Abtak Media Google News

ચેમ્બર ઓફ કોમર્સની ઉદ્યોગમંત્રી સમક્ષ માંગ

જીઆઇડીસીને જોડતા રોડ રસ્તાના સમારકામ સહિત સ્માર્ટ સિટીમાં ક્ધવેન્શન હોલ આપવા રજુઆત, એક સપ્તાહમાં નિવેડો આવે તેવી શક્યતા

સૌરાષ્ટ્રને રાજકોટના ઉદ્યોગો જે રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યા છે, ત્યારે તેને ધ્યાને લઈ સરકાર દ્વારા અનેકવિધ સુવિધાઓ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને આપવામાં આવી છે પરંતુ બીજી તરફ રાજકોટ સૌરાષ્ટ્ર ની ઘણી ખરી પડતર માંગણીઓ હોવાના કારણે હજુ સુધી જે રીતે વિકાસ થવો જોઈએ તે થઈ શક્યો નથી. એટલું જ નહીં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વીપી વૈષ્ણવ સહિત સૌરાષ્ટ્ર અને રાજકોટના સાતથી આઠ ઉદ્યોગકારો ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી ને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને સાતથી આઠ જેટલી પડતર માંગણીઓને કુબેર પૂર્ણ કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું.

Vp Vaishanv

નંબરની પડતર માંગણીઓ અંગે જો વાત કરવામાં આવે તો ખીરસરા જીઆઇડીસી બાજુમાં જે 241 હેક્ટર જેટલી ખાલી પડેલી જગ્યા છે તે આપવામાં આવે જેથી ત્યાં નવી જીઆઇડીસી ઉભી થઈ શકે એટલું જ નહીં ડબલ ટેક્સેશન ઉદ્યોગો માટે અમલી બનાવવામાં આવ્યું છે તે અમદાવાદ મુજબનું કરાય તો ઉદ્યોગકારોને ઘણી સહુલાત મળી શકશે. અત્યાર સુધી ઉદ્યોગ માટે પ્લોટ 50% ના દર ઉપર 3000 મીટર આપવામાં આવતા હતા જેને હવે 6,000 મીટર સુધી આપવા માટેની માંગ પણ કરવામાં આવી છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ની એ પણ માંગ છે કે રાજકોટને ક્ધવેન્શન સેન્ટર મળે જેના માટે તેઓએ તેની પ્રથમ પસંદગી સ્માર્ટ સિટી રાખી છે. નહીં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ને નવું બિલ્ડીંગ મળે એ અંગે પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જે અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો અને ઉદ્યોગ મંત્રીએ ઝડપભેર પડતર માંગણીઓને પૂર્ણ કરવા પણ જણાવ્યું હતું. એ વાત સાચી છે કે ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ અને રાજકોટના ઉદ્યોગો ખૂબ મોટા પ્રમાણમાં અર્થવ્યવસ્થાને વિકસિત બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે ત્યારે તેઓને પૂરતી સહુલતો મળે તે પણ એટલું જ જરૂરી છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઇમિટેશન જ્વેલરી પાર્ક આપવા માટે પણ રજૂઆત કરી છે અને તેઓએ જણાવ્યું છે કે આ ઉદ્યોગમાં સાડા ચાર લાખ લોકો કાર્ય કરી રહ્યા છે જે પૈકી અઢી લાખ મહિલાઓ આ ઉદ્યોગ સાથે જોડાયેલી છે. રાજકોટ ઇમિટેશન હબ હોવાના કારણે રાજકોટમાં ઈમીટેશન જ્વેલરી પાર્ક ઉભો થાય તો રોજગારીની વિપુલ તકો પણ ઊભી થશે અને ઉદ્યોગ પણ પૂર ઝડપે આગળ વધશે.

પડતર માંગણીઓ ઝડપભેર પૂર્ણ થતા સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે અનેરી તક

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વીપી વૈષ્ણવે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ ચેમ્બરે સૌરાષ્ટ્ર અને રાજકોટના ઉદ્યોગો માટે પડતર માંગણીઓની યાદી સરકારને શું પરત કરી હતી અને જણાવ્યું હતું કે આ પૂર્વે પણ ચેમ્બર દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવેલી છે . પરંતુ તેનું યોગ્ય ઉકેલ અથવા તો નિરાકરણ આવ્યું નથી ત્યારે સૌરાષ્ટ્ર અને રાજકોટના ઉદ્યોગો વિકાસ ઝંખે છે જેથી તેમની પડતર માંગણીઓ ઝડપભેર પૂર્ણ કરાય.

પીવાના પાણીની સમસ્યા દૂર કરવા ચેમ્બરની રજુઆત

રાજકોટ સૌરાષ્ટ્રમાં અનેક જીઆઇડીસી આવેલી છે, તું પીવાના પાણીની જે સુવિધા અને સહુલત મળવી જોઈએ તે મળી શકી નથી. જીઆઇડીસી માં ખૂબ મોટા પ્રમાણમાં લોકો રોજગારી મેળવતા હોય છે ત્યારે તેઓને પૂરતી પાણીની સુવિધા ન મળતા ઘણા પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે પાણીની સુવિધા ઝડપભેર રાજકોટ સૌરાષ્ટ્રમાં આવેલી જીઆઇડીસી માં આપવામાં આવે તેવી રજૂઆત અને માંગ પણ કરવામાં આવી છે. ઉદ્યોગ મંત્રી આ રજૂઆતના પગલે એ વાત સ્પષ્ટ કરી હતી કે આગામી થોડા સમયમાં દરેક પ્રશ્નોનું નિવારણ લાવવામાં આવશે અને જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જીઆઇડીસી માં જોવા મળી રહ્યો છે તેને એક સપ્તાહ ની અંદર જ પૂર્ણ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.