Abtak Media Google News

ખેલૈયાઓ સાથે મન મુકીને ગરબે ઘૂમતા નેશનલ ગેમ્સના ખેલાડીઓ

ગુજરાતમાં યોજાયેલ 36મી નેશનલ ગેમ્સ-2022 અંતર્ગત રાજકોટમાં હોકી અને સ્વિમિંગ ઈવેન્ટ્સ ચાલી રહી છે. જુદાજુદા રાજ્યોની ટીમો રાજકોટનાં આંગણે મહેમાન બની છે અને ગઈકાલ નવરાત્રીના છેલ્લા દિવસે નેશનલ ગેમ્સ-2022નાં ખેલાડીઓએ યુવી ક્લબ ખાતે અર્વાચીન ગરબાની મુલાકાત કરી હતી.

Img 20221005 Wa0191

સાથોસાથ ખેલૈયાઓ સાથે મન મુકીને ગરબે રમ્યા હતા. કર્ણાટક મહિલા વોટર પોલો ટીમ, પંજાબ પુરુષ સ્વિમિંગ ટીમ અને ઉત્તરાખંડની ટીમે અર્વાચીન યુવી કલબ રાસોત્સવમાં ખેલૈયાઓ સાથે ગરબાના તાલે તાલ મિલાવીને ગરબે ઝૂમ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.