Abtak Media Google News

પેટ્રોલિયમ પદાર્થોના વેચાણમાં સમાવિષ્ટ કંપનીઓના નેટવર્ક ઉપર રોક મુકાઈ

ઈરાન સાથે થયેલા પેટ્રોકેમિકલ વ્યાપારમાં ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. આ પ્રતિબંધ લગાડતા અમેરિકાએ જણાવ્યું હતું કે, ઈરાનનું મહત્વપૂર્ણ ઘટક ટ્રીલિયન્સે ઈરાનના પેટ્રોકેમિકલ દલાલો પાસેથી લાખો ડોલરમાં પેટ્રોકેમિકલ પદાર્થોની ખરીદી કરી છે અને તેને ભારત મોકલી દેવામાં આવ્યું છે.

આ વાતને ધ્યાને લઈ અમેરિકાએ ભારત ખાતે આવેલી પેટ્રોકેમિકલ કંપની અને ઈરાની પેટ્રોલિયમ પદાર્થોનું વેચાણ કરતી કંપનીઓના વૈશ્વિક નેટવર્ક પર રોક મુકવામાં આવી છે. અમેરિકાના નાણાં વિભાગે જણાવ્યું હતું કે, આ પગલાથી ઈરાનના દલાલો, યુએઈ, હોંગકોંગ તથા ભારતની અનેક કંપનીઓને અસર પહોંચશે.ઈરાનના દલાલોએ વિશ્વની અનેક કંપનીઓ દ્વારા ઈરાની પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉત્પાદકોમાં દક્ષેપ કરવામાં આવ્યો હતો અને શિપિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. અમેરિકાનું માનવું છે અને તેમના દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે કે ઈરાનના પેટ્રોલ કેમિકલ ક્ષેત્રનું અત્યંત મહત્વપૂર્ણ ઘટક ટ્રિલિયનસે પેટ્રોકેમિકલ દલાલો પાસેથી લાખો ડોલર હીરાની પેટ્રોકેમિકલ પદાર્થોની ખરીદી કરી હતી અને તેને ભારત મોકલવામાં આવ્યું હતું.  ઈરાનનું આ મહત્વપૂર્ણ ઘટક પેટ્રોકેમિકલ ઉત્પાદકોના વેચાણ માટે દલાલી કરે છે.

આ ઘટકે ભારતીય કંપની ટી બાલાજી પેટ્રોલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ તથા ચીન માટે પણ પેટ્રોકેમિકલ પદાર્થો ખરીદવા માટેનો આરોપ લગાડવામાં આવ્યો છે. હાલ આ આરોપને લઈ હજુ ભારત અને કેન્દ્ર સરકાર દ્વારા કોઈપણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. એટલું જ નહીં ભારતના એક્સટર્નલ અફેર મિનિસ્ટર એસ જયશંકર એ પણ વોશિંગ્ટન ખાતે ચાલુ બેઠક છોડી આ અંગે ચર્ચા વિચારણા શરૂ કરી હતી. એટલું જ નહીં ભારતની ટી બાલાજી આશરે 600 કરોડ રૂપિયાનો ત્રણ ઓવર કરે છે અને માર્ચ 2022 ની સ્થિતિએ તેની પાસે કુલ 4.17 કરોડનો ફ્રી જથ્થો પણ પડેલો છે જેની નેટવર્ક આશરે 4.18 કરોડ જેટલી છે. કંપનીએ જાન્યુઆરી માસમાં એ અંગે નિર્ણય લીધો હતો કે, હવે ખેત ઉત્પાદકો ક્ષેત્રે જમ્પલાવશે. હાલની સ્થિતિને ધ્યાને લઇ ભારત ઉપર જે પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે તેનાથી અનેક પ્રશ્નો ઊભા થયા છે અને ભારતનું વિદેશ મંત્રાલય પણ આ અંગે ગંભીરતા પૂર્વક વિચાર કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.