Abtak Media Google News

મુખ્યમંત્રીએ 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લેવા જઇ રહેલા ગુજરાતના રમતવીરોને ‘ગો ફોર ગોલ્ડ’નો ખેલમંત્ર આપ્યો

મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલે આગામી તા.ર9મી સપ્ટેમ્બરથી ગુજરાતના ઘર આંગણે યોજાઇ રહેલી 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લઇ રહેલા ખેલાડીઓનો સંબોધતા   જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરની રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જવા માટેનો દરવાજો નેશનલ ગેમ્સ ટૂંક સમયમાં ગુજરાતમાં યોજવાની છે ત્યારે ગુજરાતનો દરેક ખેલાડી આ નેશનલ ગેમ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે ઊંચા જુસ્સા સાથે સજ્જ છે.

ગુજરાતમાં ખેલકૂદ પ્રતિભા પહેલાથી જ ભરપૂર છે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની પરંપરા શરૂ કરાવતા આ પ્રતિભાને પ્લેટફોર્મ મળ્યું છે. દાળભાત ખાનારા તરીકેની આપણી છાપ ગુજરાતના રમતવીરોએ હવે ભૂંસી નાખી છે,

તેમણે કહ્યું કે 36મી નેશનલ ગેમ્સના સફળ આયોજનની પૂર્વ તૈયારીઓથી ગુજરાતમાં ભવિષ્યમાં ઓલમ્પિક ગેમ્સની આયોજનની પીઠિકા તૈયાર થઈ રહી છે. નેશનલ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓ ઉત્કૃષ્ટ દેખાવ કરી આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતો માટે વધુ સજ્જ બનવાના છે.

Fb Img 1663141274701

મુખ્યમંત્રીએ 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લેવા જઇ રહેલા ગુજરાતના રમતવીરોને ’ગો ફોર ગોલ્ડ’નો ખેલમંત્ર આપી સૌનો ઉત્સાહ વધાર્યો હતો. તથા સૌને જ્વલંત સફળતાની શુભકામનાઓ પાઠવી હતી.ભારતીય રાષ્ટ્રીય બેડમિન્ટન ટીમના કોચ  પુલેલા ગોપીચંદે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, 7 વર્ષના અંતરાલ બાદ યોજાઇ રહેલી આ 36મી નેશનલ ગેઇમ્સનું યજમાન પદ ગુજરાતને મળ્યું છે તે ગૌરવની વાત જણાવીને  દેશભરના ખેલાડીઓ માટે આ ગેઇમ્સ એક યાદગાર સંભારણું બની રહેશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું કે, ઓલમ્પિકમાં અંદાજીત 11 હજાર ખેલાડીઓ ભાગ લેતા હોય છે જ્યારે નેશનલ ગેમ્સમાં 20 હજાર ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.જેના પરીણામે ગુજરાત ઓલમ્પિકના સફળ આયોજન માટે સક્ષમ હોવાનું જણાવ્યું હતું.

પુલેલા ગોપીચંદે ખેલાડીઓને ફાઇનલ ગેમ્સના અગાઉના ત્રણ દિવસોમાં ડાયટ, ઉંધ અને સકારાત્મક અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરવાની શીખ આપી હતી. તેમણે રમતવીરોને રમતમાં મળતી હારમાં પણ ઉત્સાહ રાખીને વિજય તરફ આગેકૂચ કરવાની સલાહ આપી હતી.આ પ્રસંગે શૂટર અંજલિ ભાગવતે જણાવ્યું હતું કે આજે હું ખૂબ ખુશ છું અને મારી ખુશી બેગણી વધી ગઈ છે કારણ કે અમદાવાદથી જ મારી કરિયર શરૂ થઈ હતી. ગઈઈ કેડેટ તરીકે અમદાવાદ આવેલી અને કરિયરની પહેલી મેચ અમદાવાદમાં રમેલી અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલો અને સ્પોર્ટ્સ ક્ષેત્રે કારકિર્દી ઘડવાનું નક્કી કરેલું.વધુમાં અંજલિએ જણાવ્યું હતું કે સાત વર્ષ પછી નેશનલ ગેમ્સ યોજાઈ રહી છે, મચ અવેટેડ સ્પોર્ટસ ઇવેન્ટના આયોજન માટે ગુજરાતનો ખૂબ ખૂબ આભાર. કોઈ પણ ખેલાડી માટે નેશનલ ગેમ્સ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. નેશનલ ગેમ્સ મિની ઓલિમ્પિક જેવી હોય છે,

જેમાં ખેલાડી રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. રાજ્ય માટે રમવાનું પ્રેશર ખેલાડીનું ઘડતર કરી તેને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવા માટે સક્ષમ બનાવે છે, એવું તેમણે ઉમેર્યું હતું.રમત-ગમત અગ્ર સચિવ અશ્વિનીકુમારે  જણાવ્યું કે, નેશનલ ગેઇમ્સ માટે રાજ્યભરમાં ઉત્સાહ-ઉમંગનું વાતાવરણ વધુ ઊજાગર કરવાનું પણ સુગ્રથિત આયોજન કરવામાં આવેલું છે. ૠઘ ઋજ્ઞિ ૠજ્ઞહમ ઇવેન્ટનું આયોજન રમતવીરોનો ઉત્સાહ વધારવા માટે કરવામાં આવ્યું હોવાનું જણાવી 36 મી નેશનલ ગેમ્સમા ગુજરાત ટોપ પાંચ માં સ્થાન મેળવે તે માટે સૌ રમતવીરોને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. ગો ફોર ગોલ્ડ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા રમતવીરો સહિત  સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત  તથા ગુજરાત સ્ટેટ ઓલિમ્પીક એસોસિએશનના પ્રતિનિધિઓ સહભાગી બન્યાં હતાં..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.