Abtak Media Google News

જાહેર જનતા માટે યોજાયેલા હસાયરામાં હજારો લોકો થયા હાસ્ય રસ તરબોળ

નવરાત્રિ પછી દર વરસે સરગમ કલબ દ્વારા જાહેર જનતા માટે યોજાતા ત્રિવેણી સંગમ કાર્યક્રમોની સરગમી હસાયરા સાથે પૂર્ણાહુતિ થઈ છે. શરદ પુનમની રાત્રે ડી.એચ.કોલેજના મેદાનમાં યોજાયેલા હસાયરામાં ઉપસ્થિત હજારો રાજકોટવાસીઓ હાસ્ય રસમાં તરબોળ થયા હતા.

આ કાર્યક્રમના ઉદઘાટક પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કહ્યું હતું કે, સરગમ કલબ દ્વારા યોજાતા આ પ્રકારના કાર્યક્રમો સામાજિક સમરસતા વધારે છે. આ સમાજમાં કોઈ મોટું નથી અને કોઈ નાનું નથી. બધા સમાન અધિકાર ધરાવે છે અને આ પ્રકારના કાર્યક્રમો મુક્ત મને માણે છે. આ પ્રસંગે ઉપસ્થિત રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ આ પ્રકારે જાહેર જનતા માટે કાર્યક્રમો યોજવા બદલ સરગમ કલબને અભિનંદન આપ્યા હતા.

સરગમ કલબ ઉપરાંત એચ.પી. રાજગુરૂ એન્ડ કંપની અને કેર ફોર હોમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરત બોઘરા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, પી.જી.વી.સી.એલ.નાં એમ.ડી. પ્રીતિબેન શર્મા, કોંગ્રેસનાં પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, જીતુભાઈ ચંદારાણા, સુરેશભાઇ નંદવાણા, કિરીટભાઇ આદ્રોજા, કરસનભાઇ આદ્રોજા, હેતલભાઈ  રાજગુરૂ, હરેશભાઈ લાખાણી, રાજદીપસિંહ જાડેજા ( વાવડી ) શૈલેષભાઈ માંકડિયા નાથાભાઈ કાલરીયા, મૌલેશભાઈ પટેલ, રાજનભાઈ વડાલિયા, રાજેશભાઈ કાલરીયા, પ્રજ્ઞેશભાઈ પટેલ સહિતના મહેમાનો ઉપસ્થિત રહયા હતા.

આ હસાયરામાં જાણીતા હાસ્ય કલાકારો સાંઈરામ દવે, ધીરૂભાઈ સરવૈયા, સુખદેવ ધામેલીયા અને ગુણવંત ચુડાસમાએ એક એક થી ચડિયાતી હાસ્યસભર વાતો કરી હતી અને લોકોને પેટ પકડીને હસાવ્યા હતા. આ કાર્યક્ર્મમાં સ્વાગત પ્રવચન અને અભારવિધિ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ કરી હતીસ ંચાલન સંજયભાઈ કામદાર એ કરેલ. આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, સ્મીતભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, જયસુખભાઈ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, સુનીલભાઈ દેત્રોજા, કૌશિકભાઈ વ્યાસ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.