Abtak Media Google News

300 યુનિટ મફત વીજળી, ખેડૂતો માટે 3 લાખ રૂપિયા સુધીની લોન માફી સહિત અનેક વચનો આપ્યા !!!

વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષોએ ગુજરાતમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માટે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે ભાજપ નહીં પરંતુ આમ આદમી પાર્ટીએ શરૂઆતથી જ મફતની રેવડી આપતા નિર્ણયો અને વચનો લોકોને આપ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર શરૂ કરતાં આપણી જેમ મફતની રેવડી આપવાનો વાયદો લોકોને કર્યો છે જેમાં તેને 300 યુનિટ મફત વીજળી, ત્રણ લાખ સુધીની ખેડૂત લોન ને માફ કરવા સહિત અનેક વચનો આપ્યા છે પરંતુ સમય જ બતાવશે કે ગુજરાતની પ્રજા કયા પક્ષને વિકાસ અર્થે પસંદ કરે છે.

રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ અમદાવાદ થી શરૂ કર્યો છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ બેરોજગાર ગુજરાતના યુવાનોને રોજગારી આપશો અને તેના માટે દસ લાખ નવી ભરતી પણ કરશે એટલું જ નહીં લો વિજ્ઞાના બાળકોનું શિક્ષણ સુધરે તે માટે 3,000 અંગ્રેજી માધ્યમની શાળાઓને પણ પુલવામાં આવશે બીજી તરફ દસ લાખ રૂપિયા સુધીનું મેડિકલ કેર પણ લોકોને નિશુલક અપાશે. હાલ કોંગ્રેસ જે રીતે વચનોની લાણી લોકોને આપી તેનાથી લોકો કેટલા અંશે પ્રભાવિત થશે તે તો આવનારો સમય જ બતાવશે.

બીજી તરફ જે રીતે આમ આદમી પાર્ટી એ વચનોની લાહણી આપી હતી તે જ પ્રકારની લાની હાલ કોંગ્રેસ પક્ષ છે ગુજરાતની જનતાને આપી છે. ગાંધીએ ભાજપના સત્તાધીશોને ટાર્ગેટ કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા જ્યારથી ગુજરાતની ભાગદોડ સંભાળવામાં આવી છે ત્યારથી ગુજરાતના લોકોને ઘણી તકલીફ અને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે. વધુમાં રાહુલ ગાંધીએ ભાજપ તરફ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર આવતા ઘણી ખાનગી શાળાઓ બંધ થઈ ચૂકી છે

  • અમદાવાદ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલનમાં ઉપસ્થીત રહેલા રાહુલ ગાંધી દ્વારા અપાયેલા વચનોની યાદી
  1.  10લાખ રૂપિયા સુધી ઈલાજ અને દવાઓ દરેક ગુજરાતી માટે નિ:શુલ્ક અને કોવીડમાં મૃત્યુ પામનારના દરેક પરિવારને ચાર લાખનું વળતર ચૂકવાશે.
  2.  દરેક ખેડૂતના 3 લાખ સુધી ના દેવા માફ.
  3.  ગુજરાત ની જનતા માટે ગેસ સિલિન્ડર 500 રૂપિયે આપવામાં આવશે.
  4. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું વચન યુવાનો માટે 10 લાખ રોજગારની વ્યવસ્થા અને તેમાં 50% મહિલાઓ માટે અનામત
  5.  બેરોજગાર યુવાનો ને 3000 રૂપિયાં નું બેરોજગારી ભથ્થું
  6. 3000 સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાઓનું વચન
  7.  સામાન્ય નાગરિક ને 300 યુનિટ વીજળી બિલ માફ કરવાનું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નું વચન
  8.  સરકારમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.