Abtak Media Google News

સોશ્યલ  મીડિયામાં ગંભીર આક્ષેપો ચર્ચાઓમાટે તપાસના આદેશો

અબતક, દર્શન જોશી, જુનાગઢ

સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું ભક્ત કવિ નરસિં મહેતા યુનિવર્સિટીનું માર્કસ સુધારવાનું કોભાંડ સામે આવતા શિક્ષણ જગતમાં ખડભરાટ મચી જવા પામ્યો છે, અને આ બાબત શિક્ષણ જગતમાં ખૂબ ઉછળતા અને બાદમાં સોશિયલ મીડિયામાં ગંભીર આક્ષેપો સાથે ભારે ચર્ચાઓ સર્જાતા તપાસના આદેશ અપાયા છે.

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં માર્ક્સ સુધારવામાં આવી રહ્યા હોવાની આક્ષેપો સાથેની ચર્ચા  જુનાગઢ શહેરમાં ચાલી રહી છે. ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચિંતન ત્રિવેદી એ આ મામલો શંકાસ્પદ જણાવી પત્રકારોને વધુમાં જણાવ્યું હતું કે, હોમ સાયન્સની એક વિદ્યાર્થીની ઉત્તરવહી અને માર્કશીટમાં થોડા ફેરફાર મારી સામે આવતાં એક કમિટીની તપાસ કરવા માટે રચના કરવામાં આવી હતી અને તેને આ મામલે તપાસ સોંપવામાં આવી છે. જો કે, તેમનો રિપોર્ટ આવ્યા બાદ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં મુકાશે અને કાઉન્સિલ તેનો નિર્ણય લેશે. આ કેસમાં એક શક્યતા એવી પણ છે કે, આવો એક કેસ સામે આવ્યો છે. એટલે કદાચ ડેટા એન્ટ્રીની ટેકનીકલ ભૂલ પણ હોઈ શકે. જો કે, વિદ્યાર્થીના ભવિષ્યના પણ આમાં સવાલો ઊભા થતા હોવાથી આ બાબતે ન્યાય પૂર્ણ તપાસ થશે.

દરમિયાન જૂનાગઢમાં એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે, માર્કશીટ સુધારવાની પ્રક્રિયામાં અમુક વિદ્યાર્થીઓને ખોળ અને અમુકને ગોળ જેવી શંકાસ્પદ કામગીરી નજરે પડી છે. અમુક વિદ્યાર્થીઓને બે-ચાર કે સાવ નહીં તેવા માર્ક્સ સુધારા થયા છે. તો અમુક વિદ્યાર્થીઓને મસ મોટા માર્કસ આપી દેવામાં આવ્યા છે.

બીજી બાજુ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પણ હવે આ બાબતે બે બેબાકડી બની જાગી છે. અને આ બાબતે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. પરીક્ષા વિભાગ પાસેથી જુના ડેટા મંગાવવામાં આવ્યા છે. અને તેનું નિરીક્ષણ ચાલી રહ્યું છે, તે સાથે પરીક્ષા વિભાગ સહિતના વિભાગોમાં આંતરિક ફેરફારો પણ કરવામાં આવ્યા છે. તથા ડેટા એન્ટ્રી કરનાર કર્મીઓની પણ અહીંથી તહીં બદલી કરવામાં આવી છે. હંમેશા સુફાંણી વાતો કરતા યુનિ. ના અધિકારીઓ પોતાની યુનિ.ની આંતરિક બાબતો ઉપર કદાચ ધ્યાન નહીં આપી શક્યા હોય ત્યારે સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હોવાનું શિક્ષણ જગતમાં ચર્ચા રહ્યું છે. અને શિક્ષણ જગતને આંચ આવે તેવું કૌભાંડ સર્જાતા હવે યુનિવર્સિટી પણ સફાળી જાગૃત થઈ છે. અને તપાસનો ધમધમાટે શરૂ થયો છે. પરંતુ યુનિવર્સિટી એક કેસ સામે આવ્યો છે અને તે પણ ડેટા એન્ટ્રીની ભૂલ હોવાની શક્યતા દર્શાવી રહ્યું છે ! ત્યારે આવું અને કેટલું નુકસાન યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓને થયું હશે ?? તે તો જો ન્યાયિક અને તટસ્થ તપાસ થશે તો જ સામે આવશે તેવું વિદ્યાર્થીઓ અને શિક્ષણવીદોમાં ચર્ચા રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.