Abtak Media Google News

જામનગર શહેરમાં આવતીકાલથી સ્થાનકવાસી જૈન સંઘ તેમજ દેરાવાસી જૈન સંઘના પર્યૂષણના મહાપર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પર્યુષણના મહાપર્વ પૂર્વે શહેરના ચાંદીબજારમાં આવેલ શેઠજી દેરાસરમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. રાત્રીના સમયે રોશનીથી દેરાસર ઝળહળી ઉઠતું નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતાં. આવતીકાલથી પ્રાારંભ થતાં પર્યુષણના મહાપર્વને લઇ જૈન સમુદાયમાં અનેરો ઉત્સાહ છવાયો છે.

De

જામનગર સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં પર્યુષણ મહાપર્વનો આવતીકાલથી પ્રારંભ થઇ રહ્યો હોવાથી જૈન સમાજમાં સર્વત્ર ધર્મભાવનાનો માહોલ જામ્યો છે. પર્યુષણના આ દિવસો દરમિયાન જૈન દેરાસરો અને ઉપાશ્રયોમાં ધર્મભક્તિ સભર વિવિધ કાર્યક્રમોની સાથે ભગવાનની પ્રતિમાને દિવ્ય આંગી – શણગારના દર્શન કરવામાં આવશે.

Deee

સત, સંયમ અને સદ્ગૂણની શીખ માટેનો સાપ્તાહિક પર્વ એટલે પર્યુષણ મહાપર્વ.સમગ્ર જૈન સમુદાયમાં દેરાવાસી જૈન સંઘ અને સ્થાનકવાસી જૈનો પર્યુષણ પર્વને અતિ મંગલકારી અને પાવન માનવામાં આવે છે. જૈનોના સર્વે પર્વોમાં પર્યુષણ પર્વને રાજા માનવામાં આવે છે. પર્યુષણના આઠેય દિવસોમાં જૈનો માટે દાનનું તેમજ ઉપવાસનું પણ મહત્વ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.