Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

આ સપ્તાહ, પરિશ્રમી વર્ગ, કારીગર વર્ગ, શિલ્પી વર્ગનાં તમામ જાતકો માટે કામકાજથી વ્યસ્ત રાખનારું તેમજ લાભદાયક નીવડશે સાથે,આવકની નવી નવી તકો ત્થા સ્ત્રોત મળવાની સંભાવના. જૂની લેણી-ઉઘરાણી પાકવાની સંભાવના. ઔદ્યોગિક એકમનાં જાતકો તથા  વ્યાપાર- વાણિજ્ય એકમનાં જાતકો માટે  આ સપ્તાહ પણ અર્ધ લાભદાયક નીવડશે, પરંતુ સાથે ભાગદોડવાળું પણ  નીવડશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સરેરાશ સપ્તાહ. તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા હળવું લાભકારી નીવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારું રહેશે.  18 તથા 21 સપ્ટે. સામાન્ય રહેશે.

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

કાયદો-વ્યવસ્થા તંત્રનાં અધિકારીઓ–કર્મચારીઓ તેમજ સરકારી–ખાનગી વકીલો માટે લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં ઉચ્ચ પદાધિકારીઓ માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. આ સિવાયનાં અન્ય કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકૂળ અને વ્યસ્ત રહેશે. મોટા ઔધોગિક તથા વ્યાપાર-વાણિજ્ય એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું પણ લાભકારી નીવડશે. નાનાં, છૂટક વ્યાપારી કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયી નીવડશે.  મિત્રો, સ્નેહીઓ તરફથી સાથ સહકાર યથાવત રહેશે.  વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, તથા નિવૃત્તો માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે.  21 સપ્ટે સાધારણ નીવડશે.

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

ખાનગી શરાફી પેઢી, નોન બેંકીંગ ત્થા બેન્કિંગ ફાયનાન્સ કંપની સાથે સંકળાયેલ તમામ જાતકો  ત્થા ખાનગી મેનેજમેંટ એકમનાં જાતકો માટે અર્ધ સરેરાશ સપ્તાહ. હેવી  હયુજ ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભદાયી જણાશે. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજ એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ ને વ્યસ્ત  નીવડશે.   સરકારી તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સાનુકૂળ તથા કામકાજ વાળું સપ્તાહ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારી વ્યસ્ત સપ્તાહ સાથે બઢતીનાં સંયોગો. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલા કર્મીઓ-ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી. 22 સપ્ટે સામાન્ય નીવડશે.

કર્ક

004 1

ઈમીટેશન્સ જવેલરીઝ, ફેશન એસેસરીઝ એવમ પરફ્યુમનાં એકમનાં જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે દોડવાળું સપ્તાહ. ખાનગી એકાઉન્ટન્ટસ, એકાઉન્ટન્સી ફર્મઝનાં જાતકો માટે લાભદાયી  સપ્તાહ. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજ્ય એકમનાં જાતકો માટે હળવું લાભદાયી સપ્તાહ. છૂટક વ્યાપારી માટે સાનુકૂળ સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે અર્ધ લાભદાયી ત્થા વ્યસ્ત સપ્તાહ. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ યથાવત રહેશે. વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ લાભકારી  નીવડશે. 19 સપ્ટે. સાધારણ નીવડશે.

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

લેથ વર્ક, ગેરેજ વર્કસ, રીપેરીંગ  મેઈનટેઈંસ એકમનાં જાતકો માટે લાભકર્તા સપ્તાહ. શેરબજાર, કોમોડિટી એકમનાં જાતકો માટે પ્રતિકૂળ સપ્તાહ. ટ્રાન્સપોર્ટેશંસ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી જણાશે. તમામ ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમનાં જાતકો માટે આ  સપ્તાહ હળવું સાનુકૂળ તેમજ વ્યસ્ત નીવડશે.  છૂટક તથા નાનાં વ્યાપારીઓ માટે પણ આ સપ્તાહ પણ હળવું લાભદાયી નીવડશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે વ્યસ્ત ત્થા સાનુકૂળ સપ્તાહ. છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ, મહિલાકર્મીઓ, સંતાનો, માટે હિતકારી સપ્તાહ. 18, 22 સપ્ટે. સામાન્ય રહેશે.

કન્યા

The-Future-Of-The-Weekly-Zodiac

મરીન એંજીનીયરીંગ,  શીપીંગ બોડી બિલ્ડીંગ યાર્ડ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતકો માટે  લાભદાયી સપ્તાહ. રિયાલ્ટી ક્ષેત્રે બિલ્ડીંગ મટીરીયલ્સનાં વિક્રેતા તથા ઉત્પાદકો માટે આ સપ્તાહ આંશિક લાભકારી. ઔદ્યોગિક એકમનાં જાતકો તથા મોટા વ્યાપાર વણિજ ત્થા  જથ્થાબંધ માલનાં વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક નીવડશે.  પરિશ્રમી વ્યવસાય કે વ્યાપારીનાં  કોઈ પણ એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ પણ લાભ વાળું રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મીઓ માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે.  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. 21 સપ્ટે સામાન્ય રહેશે.

