Abtak Media Google News

સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલે બન્નેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી

જાણિતા ઉદ્યોગપતિ સાઇસર મિસ્ત્રીનું ગત રવિવારે રોડ અકસ્માતમાં નિધન થયું છે. દુર્ઘટના બાદ સાઇરસ મિસ્ત્રીને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. સાયરસ મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલેના મૃત્યુ માથાના ગંભીર ઇજાના કારણે થયા હતા.

તેવું તેમના પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું હતું. રવિવારે સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થતાં માર્ગ અકસ્માતની પ્રાથમિક તપાસ પ્રમાણે ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન અને તેમના એક સહ-યાત્રીએ સીટ બેલ્ટ નહોતો બાંધ્યો. વાહન સ્પીડમાં હતું અને ડ્રાઈવરના નિર્ણયની ભૂલના કારણે આ અકસ્માત થયો હતો. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી. લક્ઝરી કારની સ્પીડ પ્રથમ દૃષ્ટિએ તેજ હતી. તેણે પાલઘર જિલ્લામાં ચારોટી ચેકપોસ્ટને પાર કર્યા બાદ માત્ર નવ જ મિનિટમાં 20 કિમીનું અંતર કાપ્યું હતું. મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લામાં સૂર્યા નદી પરના પુલ પર મિસ્ત્રીની લક્ઝરી કાર ’ડિવાઈડર’ સાથે અથડાઈ હતી અને ત્યારે આ અકસ્માત થયો હતો.

તે સમયે મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં મિસ્ત્રી અને જહાંગીર પંડોલે નામના વ્યક્તિનું મોત થઈ ગયું હતું. બીજી તરફ જાણીતા ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે (55) અને તેમના પતિ ડેરિયસ પંડોલે (60) આ અકસ્માતમાં ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જહાંગીરના ભાઈ ડેરિયસ ટાટા ગ્રુપના ભૂતપૂર્વ સ્વતંત્ર ડિરેક્ટર હતા જેમણે મિસ્ત્રીને ચેરમેન પદ પરથી હટાવવાનો વિરોધ કર્યો હતો. આ અકસ્માત બપોરે 2:30 વાગ્યે થયો હતો. કાર અનાહિતા પંડોલે ચલાવી રહી હતી.પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલમાં દર્શાવાયું છે કે સાયરસ મિસ્ત્રીને માથામાં ઈજા થઈ હતી.છાતીમાં પણ ગંભીર ઈજા ઉપરાંત હેમરેજ થયું હતું.

કાર 134ની સ્પીડે ચાલતી હતી

સાયરસ મિસ્ત્રી જે લક્ઝુરિયસ મર્સિડીઝ કારમાં હતા એ અંદાજે 134 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ચાલતી હતી. એનો ખુલાસો કારના છેલ્લા સીસીટીવી ફૂટેજથી થયો છે. કારે રવિવારે બપોરે 2.21 વાગે ચરૌતી ચેકપોસ્ટ ક્રોસ કરી હતી.

સાયરસ અને જહાંગીરે સીટ બેલ્ટ નહોતો પહેર્યો

પોલીસે જણાવ્યું હતું કે ઓવરસ્પીડ અને ઓવરટેકિંગનું જજમેન્ટ ખોટું પડવાને કારણે કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. એક્સિડન્ટમાં જીવ ગુમાવનાર મિસ્ત્રી અને જહાંગીર બંનેએ સીટ બેલ્ટ બાંધ્યા નહોતા. એ ઉપરાંત કાર ડિવાઈડર સાથે અથડાતાં આગળની સીટની એરબેગ તો ખૂલી ગઈ, પરંતુ પાછળની સીટની એરબેગ ખૂલી નહોતી. રવિવારે એક સાક્ષીએ પણ જણાવ્યું હતું કે કાર ઓવર સ્પીડમાં હતી અને બીજી ગાડીને રોંગ સાઈડથી ઓવરટેક કરતી વખતે ડિવાઈડર સાથે અથડાઈ હતી.

કારે 9 મિનિટમાં 20 કિમિનું અંતર કાપ્યું હતું

મળતી માહિતી પ્રમાણે કારે માત્ર 9 મિનિટમાં જ 20 કિમીનું અંતર પૂરું કર્યું હતું. સાયરસ મિસ્ત્રી અને તેમના સાથીઓ એસયુવીમાં અમદાવાદથી મુંબઈ જઈ રહ્યાં હતા ત્યારે આ દુ:ખદ ઘટના સર્જાઈ હતી. 54 વર્ષિય મિસ્ત્રીની મર્સિડીઝ જીએલસી 220 કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.