માની લીધું

જ્યારે ભારતના લોકો આઝાદીની ઉજવણીમાં મગ્ન હતા ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનને એક વર્ષ પૂર્ણ થયું છે. એક સમયે અખંડ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાન ઉપર તાલિબાનના કબજાને એક વર્ષ થઈ ગયું છે. અફઘાનિસ્તાને એ તમામ લાચારી,  અત્યાચાર, પ્રતિબંધો,ભૂખમરાનો સામનો કરીને અને તેને પોતાના નસીબમાં સ્વીકારી લીધુ છે.15મી ઓગસ્ટ એ ભારત માટે ગર્વ, શૌર્ય અને વિજયનો દિવસ છે, પરંતુ અફઘાનિસ્તાન માટે તે હારનો દિવસ છે અને એક રાષ્ટ્ર તરીકે તેમના દેશના પતન અને તાલિબાનની બેડીઓ છે.

તાલિબાને 15 ઓગસ્ટે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કર્યાને એક વર્ષ થઈ ગયું છે.  અફઘાનિસ્તાન પર તિલબાની શાસન પછી દેશ મૂળભૂત રીતે સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.  15 ઓગસ્ટના રોજ, તાલિબાન લડવૈયાઓએ કાબુલની શેરીઓમાં પગપાળા, સાયકલ અને મોટર સાયકલ પર વિજય પરેડ કરી હતી, જેમાં કેટલાક સાથે રાઈફલો હતી.  ભૂતપૂર્વ અમેરિકી દૂતાવાસની સામેથી પસાર થતા નાના જૂથે ’ઈસ્લામ ઝિંદાબાદ’ અને ’અમેરિકા મુર્દાબાદ’ના નારા પણ લગાવ્યા હતા. તાલિબાનની ધર્મ ઝનૂનતાને કારણે આજે અફઘાનની હાલત ખરાબ થઈ છે.

અફઘાનિસ્તાન મહિલાઓ માટે બની ગયું છે ‘નરકિસ્તાન’

અફઘાનિસ્તાનમાં એક વર્ષમાં ઘણું બદલાઈ ગયું છે.  આર્થિક મંદીએ લાખો વધુ અફઘાન નાગરિકોને ગરીબીમાં ધકેલી દીધા છે.  દરમિયાન, તાલિબાનની આગેવાની હેઠળની સરકારમાં કટ્ટરપંથીઓનું વર્ચસ્વ વધી રહ્યું હોવાનું જણાય છે.  તાલિબાને શરૂઆતમાં જે વચન આપ્યું હતું તેનાથી વિપરીત સરકારે છોકરીઓ અને મહિલાઓ માટે શિક્ષણ અને રોજગારની તકો પર નિયંત્રણો લાદ્યા છે.  એક વર્ષ પછી પણ છોકરીઓને શાળાએ જવા દેવામાં આવતી નથી અને જાહેર સ્થળોએ મહિલાઓને માથાથી પગ સુધી ઢાંકીને રહેવું પડે છે.

એક વર્ષ પહેલા કાબુલનો કિલ્લો તોડી પાડવામાં આવ્યો હતો

એક વર્ષ પહેલા, હજારો અફઘાન નાગરિકો તાલિબાન શાસનથી બચવા માટે દેશ છોડવા કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા.  અમેરિકાએ 20 વર્ષના યુદ્ધ બાદ અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના હટાવી લીધી હતી અને આવી સ્થિતિ સર્જાઈ હતી.  આ અવસર પર અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે તેઓ બળવાખોરોને શરણાગતિ આપીને અપમાનથી બચવા માગે છે.  તેમણે સીએનએનને જણાવ્યું કે 15 ઓગસ્ટ, 2021ની સવારે જ્યારે તાલિબાન કાબુલ પહોંચ્યા ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં માત્ર તેઓ જ બચ્યા હતા કારણ કે તેમના તમામ સુરક્ષા કર્મચારીઓ ગુમ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.