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

પ્રવાહી ફુડ  બેવરેજીસ એકમનાં ઓદ્યોગિક -વ્યાપારી એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. ફાર્મસી, તથા ફાર્મા કેમિકલ કે તેને સંબંધિત એકમનાં જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભદાયી નીવડશે.  ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં ટ્રસ્ટી (માલિક) માટે સાનુકૂળ સપ્તાહ. અન્ય ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમનાં જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. છૂટક-નાનાં વેપારીઓ માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રનાં તમામ કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયી રહેશે.  મિત્રો, સ્નેહી દ્વારા સાથ સહકારનાં સંયોગો.  છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ, મહિલા-કર્મીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. 23 સપ્ટે સામાન્ય રહેશે.

વૃશ્ચિક 

The-Future-Of-The-Weekly-Zodiac-8

એનીમલ ફોડર, કેનિંગ ફૂડ, તથા પ્રોસેસ્ડ ફૂડ, પેકીંગ ફૂડનાં ઔદ્યોગિક, વ્યાપારી એકમનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. ફેશન તેમજ શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધાનાં જાતકો  માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. જાહેર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ અણધાર્યા લાભ અપાવશે. વ્યાપાર, સર્વિસ બિઝનેશનાં જાતકો લાભકર્તા સપ્તાહ. સરકારી, અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રનાં  કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. કુટુંબમાં સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મીઓ,ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ સારુ સપ્તાહ. 17, 21 સપ્ટે.  સામાન્ય જણાશે.

ધન

009 1

આ સપ્તાહ દરમ્યાન પણ અનેક પ્રકારનાં લાભો તથા અનેક નવી તકો મળવાની સંભાવના. રાજકીય ત્થા જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ઉદ્યોગ-ધંધાનાં નવાં કામકાજનો પ્રારંભ કરવાં માટે સાનુકૂળ ત્થા લાભકારી સપ્તાહ. મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો્ માટે લાભદાયી સપ્તાહ નાનાં ઔદ્યોગિક એકમ, વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે. પરિવારજનો તરફથી સાથ સહકારનાં સંયોગો. ગૃહિણી, મહિલા કર્મી માટે આ સપ્તાહ પણ લાભકારી. 20 સપ્ટે.સામાન્ય રહેશે.

મકર

010 1

હસ્ત કલાંનાં ઔધોગિક,વ્યાપારી એકમ વાળા જાતકો માટે લાભદાયી સપ્તાહ. ટુર  ટ્રાવેલ્સ એજંસીઝ તથા હોટેલ બુકિંગ સાથે જોડાયેલા તમામ જાતકો તથા પબ્લીક ટ્રાસ્પોર્ટેશંસનાં જાતકો માટે લાભકારી સપ્તાહ. ઔદ્યોગિક એકમનાં જાતકો ત્થા મોટા તથા જથ્થાબંધ વ્યાપારી એકમનાં જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. નાનાં વ્યાપારી માટે લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ પ્રતિકૂળ નીવડશે. સ્નેહીઓ, મિત્રો સાથે અણબનાવનાં સંયોગો. વર્કીંગવૂમન, ગૃહિણીઓ ત્થા વિદ્યાર્થી માટે લાભદાયી સપ્તાહ. 18 ત્થા 19 સપ્ટે.સામાન્ય જણાશે. (પન્નોતિનિ ઉપાય પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું)

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકૂળ નીવડશે.  અગ્નિ તત્વને સંબંધિત ઉદ્યોગ ધંધાનાં જાતકો  કોઈને કોઈ પ્રકારે અડચણ આવવાની સંભાવના.  વિદ્યુત કે સોલાર ઊર્જા સંબંધિત તમામ ઉત્પાદકો, રંગ તથા રસાયણનાં જથ્થાબંધ વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડશે. આ સિવાયનાં વ્યાપારી જાતકો માટે લાભકારી સપ્તાહ. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે સારુ સપ્તાહ. સરકારી કર્મચારીઓ માટે બદલી તેમજ બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ.  મેડીકલ  છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે લાભકારી સપ્તાહ. 20,21 સપ્ટે મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન)

મીન

012 1

શિતલ પેયનાં ઔદ્યોગિક કે વ્યાપારી એકમનાં જાતકો માટે આંશિક રીતે લાભકારી સપ્તાહ. પરિશ્રમી, કારીગર વર્ગ- શિલ્પી વર્ગ માટે હળવું લાભકારી સપ્તાહ. નાનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી. મોટા ઔદ્યોગિક, વ્યાપારનાં એકમ સાથે સંકળાયેલ જાતકો માટે સાનુકૂળ તથા ભાગદોડીયું સપ્તાહ. ગેરેજ એવમ સર્વિસ બિઝનેશનાં જાતકો માટે લાભકારી સપ્તાહ.  સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવું સપ્તાહ. પરિવાર તરફથી સહકારનાં સંયોગો. નિવૃત તથા ગૃહસ્થી,  મહિલા કર્મીઓ, ગૃહિણી, છાત્રો માટે સાનુકૂળ સપ્તાહ. 18, 19 સપ્ટે સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.