Abtak Media Google News

રાષ્ટ્રપિતાને અંજલી, માં અંબે-માં ઉમિયાની આરાધનાનો અનોખો સંગમ

રાજકોટના સેક્ધડ રીંગ રોડ પર ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં સંપૂર્ણ પારીવારીક માહોલમાં રંગબંરંગી ડ્રેસમાં સજ્જ ખેલૈયાઓ રાસોત્સવનો આનંદ માણી રહયા છે. તેમજ ખેલૈયાઓને ઝુમતા જોવાનો લ્હાવો લેવા દર્શકોની પણ ભીડ જામી રહી છે. કલબ યુવીમાં આવતીકાલે મા ઉમિયાના આઠમાં નોરતે ભવ્ય મહાઆરતી યોજાનાર છે. કલબ યુવી આયોજીત મહાઆરતીના ભવ્ય આયોજનમાં સામેલ થવા પાટીદાર શ્રેષ્ઠીઓ તથા પાટીદાર પરીવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

આ મહાઆરતીમાં ઉમિયાધામ સિદસરના આગેવાનો અને સૌરાષ્ટ્રભરની વિવિધ પાટીદાર સંસ્થાના અગ્રણીઓ તથા રાજકોટની ર5 પાટીદાર સંસ્થાઓ સમાજના શ્રેષ્ઠીઓ, રાજકીય સામાજીક મહાનુભાવો અગ્રણીઓ જોડાશે.સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ રાધીકા ફાર્મ ખાતે કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં છઠ્ઠા નોરતે રાધે ગ્રુપના શેલેષભાઈ માકડીયા, પૂર્વ સાંસદ હરીભાઈ પટેલ, અજયભાઇ દલસાણીયા, ભરતભાઇ ડઢાણીયા, બીપીનભાઇ હદવાણી, હસુભાઇ ઉકાણી, અતુલભાઇ સીણોજીયા, અલ્પેશભાઈ મકવાણા, અમીતભાઇ ભાણવડીયા, જયરાજસિંહ રાણા, સંજયભાઇ ઘવા, વિજયભાઇ માકડીયા, કેતનભાઈ ધુલેશીયા, અરવિંદભાઈ કોરડીયા, ઉમિયા મહિલા સંગઠન સમિતિના સરોજબેન મારડીયા, જયોતીબેન ટીલવા, ઉમિયા પદયાત્રીક પરિવારના વિનુભાઇ મણવર, તથા ટ્રસ્ટી મંડળ, તેમજ સાતમા નોરતે રવિવારે સરગમ કલબના ગુણવંતભાઇ ડેલાવાલા, તેમજ રાજકોટના ડો. કીર્તી પટેલ, ડો. ચંદ્રકાન્ત રબારા, ડો. સંજયભાઇ ભટ્ટ, ડો. અતુલ પંડયા, ડો. તુષાર પટેલ, ડો. મયંક ઠકકર, ડો. ચેતન લાલસેતા, ડો. કાર્તિક સુતરીયા, ડો. ગૌતમ માકડીયા, ડો. આકાશ માકડીયા, ડો. હિરેના કોઠારી, ડો. સુધીર ભીમાણી સહીતના રાજકોટના સુપર સ્પેશ્યાલીસ્ટ -સ્પેશ્યાલીસ્ટ 45 તબીબોની ટીમ દ્વારા આરતી કરવામાં આવી હતી. રવિવારે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા, સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. કલબ યુવી રાસોત્સવમાં ર ઓકટો.ને રવિવારના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અંજલી આપવામાં આવી હતી. રંગબેરંગી કપડામાં ઝુમતા ખેલૈયાઓએ ગાયક કલાકાર મયુર બુધ્ધદેવ સહીતના કલાકારો દ્વારા ગરબા તથા દેશભકિતના ગીતોની રમઝટ બોલાવી હતી. માતાજીની આરતી બાદ ખેલૈયાઓ ફોર સ્ટેપ, સીકસ સ્ટેપ, ટપ્પો, ડાકલા, અને ફ્રિ સ્ટાઇલ સહીતના સ્ટેપો દ્વારા ગરબાની રંગત લઇ રહ્યા છે.

ઉમિયાધામ સિદસર દ્વારા 1111 કળશ પૂજનસાથે ‘માં ઉમા કળશ’ યોજનાનો પ્રારંભ

પાવનભૂમી સિદસર ખાતે બિરાજમાન કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના સાનિધ્યમાં ઉમિયાધામના માધ્યમથી સોરાષ્ટ્રભરના બે લાખ પરિવારોને સાંકળતી માં ઉમા કળશ યોજનાનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સિદસર ખાતે થી પ્રારંભ કર્યા બાદ રાજકોટ શહેરના પ્રથમ તબકકાના 11000 કળશ પૈકી 1111 કળશ પૂજનનો કાર્યક્રમ કલબ યુવી નવરાત્રી ગ્રાઉન્ડમાં સાતમા નોરતે રાજકોટના વોર્ડ નં. 9, 10 અને 12 તથા આઠમાં નોરતે સોમવારે સવારે વોર્ડ નં. 8 અને 11 ના પાટીદાર દાતાશ્રીઓની ઉપસ્થિતીમાં યોજાયો હતો.

સમાજ ઉત્કર્ષના ભગીરથ કાર્ય માટે સમાજનો મધ્યમ વર્ગીય પરિવાર પણ મા ઉમિયાના ચરણોમાં ‘તારૂ તુજને અર્પણ’ના ભાવ સાથે મા ઉમા કળશ યોજના અંતર્ગત મા પધાર્યા મારે ઘેરના ભાવ સાથે પાટીદાર પરિવાર પોતાના ઘેર કળશનું સ્થાપન કરે તે માટે 150 ફુટ રીંગ રોડ પર આયોજીત ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં તા.2 ઓકટો. રવિવાર ના રોજ વોર્ડ નં. 9,10 તથા 1ર અને સોમવાર તા.3 ઓકટો. ના રોજ વોર્ડ નં. 8 અને 11 મળી કુલ પાંચ વોર્ડના પ્રથમ તબકકાના 11000 કળશ પૈકી 1111 કળશનું પૂજન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે થયુ હતુ તેમ ઉમિયાધામ સિદસરના સી.ઇ.ઓ. કે.એમ. ભુવાએ જણાવ્યુ હતુ.

ઉમિયા પરિવાર સંગઠન સમિતિ રાજકોટ, ઉમિયા પરિવાર મહિલા સંગઠન સમિતિ, તથા ઉમિયા પરિવાર યુવા સંગઠન સમિતિના હોદેદારો તથા કાર્યકરો તેમજ વોર્ડ નં. 8,9,10,11,12 ઉમિયા પરિવાર સંગઠન સમિતિના કાર્યકરોએ કળશ યોજનાને રાજકોટના તમામ વોર્ડમાં રહેતા પાટીદાર પરિવાર સુધી માહીતી અને ફોર્મ પહોંચાડવાની કામગીરી તેમજ કળશ યોજનાની સમજણ આપી પરિવારને સામેલ કરવાની ભૂમીકા અદા કરી હતી. તેમજ કળશ પૂજનના કાર્યક્રમને સફળ બનાવા માટે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.