Abtak Media Google News

ઔદ્યોગીક  વ્યવસ્થાપન, નવાઉદ્યોગો, નાણાકીય ભંડોળ સરકારી સહાય યોજનાઓથી થશે સામુહિક ચર્ચા વિચારણા

આઈ.સી.એ.આઈ ભવન  ખાતે જીવીએફએલ, અથર્વમ વેન્ચર્સ, સિડ બી, આસ કોમ, ના સંયુક્ત ઉપક્રમે  7.10 શુક્રવારે મેગા ઇવેન્ટ  યોજાઈ રહી છે. સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ગુજરાત ભરમાં યુવા ઉદ્યોગ સાહસિકોને નવી દિશા અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી જીવીએફએલ અને અથર્વવેન્ચર્સ દ્વારા સંયુક્ત રીતે પ્રયત્ન હાથ ધરવામાં આવેલ છે.  સ્ટાર્ટઅપ સેલ, જીવીએફએલ, ઇન્ડસ્ટ્રીયલ કમિશનરેટ અને ગવર્મેન્ટ ઓફિસ દ્વારા આ પ્રસંગે ,નવી યોજનાઓ, સ્કીમો, એક્સપર્ટ ઓપિનિયન, માર્કેટ સીનારીઓ , વેલ્થ મેનેજમેન્ટ, સીડ ફંડિંગ સ્ટાર્ટઅપ ફંડિંગ, મેન્ટરીંગ તેમજ અલગ અલગ વિષયો પર સમગ્ર કાર્યક્રમ યોજાશે અને તેમાં એક્સપર્ટ પોતાની રાય આપશે

ઉપરાંતમાં પેનલ ડિસ્કશન માં ઇન્ડસ્ટ્રીયલ એક્સપર્ટ દ્વારા વેલ્થ જનરેશન થ્રુ ઇન્વેસ્ટિંગ ઇન સ્ટાર્ટ અપ ના વિષય પર ડિસ્કશન માટે અલગ અલગ ક્ષેત્રના લોકો જોડાશે. જેવા કે, જીવીએફએલ -પ્રેસિડેન્ટ- મિહિરભાઈ જોશી, હન્ડ્રેડ એક્સ વીસી ના ફાઉન્ડર યજ્ઞેશભાઈ સંઘ્રજ્કા, નાઇન યુનિકોન ના પાર્ટનર રાજેશભાઈ માને, યુનિકોન ઇન્ડિયા વેન્ચર્સ ના પાર્ટનર અનિલભાઈ જોશી, ડેવેક્સ ના ફાઉન્ડર જૈમીન શાહ, જેવા માર્કેટ એક્સપોર્ટ્સ કે જે લોકો અત્યારે ખુબ સારું અને સફળ સંચાલન કરી રહ્યા છે તેઓ ઇન્ડસ્ટ્રીમાં ઇન્ડસ્ટ્રીના સીનારીઓ પોતપોતાના અનુભવો ધ્યાનમાં રાખવાની બાબતો યંગ ઇન્વેસ્ટરો અને એન્ટરપ્રિન્યોરશિપ માટેના લેસન પેનલ ડિસ્કશનમાં ચર્ચા કરવામાં આવશે અને વિગતવાર છણાવટ કરવામાં આવશેઅહીં નોંધનીય છે કે ઇન્ડસ્ટ્રીના અને સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમના એક્ષપેર્ટ  અને સફળ કહેવાય એવા લોકો હાજર રહી અને પેનલ ડિસ્કશન ના માધ્યમ થી  યંગ ઇન્વેસ્ટર્સ માટે ખૂબ સારું ઉદાહરણ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

બીજા પેનલ ડિસ્કશન રાઉન્ડમાં રેઝિંગ યોર ફર્સ્ટ ચેક ના વિષય પર ગોપાલ નમકીન ના બીપીનભાઈ હડવાની, AIC – ના સી.ઈ.ઓ-  ધીરજભાઈ ભોજવાની, એન્જલ ઇન્વેસ્ટર ફાઉન્ડર ઇલોરા કેપિટલ પાર્ટનર ઓપન બુક વીસી ના- મહિપાલસિંહ જાડેજા, ડેવિક્સ -ના ફારઝ વાધવાની, ઇનમેસ્તા -ના જતીન કટારીયા, પીડબ્લ્યુસી- પાર્ટનર રજત સિંઘલ જેવા એક્સપર્ટ રાજકોટ ખાતે જીવીએફએલ ની ઇવેન્ટમાં હાજર રહીને યંગ ઇન્વેસ્ટરોને અને સ્ટાર્ટ અપ એન્ટરપ્રિન્યોર માટે દીવાદાંડી રૂપ કહી શકાય તેવું માર્ગદર્શન આપશે તેમજ પ્રશ્નોની છણાવટ કરશે

આ પ્રસંગે રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ગુજરાતના જાણીતા ઇન્વેસ્ટરો ઉદ્યોગપતિઓ આ મેગા ઇવેન્ટમાં ભાગ લેશે તો અહીં અત્રે નોંધનીય છે કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આપ રજીસ્ટર પણ કરાવી શકો છો https://bit.ly/gvflprarambh22 ઉપરાંતમાં 9033633231,9898464348 નંબર ઉપર સંપર્ક કરી રજીસ્ટર કરાવી શકો છો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.