Abtak Media Google News

ચોરાઉ રીક્ષા, બાઇક અને સોનાની ચીજવસ્તુઓ મળી કુલ રૂ.2.65 લાખનો મુદ્ામાલ કબ્જે

સુરેન્દ્રનગરમાં અલગ-અલગ વિસ્તારોમાં સોનાની ચીજવસ્તુઓની ચોરી કરતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે આ ત્રણ શખ્સો પાસેથી ચોરાઉ રીક્ષા, બાઇક અને સોનાના ઘરેણા મળી કુલ રૂા.2.65 લાખનો મુદ્દા માલ કબ્જે કર્યો છે.

વિગતો મુજબ સુરેન્દ્રનગર વિસ્તારમાં વધતા જતા ચોરીના બનાવોને અટકાવવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગરમાં અલગ-અલગ વિસ્તારોમાં સોનાના ઘરેણાની ચોરી કરનાર ટોળકી પંચાયત રોડ નજીક હોવાના બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતા પોલીસે દરોડો પાડી પ્રકાશ નરશી ભોજ્યા, ફૈજલ મહેમુદ બાબી અને રફીક ઉર્ફે ફજલને પકડી પાડી તેની પાસેથી સોનાની ચીજ-વસ્તુઓ, રીક્ષા અને બાઇક મળી કુલ રૂા.2.65 લાખનો મુદ્ામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.