Abtak Media Google News

સુમો રેસલીંગનું નામ સાંભળી પહેલો વિચાર જાપાનનો જ આવે કારણ જેમ ભારતની કુસ્તી પ્રખ્યાત છે તેમ જાપાનની પારંપારીક રમત સુમો રેસલીંગ પણ દુનિયામાં પ્રખ્યાત છે ત્યારે જાણીને ચોક્કસ આશ્ર્ચર્ય પામશો કે ભારતમાં પણ છે એક સુમો રેસ્ટલર અને એ પણ એક મહિલા સુમો રેસલર, સુમો દીદીનાં નામથી મુંબઇની હેતલ દવે ખુબ જાણીતી છે જે ભારતની પહેલી અને એકમાત્ર સુમો રેસરલ રહી ચુકી છે.

૨૯ વર્ષની અને ૫ ફુટ ૬ ઇંચની આ હેતલ દવેએ મુંબઇ યુનિ.માંથી ગ્રેજ્યુએશન પુરુ કર્યુ છે.અને ખેલાડી પિતાનો વારસો બરકરાર રાખી તેણે જુડો શીખવાનું શરુ કર્યુુ હતું. તે સમય દરમિયાન પુરુષ સુમો પહેલવાનને જોઇ પ્રેરીત થઇ અને સુમો રેસલર બનવાની ઇચ્છા દર્શાવી, કોશિશ શરુ કરી હતી. જેના પરિણામ સ્વરુપ હેતલ ૨ વર્લ્ડ ચેમ્પિયનશિપ વર્લ્ડ ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુંકી છે.

પરંતુ દેશની આ સુમોદીદીની વિકટ પરિસ્થિતિએ છે કે આપણા દેશમાં સુમો રેસલિંગને માન્યતા પ્રાપ્ત નથી જેથી તેને રમત-ગમતમાં સ્થાન નથી મળ્યું તેવા સમયે હેતલએ જાતે સ્પેન્સર્સ ગોતી એક સ્થાન પ્રાપ્ત કર્યુ છે. છતા આપણા વેશની નિતિ અનુસાર નેશનલ ખેલાડીઓએ સરકારી નોકરી આપવામાં આવે છે પરંતુ હેતલને લાંબી જહેમત બાદ પણ તેવા કોઇ ચાન્સ આપવામાં આવ્યા નથી. ત્યારે તેણે સ્ત્રી શશક્તિકરણ માટે છોકરીઓ, મહિલાઓ મર્શલ આર્ટ શીખે તેવી ઇચ્છા દર્શાવી હતી. ત્યારે આશા રાખીએ કે દેશની આ હોનહાર ખિલાડીને તેની યોગ્ય પહેચાન મળે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.