Abtak Media Google News

નજીવી બાબતના લીધે થયેલી બોલાચાલી અલગ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. આવી ઘટના આપણે સમાચાર મારફતે જોતા હોય છે. ત્યારે સુરતમાં આવી વધુ એક ઘટના બની છે. સુરતમાં 10 ઓક્ટોબરના દિવસે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં એક યુવકની જાહેરાતમાં હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ યુવકની હત્યા કરનાર ફરાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના વેડરોડ પંડોળ વિસ્તારની છે જ્યાં રાત્રીના સમયે સવા અગિયાર વાગ્યાની આસપાસ આરોપીઓ રહેમતનગરથી ચાલતા ચાલતા પંડોળથી વેડરોડ ઉપર પાનના ગલ્લા પરથી માવા તથા ગુટખા લઈ પટેલ અંતરવાળાની ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બે ઇસમો મોટર સાયકલ ઉપર બેઠા હતા. જેથી આરોપીઓ તે બંને ઇસમો પાસે ઉભા રહ્યા ત્યારે એક ઇસમ તેમને ગાળો બોલતા મામલો બીચક્યો હતો.

આરોપીઓએ જણાવ્યું હતું કે, “અમને ગાળો કેમ આપો છો” તેમ કહેતા તેઓ બંને જણા મોટર સાયકલ ઉપરથી નીચે ઉતરી ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. સંતોષ શીરવાસે તેના ચડ્ડાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી એક ઇસમને પેટના ભાગે ઘા માર્યા હતા. જેના કારણે તેનું મોત થયું હતું. ત્યારબાદ બંને આરોપી સુરત રેલ્વે સ્ટેશનથી સવારે તાપ્તી ગંગા ટ્રેનમાં બેસી વતન જવા માટે નીકળી ગયાની કબુલાત કરી છે.

ખાનગી બાતમીદાર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીઓ તાપ્તી ગંગા ટ્રેન મારફતે પોતાના વતન જવા નીકળ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની એક ટીમને તપાસ માટે રવાના કરી સ્થાનિક બાંદ્દા જિલ્લાના અંતર્રા પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની મદદ મેળવી આરોપી સંતોષકુમાર ઉર્ફે આર્યન શિવચરણ શીરવાસ અને પવન લખન સવિતાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.