Abtak Media Google News

વિશાલ બાવાએ પરિવારની સુખાકારી અને 5ૠ લોન્ચીંગ માટે આશિર્વાદ પાઠવ્યા

મુકેશભાઈ અંબાણીએ શ્રીનાથજીના દર્શન કરવા માટે ઉદયપુર (રાજસ્થાન) નજીક આવેલા નાથદ્વારા શહેરની મુલાકાત લીધી હતી. ભગવાન શ્રીનાથજી એ ભગવાન શ્રી કૃષ્ણનું સાત વર્ષની ઉંમરનું બાળ સ્વરૂપ છે, જે તેમના તમામ ભક્ત સમુદાયને પ્રેમ અને લીલાઓ સાથે આશીર્વાદ આપ્યા હતા અને શ્રીનાથજી મંદિર 350 વર્ષથી વધુ વર્ષોની પરંપરા ધરાવે છે.  ધીરુભાઈ અંબાણી અને  કોકિલાબેન અંબાણીથી શરૂ કરીને સમગ્ર અંબાણી પરિવાર ભગવાન શ્રીનાથજીમાં અપાર શ્રધ્ધા ધરાવે છે અને તેઓ પુષ્ટિ માર્ગના અનુયાયીઓ છે.

Img 20220913 Wa0000

એટલા માટે જ શ્રી મુકેશ અંબાણીએ તેમના પરિવારના પ્રથમ લગ્ન – તેમની પુત્રી ઈશા અંબાણીના લગ્ન – ની શરૂઆત શ્રીનાથજીની મહા આરતી સાથે કરી હતી. અને તેમના પત્ની અને પરોપકારી શ્રીમતી નીતા અંબાણીએ મધુરાષ્ટકમ્ પર એક નૃત્ય રજૂ કર્યું હતું, જે શ્રી વલ્લભાચાર્યજી (પુષ્ટિ માર્ગના સ્થાપક) દ્વારા રચાયેલું છે અને તેના દ્વારા ભગવાન શ્રીનાથજી પ્રત્યેના અપાર પ્રેમની અભિવ્યક્તિ કરી હતી. શ્રી વલ્લભાચાર્યજીના સીધી લીટીના વંશજ ગોસ્વામી તિલકાયત શ્રી રાકેશજી મહારાજ નાથદ્વારા શ્રીનાથજી મંદિરના મુખ્ય ધર્માધિકારી છે અને સમગ્ર પુષ્ટિ માર્ગના વડા છે. ધીરુભાઈ તથા ત્યારબાદ   મુકેશભાઈના શ્રીમાન તિલકાયત મહારાજ અને તેમના સુપુત્ર ચિ. વિશાલ બાવા સાહેબ સાથે વારસાગત સ્નેહ સંબંધ છે અને શ્રી વિશાલ બાવાએ ભારત અને વિશ્વ (યુએઈ, બહેરીન, યુએસએ)માં પુષ્ટિમાર્ગના ઉપદેશોનો ફેલાવો કરવાની જવાબદારી ઉપાડી લીધી છે. આ ઉપરાંત અંબાણી પરિવારની યુવા પેઢી પણ ધર્મ સાથે જોડાઈ રહી છે.

મુકેશભાઈએ રાધિકા સાથે   વિશાલ બાવાના આશીર્વાદ લીધા અને શ્રી વિશાલબાવાએ સમગ્ર પરિવારને તેમની સુખાકારી માટે અને ભારતમાં 5ૠ લોન્ચ કરવાના અવસરે, રિટેલ ક્ષેત્રે અને ગ્રીન એનર્જી સહિતના નવા સાહસો માટે અભિનંદન સાથે શુભાશિષ આપ્યા હતા.

આ વારસો હવે  અનંત અંબાણી સાથે આગળ વધારવામાં આવી રહ્યો છે, જ્યારે શ્રી વિશાલ બાવા સામાજિક ઉત્કર્ષને ધર્મ સાથે જોડવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે. આ દિવસ અને આવનારા સમયના યુવા બિઝનેસ આઇકન તરીકે અને પુષ્ટિ જીવનશૈલીમાં શ્રદ્ધા ધરાવતા વ્યક્તિ તરીકે અનંત અંબાણી આ બંધનને આગામી પેઢીમાં લઈ જશે. કારણ કે પુષ્ટિ વ્યાપક વિચારધારા ધરાવતો, સરળ અને અંધવિશ્વાસથી દૂર રાખતો સંપ્રદાય છે. તમારા રોજિંદા જીવનમાં જેમ તમે ઈચ્છો છો એટલી જ સરળ રીતે ભગવાનની સેવા અને પૂજા કરવાની પાવન રીતભાતનો પ્રચાર કરે છે. તમારા ‘સંસાર’ અને તમારા ‘પરબ્રહ્મ’ વચ્ચે સુયોગ્ય સંતુલન જાળવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.