Abtak Media Google News

ઈદગાહ મેદાનની યથાસ્થિતિ જાળવવાની રહેશે: સુપ્રીમ કોર્ટ

કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ઈદગાહ મેદાનમાં ગણેશપૂજાને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઈદગાહ મેદાનમાં ગણેશપૂજા નહીં કરવામાં આવે. ઈદગાહ મેદાનની યથાસ્થિતિ જાળવવાની રહેશે. સુપ્રીમ કોર્ટે બેંગલુરુ હાઈકોર્ટના ચુકાદાને પલટયો છે.

આ પહેલા કર્ણાટક હાઈકોર્ટે ઈદગાહ મેદાનમાં ગણેશોત્સવની મંજૂરી આપી હતી. આ ચુકાદાને મુસ્લિમ પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વિવાદીત ઈધગાહ મેદાન પર યથાસ્થિતિ જાળવી રાખવામાં આવે. હાલ અહીં ગણેશોત્સવ નહીં થાય. મહત્વપૂર્ણ છે કે ઈદગાહ મેદાનમાં ગણેશપૂજાની મંજૂરી અપાયા બાદથી વિવાદ પેદા થયો હતો.

તેના પછી મેદાનની ચારેતરફ પોલીસની તહેનાતી કરવામાં આવી હતી. કર્ણાટકના વક્ફ બોર્ડે આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠ આ મામલાની સુનાવણી કરી રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.