Abtak Media Google News

એલ.સી.બી. એ દરોડો પાડી રોકડ અને મોબાઇલ મળી રૂ. 2.91લાખનો મુદામાલ કબ્જે કર્યો

જસદણ તાલુકાના કનેસરા ગામે વાડી વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર એલ.સી.બી. એ દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોની ધરપકડ કરી રોકડ અને મોબાઇલ મળી રૂ. 2.91 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કનેસરા ગામે જુગાર રમતો હોવાની એલ.સી.બી.ના સ્ટાફને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા વાલજી સામત નાગડકીયા, ભોળા તળશી મેર, રાજેશ અમરશી વાઘાણી, અશોક પોપટ બાવળીયા, અતુલ સુરા કુકડીયા, ભરત દેવરાજ જળુ અને શિવરાજસિંહ કાળુભા રાયજાદા સહીત સાત શખ્સોની ધરપકડ કરી રોકડા અને મોબાઇલ મળી રૂ. 2.91 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

આ દરોડાની કામગીરી પી.આઇ. વી.વી. ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ પ્રણયભાઇ સાવરીયા, કોન્સ્ટેબલ ભોજાભાઇ અને મથુરભાઇ વાસાણી બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.