Abtak Media Google News

કારપેટ સાથેનું વિશાળ પ્રાંગણ આકર્ષક  ગઝેબો, વિશાળ ફુડ ઝોન તથા રોજેરોજની અનેકવીધ થીમ: વિજેતાઓને ઈનામોની  વણઝાર

સતત પાંચમા વર્ષે એ જ નિયત સ્થળ ઉપર જૈન સમાજનાં ભાઈ-બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન જૈનમ્ દ્વારા કરવામાં આવ્યું છે, માત્ર જૈન સમાજનાં લોકો દ્વારા જૈન સમાજનાં ખેલૈયાઓ માટે આ સુંદર આયોજનને હવે કોઈ ઓળખાણની આવશ્યકતા નથી. લોકોનાં હૃદયમાં આગવી વ્યવસ્થા, સુરક્ષીત વાતાવરણ, પારીવારીક માહોલ, રમવા માટેનું સુંદર ગ્રાઉન્ડ, લેટેસ્ટ લાઈટસ એન્ડ સાઉન્ડ ઈફેકટ, ખ્યાતનામ સાંજીદાઓનાં સથવારે ઉમદા ગાયક કલાકારો રાસની રમઝટ સાથેનું આયોજન જૈનમની આગવી ઓળખ બની ચુકયુ છે. આ નવરાત્રી મહોત્સવનું રાજકોટનાં અનેક આગેવાનોની અને સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં અતિ ભવ્ય શુભારંભ પ્રથમ નોરતાનાં દિવસે કરવામાં આવેલ હતું.

Screenshot 5 15

 

તા.ર6 થી તા. 5 સુધી જૈનમ્ દ્વારા નવરાત્રી મહોત્સ્વનું જે આયોજન કરવામાં આવેલ જેમાં 3000 થી પણ ખેલૈયાઓ રાસે રમનાર છે. દર વર્ષની માફક આ વર્ષે પણ અલગ અલગ સમાજનાં આગેવાનો દ્વારા રોજે રોજ માં આદ્યશકિતની આરતી કરવામાં આવશે. જેનાં અંતર્ગત નોરતાનાં પ્રથમ દિવસે બ્રહ્મસમાજનાં આગેવાનોનાં હસ્તે આરતી કરવામાં આવી હતી. સાથે એક રંગારંગ કાર્યક્રમ થકી રાસોત્સવનાં ઉદ્ઘાટક અને દાનવીર દાતા  જીતુભાઈ બેનાણી, ગ્રાઉન્ડનાં સ્પોન્સર જૈન અગ્રણીશ્રી ચંદ્રકાંતભાઈ શેઠ, રાજ્યસભાનાં સભ્ય સાંસદ  રામભાઈ મોકરીયાનું ખુલ્લી જીપમાં અભિવાદન જીલતી ઓપનીંગ સેરેમનીનું આયોજન કરવામાં આવેલ હતું. રંગબેરંગી છત્રીઓ, રાસમંડળી, સાફાધારી બુલેટ ચાલક યુવાનોનાં એસ્કોર્ટમાં મહાનુભાવોનું ગ્રાઉન્ડમાં અભિવાદન કરવામાં આવ્યું હતું. તિરંગા બલુન અને આતશબાજી વચ્ચે આ તમામ મહાનુભાવઓ તિરંગા લહેરાવી ઉપસ્થિત મેદનીનું અભિવાદન સ્વકાર્યું હતું. આમ અતિ ઉત્સાહ, ઉમંગ, ધર્મભાવના સાથે રાષ્ટ્રપ્રેમ થકી આજનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.

Screenshot 3 24

આજનાં ઉદ્ઘાટક તથા દાનવીર દાતાશ્રી જીતુભાઈ બેનાણીએ જણાવ્યું હતું કે જૈનમ્ દ્વારા આટલું સુંદર આયોજન થઈ રહયું છે જેના માટે સમગ્ર ટીમને ધન્યવાદ આપવા ઘટે, જૈન સમાજનાં દિકરા-દિકરીઓ પરિવાર સાથે સુરક્ષીત માહોલમાં અને આટલા કોર્પોરેટ લેવલનાં આયોજનમાં પણ સરખામણીએ ખૂબ ઓછા ચાર્જમાં નવરાત્રી રમવાનો લ્હાવો લઈ શકે એ ખૂબ અગત્યની અને આનંદની વાત છે.  કોઈપણ પ્રોફેશ્નલ એપ્રોચ વગર થતું આ આયોજન દિવસે ને દિવસે ઉત્તમથી સર્વોત્તમ થઈ રહયું છે જે જોઈ શકાય છે.

નવરાત્રીનાં પ્રથમ નોરતે આરતી બ્રહ્મ સમાજનાં અગ્રણીઓ  રામભાઈ મોકરીયા, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, કીરીટભાઈ પાઠક, અતુલભાઈ પંડીત, જયમીનભાઈ ઠાકર,  હરેશભાઈ જોષી, જયંતભાઈ ઠાકર, શૈલેષભાઈ જાની સહીતનાં બ્રહ્મ સમાજનાં આગેવાનો દ્વારા આરતી કરવામાં આવેલ હતી.

Screenshot 4 17

પ્રથમ નોરતે સીનીયર પ્રીન્સ તરીકે આયુષ દેસાઈ, પુષ્પક જૈન, જૈનમ દોશી સીનીયર પ્રીન્સેસ તરીકે  દ્રષ્ટી વખારીયા, શ્રૃષ્ટી મહેતા, ધર્મિ દોશી ઉપરાંત સીનીયર પ્રીન્સ વેલ ડ્રેસમાં વારીયા ધર્મેન્દ્ર,  હર્ષલ વોરા, દેવાંશુ શાહ તેમજ સીનીયર પ્રીન્સેસ વેલડ્રેસ તરીકે મહેતા મેઘા, જસાણી અંજના, પારેખ ઉ5ાસના તેમજ  જુનીયર પ્રિન્સેસ વેલડ્રેસમાં  કેશવી મહેતા, રિયા બારભાયા, પ્રિયાંશી પારેખ તેમજ જુનિયર પ્રીન્સ વેલડ્રેસમાં વોરા દેવાંશુ, પારેખ પ્રશમ, પટેલ આદિત્યને વિજેતા જાહેર કરી ઈનામો આપી નવાજવામાં આવેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.