Abtak Media Google News

યુએલસી હેઠળ ફાજલ થયેલી 700 વાર જગ્યામાં ધમધમતા કોમર્શિયલ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેતા તાલુકા મામલતદાર

રાજકોટ જિલ્લામાં ગેરકાયદે ખડકાયેલા દબાણો ઉપર તંત્ર ધોસ બોલાવી રહ્યું છે. જેમાં આજે વાવડી ગામે ખડકાયેલા દબાણનું ડીમોલેશન કરી તાલુકા મામલતદાર દ્વારા રૂ. 7 કરોડની જમીન ખુલ્લી કરાવી છે.

1662367119198

રાજકોટ તાલુકાના વાવડી ગામના સર્વે નં. 15 ના પ્લોટ નં. 16 પૈકીની યુ.એલ.સી. ફાજલ સરકારી જમીન જે અંદાજે 700 વાર જેટલી હતી. આ જમીન ઉપર કોમર્શિયલ દબાણો ખડકાયેલા હતા. આ મામલે તાલુકા મામલતદાર કે.કે. કરમટાએ અગાઉ દબાણકારોને નોટિસો ફટકારી હતી.

બાદમાં આજે પોલીસ તંત્રને સાથે રાખી મામલતદારની ટીમે દબાણ ઉપર ડીમોલેશન હાથ ધર્યું હતું. અંદાજે 7 કરોડની બજાર કિંમતની આ જમીન ઉપરના દબાણો ક્લિયર કરાવીને તંત્રએ ફરી જમીનને સરકાર હસ્તક લીધી છે.

1662367119172

આ કામગીરીમાં મામલતદાર કે. કે. કરમટા, સર્કલ ઓફિસર સંજય કથીરીયા, નાયબ મામલતદાર મનીષ વિધવાની,સતિષભાઈ સહિતના રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.